________________
અધ્યાય - ૪: ક્રિયા, પરિણામ અને અભિપ્રાયમાં ઉત્તરોત્તર સૂક્ષ્મતા
33
જો કે આપણા પરિણામોને જગત સીધી રીતે જાણતું નથી, તો પણ આપણે પોતે તો તેમને જાણીએ જ છીએ તેમને માત્ર આપણે જાણતાજ નથી પણ તેમાંથી ઉત્પન્ન થતા સુખ-દુ:ખ પણ આપણે ભોગવીએ છીએ.
ધારો કે, પ્રવચનને સમયે માઈક વગેરેની વ્યવસ્થામાં ભંગ થવાથી જો પ્રવચનકારને ક્રોધ આવી જાય, પણ તે એમ વિચારી તેનો ક્રોધ વ્યકત ના કરે કે જો હું ક્રોધ વ્યકત કરીશ તો મારી પ્રતિષ્ઠાને ધક્કો લાગશે; તો કોણ જાણશે કે તેને ક્રોધ આવ્યો છે ? બધા એમજ સમજશે કે પંડિતજી ઘણાં શાંત સ્વભાવના છે. જો કે તેમના પરિણામોમાં ક્રોધ છે અને તેઓ આકુળતાનું વેદન કરી રહ્યા છે છતાં તેમને શાંત પરિણામી સમજવામાં આવે છે, કારણ તેમણે ક્રિયાના માધ્યમથી ક્રોધ વ્યક્ત કર્યો નથી.
આ પ્રમાણે જ કોઇ દુકાનનો સેલ્સમેન અથવા વિમાનની પરિચારિકા સસ્મીત વદને આપનું સ્વાગત કરતા તે દુ:ખી પણ હોઇ શકે છે. શકય છે કે પોતાની માતાની બિમારીને કારણે તેણે રજા માગી હોય, પણ તેના ઉપરીએ તેને રજા ન આપી હોય; માટે તે માતાની ચિંતાથી દુ:ખી હોય, પણ હસતે મોઢે આપનું સ્વાગત કરવાની તેની ફરજ છે; માટે તેને હસવું તો પડશે જ, કારણ તેને હસતે મોઢે સ્વાગત કરવાનો પગાર મળે છે. જો કે આપ તેના દુ:ખને જાણી શકતા નથી, પરંતુ તે તો જાણી રહી છે અને ભોગવી પણ રહી છે. તે પ્રમાણે જ તમારી સાથે હસી હસીને વાતો કરતા પોતાનો માલ બતાવનાર સેલ્સમેન તમે માલ ન ખરીદો તો અંદર ને અંદર ખીજાતો હોય, પણ પોતાની ખીજ વ્યક્ત કરી શકતો નથી; માટે આપતો તેને શાંત સ્વભાવી જ સમજશો.
જે પરિણામોને આપણે બીજાઓ સામે પ્રગટ થવા દેવા નથી માગતા, આપણે તેને ક્રિયામાં વ્યકત ન થવા દેવાનો પ્રયાસ કરીએ છીએ. એ વાત તો જુદી છે કે આપણે તેમાં સફળ થઈ શકશું કે નહીં? તે તો આપણી અભિનય કુશલતા કે અકુશલતા પર નિર્ભર છે, જો માયા કષાયની તીવ્રતા હોય તો પોતાના પરિણામોને છુપાવવામાં સફળ થઇશું.
આ પ્રમાણે ક્રિયાનું જ્ઞાન બધાને હોવા છતાં પરિણામોને અન્યા