________________
૯૨
ક્રિયા. પરિણામ અને અભિપ્રાય: એક અનુશીલના
તથા મહામંદકષાય થયા બાદ પણ તેના અભિપ્રાયમાં ભૂલ રહે છે. દ્રવ્યલિંગીની ક્રિયા આગમાનુકૂળ હોય છે તથા તેના પરિણામ પણ ક્રિયાને અનુકૂળ શુભરૂપ થાય છે; તેને વ્યવહાર દૃષ્ટિ એ સુધરેલા પણ કહેવાય છે. વાસ્તવમાં ક્રિયા પર પરિણામોનો ઉપચાર કરી તેને સુધરેલા કે બગડેલા કહેવામાં આવે છે. પરિણામ જો રાગ-દ્વેષરૂપ હોય તો બગડેલા છે તથા કષાયોનો અભાવ હોય તો સુધરેલા કહેવાશે.
પ્રશ્ન:- પરિણામોને સુધરેલા કે બગડેલા ક્યા આધારે કહેવાય છે?
ઉત્તર:-પ્રયોજન કે ઉદ્દેશને આધારે જ પરિણામ સુધરેલા કેબગડેલા કહેવામાં આવશે. જો કોઈને બ્રહ્મચર્ય વ્રત લેવાનાં પરિણામ થતા હોયતો આત્મહિતની અપેક્ષાએ તે પરિણામ સુધરેલા કહેવાશે તથા ગૃહસ્થ જીવનમાં પ્રવેશ અને કુળવૃદ્ધિ કરવા માટે એ જ પરિણામ બગડેલા કહેવાશે.
અહીં તો મુક્તિનું પ્રયોજન છે, માટે જે પરિણામ મુક્તિના કારણ છે, તે બધા સુધરેલા જ છે, તથા જે પરિણામ બંધના કારણો છે, તે બધાં બગડેલા છે. મિથ્યા અભિપ્રાય સાથે થવાવાળા શુભ પરિણામ અને શુભક્રિયા પણ મિથ્યાપણાને પ્રાપ્ત થાય છે.
પ્રશ્ન:- જો અભિપ્રાય, પરિણામો અને ક્રિયાથી નિરપેક્ષ અને સ્વતંત્ર છે તો અભિપ્રાયનું સ્વરૂપ સમજવા તથા અભિપ્રાયની વિપરીતતા દૂર કરવા માટે શા માટે કહેવામાં આવી રહ્યું છે? આ પુસ્તક લખવાની જરૂરીયાત પણ શું છે ?
ઉત્તર :- જો કે અભિપ્રાય પરિણામોથી નિરપેક્ષ છે, તો પણ પરિણામોની યોગ્યતા એવી છે કે જયાં સુધી વિપરીત અભિપ્રાય રહે ત્યાં સુધી કષાયનો અભાવ અર્થાત્ વીતરાગતાનો અંશ પણ પ્રારંભ થતો નથી. નિરપેક્ષતાની મર્યાદા માત્ર એટલી છે કે વિપરીત અભિપ્રાયના હોવા છતાં પણ તીવ્રતમ થી લઈ મંદતમ કષાય અર્થાત્ કૃષ્ણ, નીલ, કાપોત, પીત, પદ્ધ અને શુકલ - આ બધી વેશ્યાઓ હોઈ શકે છે; પરંતુ કષાયનો અભાવ થઇ શકતો નથી.