________________
અધ્યાય - ૪ : ક્રિયા, પરિણામ અને અભિપ્રાયમાં ઉત્તરોત્તર સૂક્ષ્મતા
આપણે પૂજા શા માટે કરીએ છીએ ? આમ પરિણામો સામે ‘કેમ - શા માટે ?’ મૂકી તેનું કારણ શોધવામાં આવે અને પછી જે જવાબ આવે તેમાં પણ ‘શા માટે ?’ મૂકવામાં આવે. આવી રીતે બે ચાર વાર પ્રશ્નાર્થચિન્હો મૂકી વિચાર કરવાથી જે છેલ્લો જવાબ આવશે તે આપણા અભિપ્રાયને બતાવશે. દાખલા તરિકે નીચે જણાવેલ પ્રશ્નોત્તર જુઓ :
પ્રશ્ન :- આપણે વ્યાપાર શા માટે કરીએ છીએ ?
ઉત્તર :- ધન કમાવવા માટે.
પ્રશ્ન :- ધન શા માટે કમાવીએ છીએ ?
ઉત્તર :- ભોગ-સામગ્રી ભેગી કરવા.
પ્રશ્ન :- ભોગ-સામગ્રી શા માટે ભેગી કરીએ છીએ ? ઉત્તર :- સુખી થવા માટે.
આ બધા પરથી સિદ્ધ થાય છે કે આપણે ભોગોમાં સુખ માનીએ છીએ. આ માન્યતા જ આપણો અભિપ્રાય છે. આ અભિપ્રાય સાચો છે કે ખોટો ? તેની મીમાંસા એક અલગ વિષય છે, જેની ચર્ચા શાસ્ત્રોમાં અનેક સ્થળે કરવામાં આવી છે.
૩૫
પ્રશ્ન :- આમ ‘શા માટે’ ક્યાં સુધી લગાડશો ? આ તો અંતહીન પ્રક્રિયા બની જશે ?
ઉત્તર :- ‘શા માટે’ લગાડતા-લગાડતા જ્યારે પ્રયોજનભૂત સાત તત્ત્વો વિષે આપણી માન્યતા સ્પષ્ટ થઇ જાય, તો સમજી લ્યો કે આપણે અભિપ્રાય જાણી લીધો. ત્યાર બાદ ‘શા માટે ?’ લગાડવાની જરૂર નથી.
આ પ્રક્રિયાનું વિશેષ સ્પષ્ટીકરણ આગળ ઉપર યથાસ્થાને વધુ કરવામાં આવશે. અહીંયા તો માત્ર અભિપ્રાયની સૂક્ષ્મતા દર્શાવવા સંક્ષિપ્ત ચર્ચા કરવામાં આવી છે.
પ્રશ્ન :- અભિપ્રાય સ્પષ્ટ થયા બાદ ‘શા માટે?' પ્રશ્નાર્થચિહ્ન લગાડી શકાય કે નહીં ?
ઉત્તર :- જયારે અભિપ્રાય સમજવાનું જ પ્રયોજન હોય તો વધારે