________________
અધ્યાય - ૩: ક્રિયા, પરિણામ અને અભિપ્રાયનું જીવનમાં સ્થાન
પહેલા ક્રિયાનો પડદો હોવાથી તે ક્રિયા બધાને દેખાય છે, તથાપિ પરિણામોનો પડદો પાછળ હોવાથી બીજાઓને દેખાતો નથી. તે પોતાને તો અવશ્ય દેખાય છે, કારણ તે પોતાના અંતરંગમાં હોય છે અને આપણે તેનું વેદન કરીએ છીએ, તેને ભોગવીએ છીએ. ક્રિયા અને પરિણામમાં પરસ્પર સંબંધ :
પરિણામો અને ક્રિયાઓમાં સામાન્યત: નિમિત્ત-નૈમિત્તિક સંબંધ હોય છે. તેથી જેવા આપણાં પરિણામ (ભાવ) હોય છે, સામાન્ય રીતે તેવી જ બાહ્ય ક્રિયા પણ હોય છે. ખાવું-પીવું, ઉઠવું-બેસવું, બોલવું, ધંધોવ્યાપાર વગેરે લૌકિક ક્રિયાઓ તથા ભક્તિ, પૂજા, દાન વગેરે ધાર્મિક ક્રિયાઓ કરતી વખતે સામાન્ય રીતે આપણા પરિણામ પણ તેવા જ હોય છે.
ઉપરોક્ત નિમિત્ત-નૈમિત્તિક સંબંધને કારણે ક્રિયા જોઇપરિણામોનો અંદાજ સહજ જ આવી જાય છે. માટે ક્રિયાના માધ્યમથી પરિણામ જાણી શકાય છે. ભોજન કે પૂજા કરતી વ્યકિતને જોઇએમ કહેવાશે કે આ સમયે આ
વ્યક્તિના ભાવ ભોજન કરવાના કે પૂજા કરવાના છે. ક્રિયા અને પરિણામની સ્વતંત્રતા :
ઉપર જણાવ્યા મુજબ નિમિત્ત-નૈમિત્તિક સંબંધ હોવા છતાં ઘણાં પરિણામ તથા ઘણી બધી ક્રિયાઓ એવી પણ હોય જેમનો આપસમાં કોઇ સંબંધ ન હોય. જીવનમાં એવા પણ ઘણા પ્રસંગો બને છે કે જેવા ભાવ હોય તેવી ક્રિયા નથી હોઈ શકતી અને જેવી ક્રિયા હોય તેવા ભાવો હોતા નથી.
પ્રશ્ન:- ક્રિયા કોઇ જુદી હોય અને પરિણામ કોઇ જુદા - એવું ક્યારે બને છે?
ઉત્તર:- જેમ કે કારનો કુશળ ડ્રાઇવર કાર ચલાવતા ચલાવતા કેસેટ પણ સાંભળતો હોય અને આપણી સાથે વાતો પણ કરતો હોય, તેના હાથપગ કાર ચલાવવાની ક્રિયા કરતા રહે છે અને આ ક્રિયા કરતા તેના પરિણામ કે ઉપયોગ (ધ્યાન) કેસેટ સાંભળવામાં કે આપણી સાથે વાતો કરવામાં