________________
૨૪
ક્રિયા. પરિણામ અને અભિપ્રાય : એક અનુશીલન
લાગતો હોય. પણ જયારે કાર ચલાવતા શીખતો હતો ત્યારે તે પૂરું ધ્યાન (જ્ઞાનની એકાગ્રતા) તે તરફ જ રાખતો હતો કે “હવે ક્લચ દબાવવાનો છે, હવે ગિયર બદલવાનો છે? - વગેરે, પણ પૂરૂં શીખી લીધા પછી આ ક્રિયાઓ સહજ થતી રહે છે અને તેના પરિણામ કેસેટ સાંભળવામાં કે આપણી સાથે વાતો કરવામાં રહે છે.
તે પ્રમાણે જ કોઇ કુશળ ટાઈપીસ્ટ પણ વાતો કરતો રહે છે, લખેલું વાંચતો રહે છે તથા તેની આંગળીઓ બરાબર ટાઇપ પણ કરતી રહે છે.
ઉપરોકત ડ્રાઇવર અને ટાઇપિસ્ટની જેમ આપણા જીવનમાં પણ એવા ઘણા પ્રસંગો બનતા હોય છે. ભોજન કરતા ટી. વી. જોવાની ક્રિયા ચાલતી રહે છે. અને તે જ સમયે આપણે કોઈ સાથે વાતો કરતા રહીયે કે કંઇક વિચાર કરતા હોઇએ.
- ખાવા-પીવા વગેરે લૌકિક ક્રિયાઓની તો વાત શી કરવી ? આપણી ધાર્મિક ક્રિયાઓમાં તો સામાન્ય રીતે એવું જ બનતું હોય છે. પૂજન પ્રારંભ કરતી વખતે થોડીક ક્ષણ સુધી તો પૂજન ના છંદો ભાવપૂર્વક વંચાય છે, પણ તરતજ આપણું મન (પરિણામ) ધંધો-વેપારાદિ લૌકિક વિષયોમાં જતું રહે છે. આપણે દિવસભરના કાર્યક્રમની યોજના તે જ સમયે બનાવી લઈયે છીએ કે આજે અમુકને ડ્રાફ્ટ મોકલવો છે, તેને માલ મોકલવો છે, પેલી મીટીંગમાં જવાનું છે .....વગેરે. આપણે કેવળ યોજના જ નથી બનાવતા, પરંતુ તે વિષયમાં એટલા તન્મય બની જઈએ છીએ કે વિકલ્પોમાં જ બધા કાર્યો પૂર્ણ કરી લઈએ છીએ, અને મુખેથી પૂજનના છંદો બોલતા રહીયે છીએ અને હાથથી પૂજન-સામગ્રી ચઢતી જાય છે. જયારે પૂજા પુર્ણ થઇ જાય છે ત્યારે જાણે આપણે ભાનમાં આવીએ છીએ કે “અરે પૂજાતો પૂરી થઈ ગઈ'.
અંગ્રેજીમાં એક કહેવત છે – ‘Present body absent mind’ અર્થાત્ “શરીર ઉપસ્થિત અને મન અનુપસ્થિત” આ કહેવત પણ ક્રિયા અને પરિણામની ભિન્ન દિશાઓવાળી સ્થિતિ સિદ્ધ કરે છે. તેઓમાં અત્યંત અભાવ હોવાથી તેઓનું સ્વરૂપ તો પરસ્પર ભિન્ન જ રહે છે, ભલે ને તે એક