________________
અધ્યાય - ૨ : ક્રિયા, પરિણામ અને અભિપ્રાયનું સ્વરૂપ
૧૫
ઘઉં ચોખા વગેરે અનાજ, કેરી સંતરા વગેરે ફળ, છાલ સહિત જ ઉત્પન્ન થાય છે. જેવી રીતે મોટેભાગે બધો માલ કોઇને કોઇ પેકિંગ સહિત જ હોય છે, તેવી રીતે આત્મા પણ અનાદિકાળથી દ્રવ્યકર્મ, ભાવકર્મ અને નોકર્મના પેકિંગ સહિત છે. ઉપયોગ લક્ષણ વાળો ચૈતન્ય સ્વરૂપ આત્મા માલ છે તથા આ શરીર, આઠ કર્મ, તેજસ શરીર અને મોહ-રાગ દ્વેષાદિ ભાવ તેનું પેકિંગ છે.
આધ્યાત્મિક સંપુરૂષ પૂજય ગુરુદેવશ્રી કાનજીસ્વામી, ભગવાન આત્માનું સ્વરૂપ સમજાવવા નારિયેળનું ઉદાહરણ આપે છે. જેવી રીતે નારિયેળના રૂછડાં, કોચલું(કાચલી) તથા કોપરાના ગોળા ઉપરની લાલ છાલ એ બધું નારિયેળનું પેકિંગ છે, માલ નથી. લાલ છાલની અંદર જે સફેદ અને મીઠો ગોળો છે તે જ માલ છે, તે જ અસલી નારિયેળ છે. તેમજ આ
દારિક શરીર, આઠ કર્મ અને મોહ-રાગ દ્વેષાદિ વિકારી ભાવ આત્મા નથી. તે તો આત્માની પેકિંગ છે. જ્ઞાન દર્શનમયી ચૈતન્યસ્વભાવી ત્રિકાળી જ્ઞાયક ભાવ જ માલ છે તે જ ખરો આત્મા છે.
માલ તથા પેકિંગ સાથે સાથે રહે છે, માટે પેકિંગને પણ માલ કહેવામાં આવે છે; પરંતુ પેકિંગ સાથે માલ હોય તો તે પેકિંગ પણ માલ કહેવાશે. જો માલ ન હોય અને માત્ર પેકિંગ હોય તો તેને કચરો કહેવામાં આવે છે. કાગળના ડબ્બામાં મિઠાઇ હોય તો બ્બાને મિઠાઇનો ડબ્બો કહેવામાં આવે છે. મિઠાઈ કાઢી લીધા બાદડબ્બાને કચરો સમજી ફેંકવામાં આવે છે.
જેવી રીતે નારિયેળ, મિઠાઇ, સાબુ વગેરે સ્થૂળ પદાર્થ તથા સંસારી જીવ પેકિંગ સહિત હોય છે; તેવી રીતે સાધક દશામાં ઉત્પન્ન થવા વાળાં સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર પણ પેકિંગ સહિત હોય છે. અસલી રત્નત્રય અર્થાત્ માલ ને શાસ્ત્રોમાં નિશ્ચય રત્નત્રય કહેવામાં આવે છે અને તેમની સાથે ઉત્પન્ન થતા શુભભાવ અને બાહ્ય ક્રિયારૂપ પેકિંગને નિશ્ચય રત્નત્રયનો ઉપચાર કરીને શાસ્ત્રોમાં વ્યવહાર-રત્નત્રય કહેવામાં આવે છે.
આ પ્રમાણે વ્યવહાર રત્નત્રય ધર્મનું પેકિંગ છે તથા નિશ્ચય-રત્નત્રય