________________
અદયા,
ક્રિયા, પરિણામ અને અભિપ્રાયનું સ્વરૂપ
જો કે મોક્ષમાર્ગ પ્રકાશકના ચોથાથી સાતમા અધિકારમાં કરવામાં આવેલા મિથ્યાદર્શન -જ્ઞાન-ચારિત્રના નિરૂપણમાં અભિપ્રાયની વિપરિતતાનું જ વર્ણન છે. છતાં સાતમા અધિકારમાં “સમ્યફચારિત્રનું અન્યથા સ્વરૂપ” નું વર્ણન પ્રારંભ કરતાં પંડિતજીએ ‘ક્રિયા’, ‘પરિણામ” અને “અભિપ્રાય’ શબ્દોનો સ્પષ્ટપ્રયોગ કરીને અભિપ્રાય પર વિશેષ વજન આપ્યું છે. તેમના નીચે જણાવેલ વિચારો જ આપણને ઉપર જણાવેલ ત્રણે શબ્દોનું ગહન ચિંતન કરવા માટે પ્રેરિત કરે છે :
હવે તેને સમ્યફચારિત્ર અર્થે કેવી પ્રવૃત્તિ છે તે કહીએ છીએ -
બાહ્યક્રિયા ઉપર તો તેની દષ્ટિ છે પણ પરિણામ સુધરવાબગડવાનો વિચાર નથી; જો પરિણામોનો પણ વિચાર થાય તો જેવા પોતાના પરિણામ થતા દેખે તેના જ ઉપર દષ્ટિ રહે છે; પરંતુ તે પરિણામોની પરંપરા વિચારતા અભિપ્રાયમાં જે વાસના છે તેને વિચારતો નથી, અને ફળ તો અભિપ્રાયમાં વાસના છે તેનું લાગે છે. તેનું વિશેષ વ્યાખ્યાન આગળ કરીશું ત્યાં તેનું સ્વરૂપ બરાબર ભાસશે.1
ઉપરોકત પંક્તિઓમાં જણાવેલ ત્રણે શબ્દોના અહીં કોઈ વિશિષ્ટ અર્થ છે જે પ્રચલિત અર્થ થી ભિન્ન છે. એ ત્રણે બિન્દુઓ પર વિસ્તારથી
1 મોક્ષમાર્ગ પ્રકાશક ગુજરાતી : પાનુ - ૨૪૮