________________
ES
ક્રિયા. પરિણામ અને અભિપ્રાય: એક અનુશીલન
તેમને ગૌણ કરી દૃષ્ટિમાં તેમનો નિષેધ વર્તાવો જોઈએ.
પ્રશ્ન :- “મારે સમ્યગ્દર્શન પ્રગટ કરવું છે” આવા વિકલ્પો તો આત્માર્થી ને જ આવે છે. પંડિત દાનતરાયજીએ પણ લખ્યું છે - “ધિક-ધિક જીવન સમકિત બિના” માટે આવા વિકલ્પોનો નિષેધ કેમ કરી શકાય? શું તેમાં સ્વચ્છંદતા નહીં આવે?
ઉત્તર :- ભાઇ ! આવા વિકલ્પો પરિણામ (પર્યાય)ની અપેક્ષાએ છે, જયારે અહીં અભિપ્રાય અર્થાત્ શ્રદ્ધા કે દૃષ્ટિના વિષયની વાત થઈ રહી છે. માટે તો કહ્યું હતું કે નય-વિવક્ષા સમજીને શાસ્ત્રાભ્યાસ કરવો જોઈએ. જે વાત કે વિચાર પરિણામોની અપેક્ષાએ યથાર્થ છે, પ્રશંસનીય છે, તે જ વાત કે વિચાર અભિપ્રાયની અપેક્ષાએ નિષિદ્ધ છે; કારણ કે જો તેમને અભિપ્રાયની અપેક્ષાએ પણ યથાર્થ માનવામાં આવે તો જ્ઞાયક સ્વભાવની મુખ્યતા છૂટી જવાથી મિથ્યાત્વનું જ પોષણ થશે. જ્ઞાયકની મુખ્યતામાં પરિણામોનો નિષેધ હોવાથી સ્વચ્છંદતા નહી, સમ્યગ્દર્શન થાય છે.
પ્રશ્ન :- “મારે સમ્યગ્દર્શન પ્રગટ કરવું છે, મુનિ બનીને કેવળજ્ઞાન પ્રગટ કરવું છે” ઇત્યાદિ વિકલ્પરૂપ અભિપ્રાયમાં જ્ઞાયકની મુખ્યતા કેવી રીતે છૂટી જશે ? શ્રીમદ્ રાજચંદ્રજીએ પણ “અપૂર્વ અવસર એવો કયારે આવશે’? લખી મુનિ બનવાની તથા સર્વજ્ઞ થવાની ભાવના વ્યક્ત કરી છે?
ઉત્તર :- જ્ઞાયકભાવ તો પ્રમત-અપ્રમતના ભેદથી રહિત સહજ, જ્ઞાયક જ છે, તેમાં તો બહિરાત્મા, અંતરાત્મા અને પરમાત્માના ભેદ નથી; તો હું મિથ્યાદષ્ટિ છું, મારે સમ્યગ્દર્શન પ્રગટ કરવું છે એવા વિકલ્પો જ્ઞાયકની મુખ્યતાવાળી દૃષ્ટિમાં કેવી રીતે આવી શકે છે ? આવા વિકલ્પો તો પરિણામોની મુખ્યતામાં જ સંભવે છે. જો અભિપ્રાયમાં પરિણામોની મુખ્યતા હોય તો જ્ઞાયકની મુખ્યતા છૂટી જશે અને મિથ્યાત્વનું જ પોષણ થશે. જ્ઞાયકની મુખ્યતાવાળી દૃષ્ટિનો સ્વરતો એવો હોય છે કે “પરિણામ પરિણમી ગયા અને હું એમનો એમ જ રહી ગયો?” પૂજય ગુરુદેવશ્રી નું એ વાકય પ્રસિદ્ધ છે ‘દ્રવ્ય દૃષ્ટિ તે જ સમ્યગ્દષ્ટિ' અર્થાત્ દ્રવ્યદૃષ્ટિવંત જીવ જ