________________
૪૬
ક્રિયા. પરિણામ અને અભિપ્રાય : એક અનુશીલના
પરમાર્થને જ બતાવવામાં આવે છે. જો એમ કહેવામાં આવે કે રાત્રિભોજન ના કરો તો તેનો આશય એવો જ થશે કે રાત્રિભોજનનો ભાવ પણ ન કરો. તેમજ દર્શન, પૂજન, વ્રતાદિ કરવાનો ઉપદેશ આપવામાં આવે છે તો તેનો આશય એવો થાય કે આવા ભાવ કરો. માટે જે લોકો કથન પદ્ધતિને સમજે છે, તે સ્વછંદી નહીં બને. જિનવાણીમાં પરિણામોનો ઉપચાર ક્રિયા પર કરી પાપક્રિયા છોડવાનો ઉપદેશ આપવામાં આવે છે. માટે ક્રિયાનું ફળ શૂન્ય કહેવા માત્રથી સ્વછંદતાનો પ્રસંગ નહીં આવે, પણ પરિણામનું ફળ મળે છે એવું જાણી પાત્ર જીવ પરિણામ સુધારવાનો ઉપાય કરશે, જેથી કષાય મંદ થશે, અને અનુચિત ક્રિયાનો નિષેધ એની મેળે થઇ જશે.
પ્રશ્ન :- જે કથન પદ્ધતિ નહી સમજે, તે તો સ્વછંદી બની જશે; તેથી ક્રિયાની મુખ્યતાથી કથન જ કરવું ન જોઈએ ?
ઉત્તર:- જેણે આત્મહિતની સાચી ભાવના હોય છે તે જિનવાણીની કથન પદ્ધતિ સમજીને જ તેનો અર્થ કરે છે. જયારે આપણે લૌકિક જીવનમાં પણ કથન નો ભાવ ગ્રહણ કરવાની ચતુરાઇ રાખીયે છીએ; તો આત્મહિત માટે તે ચતુરાઇનો પ્રયોગ કેમ નથી કરી શકતા? જો નથી કરતા તો સમજવું જોઇએ કે આપણને આત્મહિતની સાચી ભાવના નથી, આપણે છલ કરી રહ્યાં છીએ. પોતાની જાતને છેતરીએ છીએ. જેને છેતરાવું છે તેને ગમે તેવી ભાષા કહો તે ઊંધો જ અર્થ કાઢશે. જો એમ કહીએ કે “પાપ ભાવ છોડો' તો પણ તે પાપક્રિયા કરશે જ અને તે કહેશે કે “અમે ભાવ નથી કરતા ક્રિયા કરવાનો નિષેધ તો છે જ નહીં” માટે વ્યવહારની ભાષામાં જ પરમાર્થી સમજાવાય છે, અર્થાત્ ક્રિયાના માધ્યમથી જ પરિણામોની ચર્ચા કરવામાં આવે છે.
જીવ પોતાના અભિપ્રાય અને પરિણામોનું ફળ ભોગવે છે, માટે અભિપ્રાય અને પરિણામ સમ્યફ થાય, એવો પ્રયત્ન કરવો જોઇએ - એ જ પરમાર્થ છે.
તીર્થંકર ભગવંતોની દિવ્ય-દેશના, નિર્ચન્થ સંતો દ્વારા રચિત