________________
અધ્યાય - ૨ : ક્રિયા, પરિણામ અને અભિપ્રાયનું સ્વરૂપ
આ પેકિંગ તથા માલ સંબંધી વ્યવસ્થા જીવનના પ્રત્યેક ક્ષેત્રમાં સમાયેલ છે. આપણાં મનોભાવો અને તેઓને વ્યક્ત કરનારા બાહ્યાચરણમાં પણ આ જ વ્યવસ્થા લાગુ પડે છે. લોકમાં દરેક વ્યકિત આ વ્યવસ્થાને જાણે છે અને માટે જ પેકિંગને પેકિંગ તથા માલને માલ સમજી યથાયોગ્ય આચરણ કરે છે.
માલ અને પેકિંગ સંબંધી ભૂલ:- લોકવ્યવહારમાં અત્યંત ચતુર હોવા છતાં પણ અજ્ઞાની જીવ આત્માનું સ્વરૂપ તથા રત્નત્રય ધર્મના સ્વરૂપ વિષે આ વ્યવસ્થાને સમજતા નથી, માટે તે મુખ્ય ત્રણ પ્રકારની ભૂલો કરે છે. આ જ ભૂલોની વિસ્તારથી ચર્ચા પંડિત ટોડરમલજીએ મોક્ષમાર્ગપ્રકાશક ગ્રંથના સાતમાં અધિકારમાં નિશ્ચયાભાસ, વ્યવહારાભાસ અને ઉભયાભાસના રૂપે કરી છે. એ ભૂલોને પેકિંગ તથા માલની ભાષામાં નીચે મુજબ સમજી શકાય છે.
૧) નિશ્ચયાભાસ :- પેકિંગની આવશ્યકતા બિલકુલ ન સમજી તેને વ્યર્થ જાણી તેનો સર્વથા નિષેધ કરવો તે નિશ્ચયાભાસ છે, અર્થાત્ આત્માને સર્વથા રાગાદિ રહિત માનવો અને વ્રત શીલ સંયમાદિને સર્વથા હેય માની તેનો નિષેધ કરવો તે નિશ્ચયાભાસ છે.
(૨) વ્યવહારાભાસ :- માલનું સ્વરૂપ સમજયા વિના, તેને પેકિંગથી ભિન્ન ન માની, પેકિંગ ને જ માલ સમજવો તે વ્યવહારાભાસ છે, અર્થાત્ આત્માને મનુષ્ય, દેવ, આદિરૂપે માનવો અને વ્રત શીલ સંયમ વગેરેને જ મોક્ષમાર્ગ માનવો તે વ્યવહારાભાસ છે.
(૩) ઉભયાભાસ :- પેકિંગ અને માલ બન્નેમાં અંતર ન સમજી બન્નેને એક સમાન માનવું છે ઉભયાભાસ છે, અર્થાત્ આત્માના દ્રવ્ય અને પર્યાય બન્ને રૂપોને ઉપાદેય માનવા અને વીતરાગભાવ તથા વ્રત શીલ સંયમ વગેરે શુભભાવ, બન્નેને મોક્ષમાર્ગ માનવો તે ઉભયાભાસ છે.
(૪) માલ અને પેકિંગના સંદર્ભમાં જ્ઞાનીની માન્યતા:- જ્ઞાની માલ ને માલ’ અને પેકિંગને “પેકિંગ’ સમજે છે. તેઓ પેકિંગનો સર્વથા