________________
ક્રિયા. પરિણામ અને અભિપ્રાય : એક અનુશીલન
માલ છે. રત્નત્રયના ત્રણે અંગોનું પેકિંગ અને માલનું સ્વરૂપ નીચે મુજબ સમજી શકાય છે :
૧૬
સમ્યગ્દર્શન :- સાચા દેવ-શાસ્ત્ર-ગુરૂની શ્રદ્ધા અને જીવ આદિ સાત તત્ત્વોની વિકલ્પાત્મક શ્રદ્ધા પેકિંગ છે તથા પરદ્રવ્યોથી ભિન્ન આત્માની રૂચિ માલ છે.
સમ્યજ્ઞાન :- જિનાગમનું પઠન-પાઠન વગેરે પેકિંગ છે અને પોતાના આત્માને જાણવો માલ છે.
સમ્યક્ચારિત્ર :- અણુવ્રત મહાવ્રતાદિ બાહ્ય-ક્રિયાઓ અને તદનુરૂપ શુભભાવ પેકિંગ છે અને આત્મસ્વરૂપમાં લીનતા માલ છે.
જેવી રીતે માલ સહિત પેકિંગ ને પણ માલ કહે છે, તેવી રીતે નિશ્ચય રત્નત્રય સહિત વ્યવહાર રત્નત્રયરૂપ શુભભાવ તેમજ ક્રિયા (પેકિંગ) ને પણ રત્નત્રય કહેવાનો વ્યવહાર છે. આ પ્રમાણે બધે સમજવું જોઇએ.
પ્રશ્ન :- શું ભગવાન આત્માને માલ અને શુદ્ધ પર્યાયોને પેકિંગ કહી
શકાય ?
ઉત્તર :- ઉદાહરણને સંદર્ભ સહિત તથા એકદેશ ગ્રહણ કરવું જોઇએ. અહિં મોક્ષમાર્ગનું પ્રકરણ છે અને વીતરાગ ભાવ જ વાસ્તવિક મોક્ષમાર્ગ છે, માટે તેને ‘માલ’ અર્થાત મૂળ વસ્તુ સમજવી જોઇએ. જયારે ભગવાન આત્માનું વર્ણન કરવાનું હોય ત્યારે તેને માલ તથા પર્યાયોને પેકિંગ કહેવામાં આવે છે.
આમ મુક્તિનો માર્ગ પેકિંગ સહિત પ્રારંભ થાય છે. તેની પૂર્ણતા થઇ જતાં પેકિંગ છૂટી જાય છે અને માલ અર્થાત્ મુક્તિનો માર્ગ, માર્ગનું ફળ અર્થાત્ મુક્તિમાં પરિવર્તિત થઇ જાય છે.
સિદ્ધજીવ, પુદ્ગલ પરમાણું તથા ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશ અને કાલ દ્રવ્ય પેકિંગ વિનાના હોય છે. શુદ્ધ પુદ્ગલ પરમાણુને માલ તથા કોઇ પુદ્ગલ સ્કંધોને પેકિંગ-સામગ્રી કહી શકાય છે.