________________
અધ્યાય-૬:સ. ચારિત્ર માટે કરવામાં આવેલ વિપરીત પ્રયત્નોના સંદર્ભમાં કિ, ૫.અને અ.
૯૫
ઉત્તર:- સૌ પ્રથમ પોતાની વર્તમાન જ્ઞાનપર્યાયમાં જીવાદિતત્ત્વોનો યથાર્થ નિર્ણય થવો જોઇએ. જિનાગમમાં વર્ણવેલ દ્રવ્યાર્થિક તેમજ પર્યાયાર્થિક નયો અથવા નિશ્ચય અને વ્યવહાર નયો દ્વારા સામાન્ય વિશેષાત્મક પદાર્થનો યથાર્થ નિર્ણય કર્યા બાદ દષ્ટિ અર્થાત્ શ્રદ્ધા તો વિષયભૂત એક, અખંડ, સામાન્યરૂપ જ્ઞાયકભાવ જ હું છું – એવી દષ્ટિ થવી જોઇએ. આ પ્રકારે શ્રદ્ધા અને જ્ઞાન સ્વરૂપ-સન્મુખ થયાબાદ નિર્વિકલ્પ આત્મધ્યાન પ્રગટ થાય છે, જેના ફળસ્વરૂપે સમ્યગ્દર્શન-જ્ઞાન પ્રગટ થાય છે અને ક્રમશઃ ચારિત્રમાં વૃદ્ધિ થતાં મોક્ષફળ પ્રગટ થાય છે.
પ્રશ્ન:- શું શાસ્ત્રાભ્યાસ કરવાથી આવી દૃષ્ટિ થઇ શકે છે?
ઉત્તર:- ભાઇ! યથાર્થ દષ્ટિ કેદ્રવ્યદૃષ્ટિ તો વસ્તુ સ્વરૂપને યથાર્થ સમજવાથી થાય છે. શાસ્ત્રાભ્યાસ પણ તત્ત્વનિર્ણયનું બાહ્ય સાધન છે. જો નય વિવક્ષા સમજયા વિના વિપરીત દષ્ટિથી શાસ્ત્રાભ્યાસ કરીએ તો વિપરીત નિર્ણય થવાથી વિપરીત અભિપ્રાય જ પુષ્ટ થાય છે. દ્રવ્યલિંગી મિથ્યાદષ્ટિ મુનિને પણ અગિયાર અંગ નવ પૂર્વ સુધીનું જ્ઞાન થઇ જાય છે, પરંતુ તેની દૃષ્ટિ વિપરીત જ રહે છે, માટે પોતાના મૂળ પ્રયોજનાની મુખ્યતાથી યથાર્થ દૃષ્ટિની પ્રધાનતા / મુખ્યતા રાખી શાસ્ત્રાભ્યાસ કરવો જોઇએ.
પ્રશ્ન:- યથાર્થ દૃષ્ટિની મુખ્યતાનો શો આશય છે?
ઉત્તર :- યથાર્થ દૃષ્ટિની મુખ્યતા/પ્રધાનતા અર્થાત્ જ્ઞાયક સ્વભાવનું જ પ્રાધાન્ય, કારણ કે જ્ઞાયક સ્વભાવ જ દષ્ટિનો વિષય છે. માટે શાસ્ત્રોના પ્રત્યેક પ્રકરણનું જ્ઞાન, માત્ર જાણવાનાં પ્રયોજનથી નહીં, પણ સ્વભાવની રુચિના પોષણના પ્રયોજનથી કરવું જોઇએ. હંમેશાં હું જ્ઞાયક છું” એવી જ રુચિ પુષ્ટ થવી જોઈએ. આપણી ચિન્તનધારા જ દષ્ટિ પ્રધાન થવી જોઇએ. અરે....પરના કર્તૃત્વ અને ભાતૃત્વની વાત તો દૂર, પર્યાયોના કર્તુત્વનો રસ પણ ઢીલો પડી નષ્ટ થઇ જવો જોઇએ. હું અજ્ઞાની છું, મારે સમ્યગ્દર્શન પ્રગટ કરવું છે, રાગનો અભાવ કરવો છે' - એવા વિકલ્પો પણ પર્યાયની મુખ્યતાથી છે, માટે જ્ઞાનમાં