________________
ક્રિયા. પરિણામ અને અભિપ્રાય: એક અનુશીલના
છે. માટે તેના અભિપ્રાયમાં અગૃહિત મિથ્યાત્વરૂપ પરિણમન થવા છતાં પણ તેના તત્ત્વ-નિર્ણયમાં સ્થૂળ ભૂલ નથી હોતી. માટે પંડિતજીએ તેમનું
સ્વરૂપ બતાવતા તત્ત્વ-નિર્ણયની પ્રક્રિયાનું વર્ણન કર્યું છે. જો તેમના તત્ત્વનિર્ણયમાં કોઈ સ્થૂળ વિપરીતતા આવી જાય તો તે નિશ્ચયાભાસી, વ્યવહારાભાસી કે ઉભયાભાસી બની જશે અને જો તે યથાર્થ તત્ત્વ-નિર્ણય કરી લે તો અલ્પકાળમાં જ સમ્યગ્દષ્ટિ બની જશે.
ઉપર જણાવેલ ત્રણે મિથ્યાદષ્ટિઓનું સંક્ષિપ્ત સ્વરૂપ
નિશ્ચયાભાસી, વ્યવહારાભાસી અને ઉભયાભાસીનું સ્વરૂપ સંક્ષેપમાં માલ અને પેકિંગના ઉદાહરણથી સમજી શકાય છે.
બજારમાં જે પણ વસ્તુ મળે છે તે કોઇને કોઇ અન્ય વસ્તુના આવરણમાં લપેટેલી હોય છે. લૌકિક ભાષામાં મૂળ વસ્તુને “માલ” તથા તેની ઉપરના આવરણને ‘પેકિંગ’ કહે છે. વસ્તુ વિષે પેકિંગ પર જરૂરી માહિતી પણ લખેલી હોય છે, માટે તે મૂળ વસ્તુનો પરિચય પણ આપે છે તથા તેને સુરક્ષિત પણ રાખે છે.
માલ જેટલો વધુ કિમતી હોય તેનું પેકિંગ પણ તેનાજ પ્રમાણમાં વધુ કિંમતી હોય છે. ખાંડ ની ગુણી માત્ર ૧૦-૧૫ રૂપિયાની હોય છે, ત્યારે હીરાનો હાર જેડબ્બામાં રાખવામાં આવે છે તે ડબ્બો જ૧૦૦-૨૦૦ રૂપિયાનો હોય છે. મનુષ્યો વડે જે કૃત્રિમ ઉત્પાદન કરવામાં આવે છે તેમાં માલ અલગ ઠેકાણે બને છે તથા પેકિંગ અલગથી બને છે અને પછી તે પેકિંગમાં માલ પેક કરવામાં આવે છે. સાબુ કયાંક અલગ ઠેકાણે બને જયારે તેના ઉપર લપેટેલો કાગળ અલગ ઠેકાણે બને છે. તે કાગળ પર માલનું નામ અને વજન વગેરે લખાય છે, પછી તેને ફેકટરીમાં લઇ જઇ તેમાં સાબુ પેક કરવામાં આવે છે. પછી તે કાગળમાં લપેટેલા સાબુને જ માલ કહેવામાં આવે છે અને આવા ઘણા સાબુઓને લાકડા કે કાગળ આદિની પેટીમાં ફરીથી પેક કરવામાં આવે
છે.
નિસર્ગમાં પેદા થતા ઉત્પાદનો પેકિંગ સહિત જ ઉત્પન્ન થાય છે.