________________
અધ્યાય-૬:સ, ચારિત્ર માટે કરવામાં આવેલ વિપરીત પ્રયત્નોના સંદર્ભમાં ક્રિ., ૫. અને અ. ૯૧ ભૂલ તરતજ દૂર કરવી જોઇએ.
પ્રશ્ન :- બીજાઓનું મૂલ્યાંકન તેમની બાહ્ય ક્રિયાથી કરવું જોઇએ - આ કથનનો શો આશય છે ? શું ક્રિયા માત્રથી તેને પાપી કે ધર્માત્મા માની લેવાય ?
ઉત્તર :- બાહ્ય ક્રિયામાં પાપ પુણ્ય કે ધર્મ નથી, માટે ક્રિયા માત્રથી કોઇને પાપી કે ધર્માત્મા માનવાનો પ્રશ્ન જ નથી, પરંતુ માનવું ન માનવું એક જુદી વાત છે અને તેની સાથે પ્રેમ વિનય સન્માન આદિનો વ્યવહાર જુદી વાત છે. તે તો તેની સત્ ક્રિયાઓના આધાર પર જ સંભવ છે. એ જ પ્રકારે લોક નિંદ્ય પાપ ક્રિયાઓ ને આધારે જ કોઇની ઉપેક્ષા કે તેને સદુપદેશ આપવાનો વ્યવહાર થાય છે. શુભ ક્રિયાઓની પ્રશંસા, અનુમોદના, પ્રોત્સાહન વગેરે કરવા તથા અશુભ ક્રિયાઓની નિંદા કરવી - એ જ ક્રિયાના આધાર પર બીજાઓનું મુલ્યાંકન છે.
પ્રશ્ન :- ક્રિયા, પરિણામ અને અભિપ્રાયમાં પહેલાં કોણ સુધરે છે ?
ઉત્તર :- આ તો બીજા અધ્યાયમાં જ કહેવામાં આવ્યું છે કે ક્રિયા, પરિણામ અને અભિપ્રાયનો આ ક્રમ તો સ્થૂલતા અને સૂક્ષ્મતાની અપેક્ષાએ રાખવામાં આવ્યો છે. સુધરવાની અપેક્ષાએ વિચાર કરવામાં આવે તો અભિપ્રાય સુધર્યા વિના પરિણામ અને ક્રિયા નથી સુધરતા, કારણકે સમ્યગ્દર્શન વગર સમ્યજ્ઞાન અને સમ્યક્ચારિત્ર નથી થતું. માટે પહેલાં અભિપ્રાય સુધરે છે પછી પરિણામ અને ક્રિયા સુધરે છે. માટે સુધરવાની અપેક્ષાએ અભિપ્રાય, પરિણામ અને ક્રિયા - આ ક્રમ સમજવો જોઇએ.
પ્રશ્ન :- અભિપ્રાયની ભૂલ સમજાવતી વખતે તો એવું જ કહેવામાં આવ્યું છે કે દ્રવ્યલિંગી મુનિની ક્રિયા અને પરિણામ તો સુધરી ગયાં છે, પણ અભિપ્રાય નથી સુધર્યો; માટે તેને મોક્ષમાર્ગ નથી મળતો; ત્યારે પહેલાં અભિપ્રાય સુધરે છે - આ નિયમ ક્યાં રહ્યો ?
ઉત્તર :- દ્રવ્યલિંગીની ક્રિયા અને પરિણામોને સુધરેલાં કે બગડેલાં કહેવામાં આવ્યા નથી. માત્ર એટલું જ કહેવાયું છે કે મહાવ્રતાદિરૂપે આચરણ