________________
અધ્યાય - ૨ : ક્રિયા, પરિણામ અને અભિપ્રાયનું સ્વરૂપ
૧૩
રહી, માટે તેણે ધારેલો પુરૂષાર્થ કરવા છતાં પણ એને મોક્ષમાર્ગની પ્રાપ્તિ થઇ નથી.
પ્રશ્ન:- પાછલા અધ્યાયમાં આપે શ્રીમદ્ રાજચંદ્રજી ની પંક્તિ બિના સદ્ગુરૂ કોય ન ભેદ લહે' નો ઉલ્લેખ કર્યો હતો, જયારે કે અહિં કહો છો કે આ જીવને જ્ઞાની ગુરૂ કે સર્વજ્ઞ ભગવાનની દિવ્યધ્વનિ અનંતવાર પ્રાપ્ત થઈ, છતાં તેને સાચો મોક્ષમાર્ગ પ્રગટ થયો નથી. શું આ બન્ને કથનોમાં વિરોધાભાસ નથી?
ઉત્તર :- એ વાત પરમ સત્ય છે કે જ્ઞાની ગુરૂ કે સર્વજ્ઞ ભગવાનની દિવ્યધ્વનિ પ્રાપ્ત કર્યા વિના સમ્યગ્દર્શન થતું નથી, પરંતુ એવો પણ કોઈ નિયમ નથી કે તેઓની દિવ્યધ્વનિ મળ્યા બાદ સમ્યગ્દર્શન થઈ જ જશે. જો એવો નિયમ હોત તો સમવસરણમાં બધાજ જીવો સમ્યગ્દષ્ટિ થઇ જાય. માટે તે બન્ને કથનોમાં કોઇ વિરોધ નથી.
- જિનાગમનું પઠન-પાઠન કરવા છતાં આ જીવ અનેક પ્રકારની વિપરીત માન્યતાઓને કારણે અજ્ઞાની રહી જાય છે – આ તથ્ય ને સ્પષ્ટ કરવા મોક્ષમાર્ગ પ્રકાશક ગ્રંથના સાતમાં અધિકારમાં પંડિત ટોડરમલજીએ જેનાભાસી મિથ્યાષ્ટિઓનું વર્ણન કરતા નિશ્ચયાભાસી, વ્યવહારાભાસી, ઉભયાભાસી અને સમ્યક્ત્વ સમ્મુખ મિથ્યાદષ્ટિઓની વિસ્તૃત ચર્ચા કરી છે.
ઉપરોક્ત ચારે પ્રકારના મિથ્યાત્વ, અભિપ્રાયમાં જોવા મળે છે, ક્રિયા અને પરિણામમાં નહીં. ક્રિયા, પરિણામ અને અભિપ્રાયનું વિશેષ વર્ણના વ્યવહારાભાસી મિથ્યાદષ્ટિના પ્રકરણમાં આવ્યું છે. માટે આ વિષયને ઊંડાણપૂર્વક સમજવા, ઉપરોકત ચારે પ્રકારના મિથ્યાત્વની સંક્ષેપમાં માહિતી આવશ્યક છે.
અહીં એક વાત વિશેષ ધ્યાન આપવાયોગ્ય છે કે ઉપરોકત ચારે પ્રકારમાં તો પ્રથમ ત્રણ પ્રકારના મિથ્યાષ્ટિઓની તો તત્ત્વ-નિર્ણયમાં જ ભૂલ છે. સમ્યક્ત્વ સમ્મુખ મિથ્યાદૃષ્ટિ જીવ તત્વ-નિર્ણયની પ્રક્રિયામાં