________________
૯૪
ક્રિયા. પરિણામ અને અભિપ્રાય : એક અનુશીલન
ઉપલબ્ધ છે ?
ઉત્તર :- ચારે અનુયોગમાં વીતરાગતાનું પોષણ કરતા વસ્તુસ્વરૂપનું વર્ણન છે, અર્થાત્ બધાજ અનુયોગો પ્રત્યક્ષ કે પરોક્ષરૂપે અભિપ્રાયને સમ્યક્ બનાવવાનું કથન કરે છે. જિનાગમના પ્રત્યેક પ્રકરણની યથાર્થ સમજ સમ્યક્-અભિપ્રાયની પોષક છે. વિશેષરૂપે દ્રવ્યાનુયોગમાં અજ્ઞાનીની માન્યતા અથવા મિથ્યાત્વના રૂપમાં મિથ્યા-અભિપ્રાયનું તથા જ્ઞાનીની માન્યતા અથવા તત્ત્વોના પ્રતિપાદનને રૂપે સમ્યક્-અભિપ્રાયનું જ વર્ણન છે. સમયસારાદિ પંચ પરમાગમમાં સમ્યગ્દર્શન અને તેના વિષયનું જ વિભિન્ન અપેક્ષાઓથી વર્ણન કરવામાં આવ્યું છે. નિયમસારમાં વર્ણિત પૂજિત, પંચમ, પરમપારિણામિકભાવ તથા સમયસારની પ્રતિપાદ્ય વસ્તુ નવતત્ત્વોમાં છુપાયેલી આત્મજ્યોતિ...ઇત્યાદિ બધાં પ્રકરણ સમ્યગ્દર્શન અર્થાત્ અભિપ્રાય માટે જ છે. મોક્ષમાર્ગ પ્રકાશકના ચોથાથી સાતમા અધિકારમાં મિથ્યા-અભિપ્રાયનું વિસ્તારથી વર્ણન કરી તેના પર સશક્ત પ્રહાર કરવામાં આવ્યો છે. આઠમા તથા નવમા અધિકારમાં અભિપ્રાયને સમ્યક્ બનાવવાના ઉપાય કહેવામાં આવ્યા છે. યોગસાર, પરમાત્મપ્રકાશ, રત્નકાંડ શ્રાવકાચાર, પુરૂષાર્થસિદ્ધિયુપાય વગેરે બધા ગ્રંથો વસ્તુ-સ્વરૂપનું પ્રતિપાદન કરી મિથ્યાત્વનો નાશ કરવાને માટે જ લખવામાં આવ્યા છે. તત્તવાર્થસૂત્રાદિ આગમગ્રંથો પણ વ્યવહારનય દ્વારા વસ્તુનું પારમાર્થિક સ્વરૂપ બતાવે છે. ન્યાય શૈલીમાં લખાયેલા બધા ગ્રંથો પણ એકાન્તમતનું ખંડન કરી સર્વજ્ઞપ્રણિત અનેકાંત શાસનની વિજય પતાકા લહેરાવે છે.
આ યુગમાં આધ્યાત્મિક સત્પુરૂષ પૂજ્ય ગુરુદેવશ્રી કાનજીસ્વામીએ ૪૫ વર્ષો સુધી મિથ્યાત્વ વિરૂદ્ધક્રાંતિનો શંખનાદ કરી અભિપ્રાયમાં પરિવર્તન અર્થાત્ સમ્યગ્દર્શનનો જ સંદેશ આપ્યો છે. તેમના પ્રવચનોને ગંભીરતાપૂર્વક સાંભળી અને વાંચીને આપણે પણ અભિપ્રાયની વિપરીતતા દૂર કરવાનો સાચો પુરૂષાર્થ કરી શકીએ છીએ.
પ્રશ્ન:- અભિપ્રાયની યથાર્થતા માટે આત્માનો નિર્ણય કેવા પ્રકારનો હોવો જોઇએ ?