________________
અધ્યાય-s:સ. ચારિત્ર માટે કરવામાં આવેલ વિપરીત પ્રયત્નોના સંદર્ભમાં ક્રિ, ૫. અને અ.
૧૭
સમ્યગ્દષ્ટિ છે.
આપ્રમાણે દષ્ટિપ્રધાન વિચારોના નિમિત્તે જ્ઞાયકસંબંધીના વિચાર વિકલ્પો પણ છૂટી જાય છે અને દૃષ્ટિ સ્વભાવમાં જામી જાય છે. સહજ નિર્વિલ્પ દશા થઇ જાય છે, મિથ્યા-અભિપ્રાય પલટાઇને સમ્યફ થઇ જાય છે, પરિણામોમાં વીતરાગતાનો અંશ પ્રગટ થઇ જાય છે અને ક્રિયા પણ ભૂમિકાનુસાર પરિણામોને અનુકૂળ સહજ થઈ જાય છે.
પ્રશ્ન :- જો દૃષ્ટિમાં પરિણામોની મુખ્યતાથી મિથ્યાત્વ હોય તો જિનાગમમાં અધિકાંશ કથનો પરિણામોની મુખ્યતાથી કેમ કરવામાં આવ્યા છે ?
ઉત્તર:- અરે ભાઇ! પરિણામ પણ વસ્તુનું જ સ્વરૂપ છે. તત્ત્વાર્થ સૂત્રમાં ઔદયિકાદિ પાંચ ભાવોને જીવનું સ્વતત્ત્વ કહેવામાં આવ્યાં છે. માટે પરિણામોને જાણવાનો નિષેધ કેવી રીતે થઇ શકે છે ? જો જાણવાની. અપેક્ષાએ તેમનો નિષેધ કરીશું તો હેય-ઉપાદેયનું જ્ઞાન કેમ થશે? માટે પરિણામોનો સર્વથા નિષેધ કરવો તો મિથ્યા એકાન્ત છે.
શું કરવું છે? તેનો જવાબ પરિણામોને યથાર્થ જાણવાથી મળે છે અને કેવી રીતે કરવું ? તેનો જવાબ દ્રવ્ય-સ્વભાવને જાણી તેના પર દૃષ્ટિ કરવાથી મળે છે. માટે પરિણામોનો નિષેધ, સર્વથા નહીંપણ કથંચિત્ અર્થાત્ દષ્ટિની અપેક્ષાએ કરવામાં આવ્યો છે. અને આ અપેક્ષાએ જ કરવામાં આવવો જોઈએ, કારણ કે જયાં સુધી પરિણામો પર દૃષ્ટિ રહેશે; અર્થાત્ તેઓમાં અહમપણું રહેશે, ત્યાં સુધી ત્રિકાળી સ્વભાવ ઉપર દૃષ્ટિ નહી જાય અને સમ્ય-જ્ઞાન-ચારિત્ર નહીં થાય. દષ્ટિમાં પરિણામોનો નિષેધ કરવો સમ્યફ એકાન્ત છે તથા જ્ઞાનમાં પણ પરિણામોનો નિષેધ થવો તે મિથ્યા એકાન્ત છે. ત્રિકાળી સ્વભાવ તેમજ પરિણામોનું યથાર્થ જ્ઞાન સમ્યફ અનેકાંત છે તથા એ બન્નેને સમાનરૂપથી ઉપાદેય માનવું મિથ્યા અનેકાંત છે.
જિનાગમમાં આત્મહિતના પ્રયોજનથી પુણ્ય-પાપરૂપ ભાવોનું તથા તેમના ફળનું ઘણું વર્ણન છે. એટલું જ નહી પણ પરિણામોનો ઉપચાર ક્રિયા