________________
૩૨
ક્રિયા. પરિણામ અને અભિપ્રાય: એક અનુશીલના
તથા ટી.વી. પર ૨૪ કલાક આપવામાં આવતા સમાચારોમાં એ જ ઘટનાઓ ગુંજતી રહે છે.
પૂજન વિધાન કરાવતી વખતે જો વિધાનાચાર્ય દીપની જગ્યાએ ધૂપનો છંદ બોલી દે, તો જનતા તરત ટોકે છે. પ્રવચનમાં જો એક શબ્દનો પણ ખોટો પ્રયોગ થઇ જાય તો તત્કાળ તેની પ્રતિક્રિયા સામે આવી જાય છે.
કેવળ ખરાબ કામોનો જ નહીં પણ સારા કામોનો પ્રભાવ પણ જનસામાન્ય પર પડે છે. પાંચે પાપોના ત્યાગી મુનિરાજોના જીવનથી આપણને પણ તપ, ત્યાગ અને સંયમની પ્રેરણા મળે છે. જગત તેમના ચરણોમાં નત-મસ્તક રહે છે. જો કોઈ રીક્ષાવાળો કોઇની ભૂલાએલી પર્સ પોલીસ સ્ટેશનમાં જમા કરાવી દેકેતેના માલિક સુધી પહોંચાડી દેતો વર્તમાન પત્રોમાં પ્રામાણિકતા હજુ બાકી છે શીર્ષક હેઠળ તેની પ્રશંસા છપાય છે. તેમજ જો સાંપ્રદાયિક હુલ્લડમાં એક સંપ્રદાયની વ્યક્તિ બીજા સંપ્રદાયની વ્યક્તિની રક્ષા કરે તો તેની માનવતાના ગીતો પણ સૂચના માધ્યમોમાં ગવાયા
છે.
આ પ્રમાણે બાહ્ય ક્રિયા અત્યંત સ્થૂળ હોવાથી ક્રિયાના સ્તર પર થનારી ભૂલ પણ બધાને દેખાય છે. જો એમ કહીએ કે જગત માત્ર ક્રિયાઓને જ દેખે છે, તો કોઇ અતિશયોક્તિ નથી. અહીં ક્રિયાની ચર્ચા કરતી વખતે શરીરાદિ પર-પદાર્થોની ક્રિયાઓને જીવની કહી છે; પણ આ કથન અસભૂત-વ્યવહાર નયની અપેક્ષાએ સમજવું જોઇએ. વાસ્તવમાં આત્મા આ ક્રિયાઓનો કર્તા નથી. આત્માના રાગાદિભાવોના નિમિત્તે તે ક્રિયાઓ થાય છે. તેથી આત્માને વ્યવહારનયથી તેમનો કર્તા કહ્યો છે.
પરિણામોની સૂક્ષ્મતા-સ્થૂળતા :- ક્રિયાની અપેક્ષાએ પરિણામ ઘણા સૂક્ષ્મ હોય છે. તે બીજાઓની પકડમાં તો સીધા આવતા નથી, પરંતુ ક્રિયાના માધ્યમથી જ જણાય છે. ક્રિયા વ્યક્ત હોય છે અને પરિણામ આવ્યક્ત હોય છે. માટે પરિણામોની જાણ જગતને ત્યારે જ થાય, જયારે તે ક્રિયાના માધ્યમથી વ્યક્ત થાય અર્થાત્ તેમના નિમિત્તે ક્રિયા પણ તેવી જ હોય જેવા પરિણામ થયા છે.