SearchBrowseAboutContactDonate
Page Preview
Page 9
Loading...
Download File
Download File
Page Text
________________ સિકલાગમ રહસ્યવેદી, સ્વ.પ.પૂ.આ.ભ. શ્રીમદ્વિજય દાનસૂરીશ્વરજી મહારાજાના પટ્ટધર સિદ્ધાન્ત મહોદધિ સ્વ.પ.પૂ. આ.ભ. શ્રીમદ્વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજાના પટ્ટધરરત્ન, પરમ શાસન પ્રભાવક, વ્યાખ્યાન વાચસ્પતિ, પૂજ્યપાદ આચાર્યદેવેશ શ્રીમદ્વિજય રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજાની પરમપુનીત નિશ્રામાં, નાસિક નગરે વર્ષીતપના પારણા પ્રસંગે વૈશાખ સુદ-૩ રવિવાર તા.ર-પ-૭૬ ના રોજ કુન્ડ હાઇસ્કૂલના કમ્પાઉન્ડમાં આપેલ પ્રવચનનું સારભૂત અવતરણ : શ્રી જિનાજ્ઞા વિરુદ્ધ કે શ્રી પૂજ્યપાદશ્રીજીના આશય વિરુદ્ધ લખાયું હોય તો ત્રિવિધ મિચ્છામિ દુક્કડમ્ – અવતરણકાર] यत्र ब्रह्म जिनार्चा च कषायाणां तथा हृतिः । सानुबन्धा जिनाज्ञा च तत्तपः शुद्धमिष्यते ॥ અનંત ઉપકારી શ્રી અરિહંત પરમાત્માઓના શાસનના પરમાર્થને પામેલા પરમર્ષિઓ. ક્રમાવે છે કે, શ્રી અરિહંત પરમાત્માઓ એવી જાતિના ઉત્તમ કોટિના આત્માઓ છે જેમની સરખામણી કોઇની સાથે થઇ શકે તેમ નથી. ભગવાન શ્રી કષભદેવ સ્વામી આ અવસર્પિણી કાળના પ્રથમ તીર્થંકર થયા, તેમના તપના અનુકરણ નિમિત્તે આ તપની આરાધના વર્તમાનમાં પણ ચાલુ છે. એ પરમતારકે કેવી રીતે તપ કર્યો તેનું વર્ણન આપણે કરી આવ્યા. ચાલુ વર્ષના ફાગણ વદ-૬ ના આહાર કર્યો, ફાગણ વદ-૭ થી આહાર બંધ કર્યો અને બીજા વર્ષના વૈશાખ સુદ-૩ ના પારણું કર્યું. એવો તપ તો એ જ કરી શકે. એ બધા દિવસોમાં એઓ ભિક્ષાએ જતાં, પરન્તુ લોક ભિક્ષા શું ? Page 9 of 77
SR No.009188
Book TitleSamyak Tapnu Swarup
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherNarvahanvijay
Publication Year
Total Pages77
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy