________________
ક્રિયા. પરિણામ અને અભિપ્રાય : એક અનુશીલન
પ્રશ્ન:- ‘અભિપ્રાય’ શબ્દના અપેક્ષા, દૃષ્ટિકોણ, માન્યતા, ઉદ્દેશ, વિશ્વાસ વગેરે અનેક અર્થ થવા છતાં આપ તેને ‘માન્યતા’ ના અર્થમાં જ કેમ ગ્રહણ કરો છો ?
૧૨
ઉત્તર :- ઉપર જણાવેલ અનેક અર્થો લખી અમે તેમનો સ્વીકાર તો કરીએ જ છીએ, પરંતુ આ વિવેચનનો ઉદ્દેશ જ વિપરીત શ્રદ્ધાન અર્થાત્ માન્યતાનું સ્પષ્ટીકરણ કરવાનો છે. આ વિવેચનનો મૂળ આધાર મોક્ષમાર્ગ પ્રકાશક ગ્રંથમાં પણ માન્યતાના અર્થમાં અભિપ્રાય શબ્દનો પ્રયોગ કરવામાં આવ્યો છે. માટે અહીં માન્યતાના અર્થમાં ગ્રહણ કરવો જ યોગ્ય છે.
પ્રશ્ન :- ક્રિયા, પરિણામ અને અભિપ્રાયમાં યોગનું શું સ્થાન છે ?
ઉત્તર :- મન-વચન-કાયા ને નિમિત્તે થનારા આત્મ પ્રદેશોના કંપનને યોગ કહે છે. યોગ પણ ઉત્પાદ-વ્યયરૂપ હોવાથી ક્રિયા જ છે. પરંતુ અહિં જે સંદર્ભમાં તેમની ચર્ચા કરવામાં આવી રહી છે તે દૃષ્ટિથી જોવામાં આવે તો યોગ જીવના યોગગુણનું પરિણમન હોવાથી ‘પરિણામ’ કહેવાશે. મનને નિમિત્તે થનાર જીવના ભાવો પણ પરિણામ છે, તથા વચન અને કાયની ક્રિયા ‘ક્રિયા’ કહેવાશે. ‘અભિપ્રાય' મન-વચન-કાયની ક્રિયાથી ભિન્ન છે. કારણ અહીં શ્રદ્ધાગુણના પરિણમનને અભિપ્રાય કહેવામાં આવ્યો
છે.
અભિપ્રાયની વિપરીતતા
જેવું કે પહેલાં સ્પષ્ટ કરી ચૂકયા છીએ કે આ જીવને મનુષ્યભવની પ્રાપ્તિ અનંતવાર થઇ છે અને જ્ઞાની ગુરૂ અથવા સર્વજ્ઞ ભગવાનની સાક્ષાત દિવ્યધ્વનિનો લાભ પણ અનંતવાર પ્રાપ્ત થયો છે. ગુરૂના ઉપદેશથી પ્રેરિત થઇ આ જીવે સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રને મુક્તિનું કારણ જાણી તેની પ્રાપ્તિના પ્રયત્નો પણ અનેક વાર કર્યા છે. પણ તેણે (જીવે) સમ્યગ્દર્શનજ્ઞાન-ચારિત્રનું વાસ્તવિક (નિશ્ચય) સ્વરૂપ જાણ્યા વગર તેમના બાહ્ય (વ્યવહાર) સ્વરૂપને જ પરમાર્થ માની, તેની જ પ્રાપ્તિનો પુરૂષાર્થ કર્યો છે. રત્નત્રયના અંતરંગ સ્વરૂપને ન જાણવાથી જ તેના પુરૂષાર્થની દિશા વિપરીત