________________
અધ્યાય
કિયા, પરિણામ અને અભિપ્રાયમાં ઉત્તરોત્તરસૂમતા
ક્રિયા, પરિણામ અને અભિપ્રાયની પરિભાષા તેમજ સ્વરૂપની ચર્ચા બાદ એક વાત વિશેષ જણાય છે કે, બીજું પહેલાની અપેક્ષાએ વધારે સૂક્ષ્મા
અહીં સ્થૂલતા કે સૂક્ષ્મતાનો આશય તેમના આકાર-પ્રકારથી નથી, પરંતુ તેમના પ્રમેયત્વ સાથે છે અર્થાત્ જે જેટલી શીવ્રતા અને સરળતાથી જણાય, તે સ્થૂળ છે અને જેને જાણવામાં વિશેષ પ્રયત્ન કરવો પડે, તે સૂક્ષ્મ છે.
ક્રિયાની સ્થૂળતા:- ઉપરની પરિભાષાના સંદર્ભમાં જોવા જઈએ તો ક્રિયા સર્વાધિક સ્કૂળ છે. પોતાની ક્રિયાઓને તો આપણે પોતે જાણીએ જ છીએ, બીજાઓ પણ જાણી લે છે. જગતમાં કોઇ વ્યકિતની પ્રશંસા કે નિંદા તેની બાહ્ય-ક્રિયાઓના માધ્યમથી થાય છે. આ જ કારણ છે કે સાધારણ વ્યક્તિ ધર્મ કરવા સૌ પ્રથમ તે બાહ્ય-ક્રિયાઓને જ અંગીકાર કરે છે, જેથી લોકમાં પ્રશંસા મળે છે અથવા જેને ધર્મ કહેવામાં આવે છે.
ક્રિયાની ગંધ અર્થાત તેનો પ્રભાવ બહુ ઝડપથી ફેલાય છે. આજના સૂચના-ક્રાન્તિના યુગમાં તો પ્રત્યેક ઘટનાની સૂચના થોડીક મિનિટોમાંજ આખી દુનિયામાં ફેલાઇ જાય છે. જો વડાપ્રધાનને શરદી પણ થઇ જાય, તો આખી દુનિયાને ખબર પડી જાય છે. દુનિયાના કોઇપણ ખૂણે થતી હિંસા, લૂંટફાટ, ચોરી, બળાત્કાર વગેરે ઘટનાઓથી વર્તમાનપત્રો ભરેલા હોય છે