________________
ક્રિયા. પરિણામ અને અભિપ્રાય : એક અનુશીલન
ચર્ચા કરતા પહેલાં તેઓના પ્રાસંગિક અર્થ સમજવા અત્યંત આવશ્યક છે.
(૧) ક્રિયા :- સૈદ્ધાંતિક દૃષ્ટિથી જોઇએ તો પ્રત્યેક દ્રવ્યમાં એક પર્યાયનો વ્યય થઇ બીજી પર્યાય ઉત્પન્ન થાય અર્થાત્ પર્યાયોના બદલવાને ‘ક્રિયા’ કહેવામાં આવે છે. કવિવર પંડિત બનારસીદાસજીના શબ્દોમાં :કર્તા પરિણામી દરબ, કર્મરૂપ પરિણામ । કિરિયા પરજય કી ફિરનિ, વસ્તુ એક ત્રય નામ II
८
‘ક્રિયા’ શબ્દનો ઉપરોકત અર્થ હોવા છતાં અહીં એ અર્થ સુયોગ્ય નથી. પંડિત ટોડરમલજીએ ‘બાહ્ય ક્રિયા’ શબ્દનો પ્રયોગ કર્યો છે, જેને આપણે સંક્ષેપમાં ‘ક્રિયા’ શબ્દથી સંબોધિત કરીશું. અહીં ક્રિયા શબ્દનો આશય લૌકિક અથવા ધાર્મિક શારીરિક ક્રિયાઓથી છે. ખાવું-પીવું, ઉઠવુંબેસવું, ચાલવું, ઉભા રહેવું, નહાવું અથવા બોલવું તથા તેથી વિપરીત કાર્ય અર્થાત્ ઉપવાસ કરવો, મૌન રહેવું, ભક્તિ, પૂજા, દયા, દાન, વ્રત, શીલ, સંયમ વગેરે બધા કાર્યો ‘ક્રિયા’ શબ્દથી વાચ્ય છે અને પુદ્ગલની પર્યાયો છે.
(૨) પરિણામ :- અહીં ‘પરિણામ’ નો અર્થ આત્મામાં ઉત્પન્ન થવાવાળા રાગ-દ્વેષ, પુણ્ય-પાપ વગેરે ચારિત્ર ગુણના વિકારી ભાવો અથવા નિર્મલ વીતરાગી ભાવોથી છે. મહદંશે આ પરિણામો જ બાહ્ય ક્રિયાના નિમિત્ત હોય છે. જો કે લોક માં ‘પરિણામ’ શબ્દ ‘ફળ’અર્થાત રિઝલ્ટ ના અર્થમાં પણ વપરાય છે.2 ત્યારે અહિં તો તે શબ્દથી જીવના ભાવો જ લેવો જોઇએ. શાસ્ત્રોમાં ષટ્લેશ્યાના રૂપમાં પરિણામોનું સ્વરૂપ સમજાવવામાં આવ્યું છે.
જિનવાણીમાં પણ ‘પરિણામ’ શબ્દનો પ્રયોગ મહદંશે ઉપરોક્ત અર્થમાં જ કરવામાં આવ્યો છે. પ્રાચીન જૈન કવિઓ દ્વારા નીચેની પંક્તિઓમાં કરેલા પ્રયોગોથી તે વાત વધારે સ્પષ્ટ થાય છે.
‘જીવનિ કે પરિણામનિ કી અતિ વિચિત્રતા દેખો જ્ઞાની’
1
નાટક સમયસાર : કર્તા કર્મ દ્વાર છન્દ - ૭
2 ‘પરિણામ નિકલતા હૈ લેકિન માનો પાવક મેં ઘી ડાલા’- યુગલજીકૃત દેવ-શાસ્ત્ર-ગુરૂ પૂજન