________________
અધ્યાય-૬:સ. ચારિત્ર માટે કરવામાં આવેલ વિપરીત પ્રયત્નોના સંદર્ભમાં કિ, ૫. અને અ.
૯૩
પરિણામોની પણ એવી સ્વતંત્ર યોગ્યતા છે કે સમ્યફ અભિપ્રાય અર્થાત્ સમ્યગ્દર્શન થયા પછી અનંતાનુબંધી કષાય તો હોતી નથી, પરંતુ અપ્રત્યાખ્યાન કષાયના ઉદયમાં અવ્રત-સમ્યગ્દષ્ટિને પણ છએ લેશ્યાઓ. હોઇ શકે છે. જયારે માત્ર પ્રત્યાખ્યાન અને સંજવલન કષાયનો ઉદય હોય છે ત્યારે પીત, પદ્મ અને શુકલ આ ત્રણ લેશ્યાઓ જ હોય છે.
વિપરીત અભિપ્રાય સહિત ચારે આયુનો બંધ થઈ શકે છે, પરંતુ સમ્યફ અભિપ્રાય થયા પછી મનુષ્યને દેવાયુનો અને દેવને મનુષ્યાયુનો જ બંધ થાય છે. સમ્યગ્દર્શન થયા બાદ ભલે અસંખ્યાત વર્ષો વીતી જાય, પરંતુ ભવ તો ઘણાં ઓછા રહી જાય છે.
સમ્યગ્દર્શન થવાથી થોડા કાળમાં મુક્તિ અવશ્ય થાય છે, અર્થાત્ સંપૂર્ણ કષાયોનો ક્ષય અવશ્ય થાય છે. અર્ધપુદ્ગલ પરાવર્તનથી કંઇક ઓછાં સમય સુધી તેની સંસારમાં રહેવાની અધિકતમ સ્થિતિ છે. અનાદિ અનંત કાલ પ્રવાહમાં તો આ સમય સમુદ્રમાં એક ટીપા સમાન જ છે.
આ પ્રમાણે અભિપ્રાય અને પરિણામ સ્વતંત્ર હોવા છતાં તેમાં એટલો સંબંધ અવશ્ય છે કે વિપરીત અભિપ્રાયના રહેવાથી સંસાર-ભ્રમણનો અંત નથી થઇ શકતો અને સમ્યફ અભિપ્રાયના રહેવાથી વધારે સમય સુધી સંસારમાં પણ નથી રહી શકતો. આ અપેક્ષાએ પરસ્પર સાપેક્ષ પણ કહેવામાં આવે છે.
પ્રશ્ન:- અભિપ્રાયનું બગડવું કે સુધરવું શું છે?
ઉત્તર :- મોક્ષમાર્ગના પ્રયોજનભૂત સાત તત્ત્વોની ભૂલ અર્થાત્ મિથ્યા-દર્શન-જ્ઞાન જ બગડેલો અભિપ્રાય છે; જેની ચર્ચા જિનાગમમાં મિથ્યાત્વના રૂપમાં કરવામાં આવી છે. પ્રયોજનભૂત તત્ત્વોનું યથાર્થ શ્રદ્ધાન જ સુધરેલો અર્થાત્ સમ્યફ અભિપ્રાય છે; જેની ચર્ચા સમ્યકત્વને રૂપે જિનાગમમાં ઉપલબ્ધ છે.
પ્રશ્ન :- આપે મોક્ષમાર્ગ પ્રકાશકના સાતમા અધિકારને આધારે જ અભિપ્રાયની વ્યાખ્યા કરી છે, તેના સિવાય આ વિષયનું વર્ણન બીજે ક્યાં