________________
ક્રિયા. પરિણામ અને અભિપ્રાય : એક અનુશીલન
લોકો જાણી શકતાં નથી. જયારે તે ક્રિયાના માધ્યમથી વ્યક્ત થાય છે, ત્યારે જ અન્ય લોકો ક્રિયાના માધ્યમથી તેમનું અનુમાન જ્ઞાન કરી શકે છે. અભિપ્રાયની સૂક્ષ્મતા :ક્રિયા અને પરિણામોથી પરિચિત આ જગત અભિપ્રાયથી સાવ અપરિચિત જ છે. કારણ અભિપ્રાયની ધારા પરિણામોના તળિયે વહેતી હોય છે. જગતના પ્રાણીઓમાં મિથ્યા માન્યતાઓનો પ્રવાહ અનાદિકાળથી ચાલ્યો આવે છે, તો પણ તેમની તરફ કોઇનું ધ્યાન જતું નથી. અને કદાચ તે ખ્યાલમાં આવી જાય તો તેઓ અભિપ્રાય અને પરિણામમાં ભેદ સમજી શકતા નથી.
૩૪
જેમ કાર પૈડાં વડે સડક પર દોડે છે, પણ સ્ટીયરિંગથી તેની દિશા નક્કી કરાય છે; તેવી રીતે પરિણામ અભિપ્રાયથી ભિન્ન હોવા છતાં પરિણામોની દિશા અભિપ્રાય વડે નક્કી કરાય છે. જયાં સુધી અભિપ્રાયમાં દેહાદિમાં અહમ્બુદ્ધિ રહે છે, ત્યાં સુધી પરિણામોની ધારા પર પદાર્થો તરફ વહે છે, તથા જ્યારે અભિપ્રાયમાં પોતાના ચૈતન્ય સ્વભાવમાં અહમ્બુદ્ધિ થાય છે, ત્યારે પરિણામોનો પ્રવાહ પણ સ્વ સન્મુખ થઇ જાય છે.
અભિપ્રાયમાં પરિવર્તન એક ગુપ્ત ક્રાંતિ છે. જેમ બીજ માંથી અંકુર ફૂટે છે પણ તે જમીનની નીચે જ રહે છે, માટે કોઇને દેખાતું નથી. જ્યારે તે છોડ બની ઉપર આવે છે ત્યારે જ તે દેખાય છે; તે પ્રમાણે અભિપ્રાય બદલાતા તત્કાલ પરિણામો અને ક્રિયામાં મોટું પરિવર્તન દેખાતું નથી; પરિણામોમાં વિશેષ પરિવર્તન કાળાંતરે થાય છે. ત્યારે જ તે ક્રિયાના માધ્યમથી જગતને દેખાઇ શકે છે.
આ પ્રમાણે અભિપ્રાય, પરિણામોથી પણ વધારે સૂક્ષ્મ છે, જે જિનાગમના આલોકમાં વિશેષ પ્રયત્નપૂર્વક નિરિક્ષણ કરવાથી જ આપણા ખ્યાલમાં આવી શકે છે.
પ્રશ્ન :- અભિપ્રાયને સમજવા માટે આપણે કેવા પ્રકારનો પ્રયત્ન કરવો જોઇએ ?
ઉત્તર :- દૈનિક જીવનમાં આપણા જે પણ પરિણામો થાય છે, આપણે તેમાં પ્રશ્નાર્થચિહ્ન મૂકીએ છીએ કે તે શા માટે થાય છે ? જેવા કે