________________
૪૪
ક્રિયા. પરિણામ અને અભિપ્રાય : એક અનુશીલના
ઉત્તર :- કહેવાનું જ નામ વ્યવહાર છે, અર્થાત્ વસ્તુ-સ્વરૂપ તો નિશ્ચયનયનો વિષય છે. જે નયથી આત્માને શરીરાદિની ક્રિયાનો કર્તા કહેવામાં આવે તે જ નયથી તેને ફળનો ભોકતા પણ કહીશું; પરંતુ અહીં વસ્તુના સ્વરૂપનું સ્પષ્ટીકરણ કરવામાં આવે છે, કથન પદ્ધતિનું નહીં. શરીરાદિની ક્રિયામાં જીવના પરિણામ નિમિત્ત હોય છે તેનું જ્ઞાન કરાવવા વ્યવહાર નયથી જીવને શરીરાદિની ક્રિયાનો કર્તા-ભોક્તા કહેવામાં આવે છે.
(૩) અભિપ્રાયનો પ્રભાવ :- અભિપ્રાયો આપણા જીવનમાં અર્થાત્ બંધ-મોક્ષ, સુખ-દુ:ખ પર શું પ્રભાવ પડે છે – આ વાત અત્યંત ગંભીરતાથી વિચારવા જેવી છે; કારણ અભિપ્રાય, પરિણામોની અપેક્ષાએ અત્યંત સૂક્ષ્મ છે, તથા અત્યંત વ્યાપક તેમજ દૂરગામી છે; અર્થાત અભિપ્રાયનું ફળ પરિણામોથી અનંતગણું છે.
પ્રશ્ન:- અભિપ્રાયનું ફળ પરિણામોની અપેક્ષા એ અનંતગણું કેમ છે?
ઉત્તર :- અભિપ્રાયનું ફળ અનંતગણું એટલા માટે છે કે જો અભિપ્રાયમાં વિપરીતતા હોય તો પરિણામોમાં અનંતાનુબંધી કષાય રહે છે અને અભિપ્રાયની વિપરીતતા મટ્યા બાદ અનંતાનુબંધી કષાય પણ મટી જાય છે.
અભિપ્રાયની વૃત્તિનું વ્યાપક સ્વરૂપ જોવા જઈએ તો તે પરિણામો કરતાં અનંતગણી વધારે હોય છે. પરિણામ સીમિત પદાર્થો પ્રત્યે જસમર્પિત હોય છે, જયારે અભિપ્રાય અનંત પદાર્થોને પોતાનો વિષય બનાવે છે. જો આપણને ભૂખ લાગે તો આપણી ઇચ્છા એક સીમિત પ્રમાણમાં જ ભોજન કરવાની હોય છે અને તેટલાથી જ તૃપ્ત થઈ જાય છે, પરંતુ જો આપણાં અભિપ્રાયમાં એવી માન્યતા હોય કે ભોજનથી સુખ મળે છે, તો પછી હવે સીમિત પ્રમાણનો પ્રશ્ન જ રહેતો નથી; કારણ આપણા અભિપ્રાયમાં અનંત પરપદાર્થો પ્રત્યે સુખબુદ્ધિ છે. તેમજ જો આપણને કોઇ વ્યકિત પર ક્રોધ આવે તો આપણો ક્રોધ તે જ વ્યકિત પુરતો મર્યાદિત રહે છે, પરંતુ જો આપણે