________________
પરિવાર તેમના પ્રત્યેના અત્યંત રાગ મમત્વ-મૂર્છા તે પરિગ્રહ રૂપે ગણાય છે. આ સચેતન એટલે ચેતનવાળા પદાર્થો કે અચેતન ચેતન વગરના પદાર્થો પ્રત્યે અત્યંત રાગ- આસક્તિ અને મૂર્છા જેમ જેમ જીવ કરતો જાય, તેની વિચારણામાં એકાગ્ર થતો જાય તેમ તેમ જો તે વખતે આયુષ્યનો બંધ પડે તો નરક આયુષ્ય બંધાય છે. જ્ઞાની ભગવંતોએ કહ્યું છે કે નિગોદમાં રહેલા જીવો જે એક શરીરમાં એટલે અંગુલના અસંખ્યાતમા ભાગ જેટલા શરીરમાં અનંતા જીવો એક સાથે રહે છે એ અંગુલ એટલે એક આંગળીમાં ત્રણ વેઢા હોય છે તેમાં એક વેઢા જેટલો ભાગ તે એક અંગૂલ કહેવાય છે. તેના અસંખ્યાતમા ભાગ જેટલા ભાગમાં અનંતા જીવો એક સાથે રહે છે. તે જીવો અરસ પરસ દુઃખની વેદના વેઠતા વેઠતા તે પોતાને એટલા મળેલા શરીરનું મમત્વ કરતાં રહે છે અને એ મમત્વ બુધ્ધિના પ્રતાપે નિગોદનું આયુષ્ય બાંધી ફરીથી ત્યાં ઉત્પન્ન થયા કરે છે, એમ એટલા પરિગ્રહની મૂર્છા અને મમત્વથી સંખ્યાતો કાળ, અસંખ્યાતો કાળ કે અનંતો કાળ એ જ સ્થાનમાં એટલે નિગોદમાં ઉત્પન્ન થવા લાયક કર્મનો અનુબંધ કરતાં કરતાં ભટક્યા કરે છે.
તો પછી પંચેન્દ્રિય જીવોને મળેલા શરીર આદિ સામગ્રી પ્રત્યે ખાસ મમત્વ ભાવ કરતો જાય-વધારતો જાય તો તેની શું દશા થાય એ ખાસ વિચારવા જેવું છે.
(૪) ક્રૂરતાને ધારણ કરવી.
જેમ જેમ જીવને શરીરાદિ પદાર્થોનું મમત્વ વધતું જાય તેમ તેમ જીવોનાં પરિણામ પણ ર = ઘાતકી થતાં જાય છે. તે ક્રૂર પરિણામના કારણે અંતરમાંથી કુણો પરિણામ-દયાનો પરિણામ નાશ પામતો જાય છે અને આત્માના પરિણામ-દયા રહિત નિષ્ઠુર બનતાં બનતાં ક્રુર બનતાં જાય છે. તે ક્રૂર પરિણામની એકાગ્રતાથી પણ જીવો નરક આયુષ્યનો બંધ કરી શકે છે.
(૫) માંસ - ખાતા
આવા ક્રુર પરિણામી જીવોને પોતાનું જીવન જીવવા માટે જે ખોરાક પોતાની જીભને સારો લાગે તે ખાવામાં આનંદ આવે પણ દુ:ખ થાય નહિ. આથી માંસ આદિ ભક્ષણ કરતાં સાથે વ્યસનોનું સારી રીતે સેવન કરતાં અંતરમાં આનંદ પેદા થતો જાય અને એ એકાગ્રતાથી જીવ નરકમાં જવા માટેનું રીઝર્વેશન કરતો જાય છે.
(૬) રૌદ્ર ધ્યાન કરતાં
આગળ રૌદ્ર ધ્યાનનું સ્વરૂપ કહી ગયા તેવા વિચારોમાં સ્થિર રહેતા રહેતા જીવો નરક આયુષ્ય બાંધે છે.
(૭) વૈર બુધ્ધિના સ્થિર પરિણામ વાળો
પોતાની અનુકૂળ સામગ્રી મળવા મેળવવા આદિમાં જે જીવો અંતરાય કરે તે જીવો પ્રત્યે વૈર બુધ્ધિ પેદા કરતો જાય અને દુશ્મનાવટ વધારતો જાય. તે દુશ્મનાવટના પરિણામ અને વૈર બુધ્ધિનાં પરિણામ આખી જીંદગી સાચવીને તેની સાથે વ્યવહાર પણ છોડી દે. ઉપરથી વ્યવહાર છોડી દીધા પછી તે કેમ વધારે ને વધારે દુઃખી થયા કરે તેવો પ્રયત્ન કરતો જાય અને તે જીવોને વધારે દુઃખી તરીકે સાંભળે તો અંતરમાં આનંદ પામતો જાય આથી વૈર બુધ્ધિ પોતાની સ્થિર કરતો જાય છે. આવી સ્થિરતાના પરિણામમાં પણ જીવો આયુષ્યનો બંધ કરે તો નરકાયુ બાંધે છે.
(૮) અનંતાનુબંધિ અનંતાનુબંધિ કષાયમાં વર્તતો.
સામાન્ય રીતે પહેલા અને બીજા ગુણસ્થાનકે જીવોને અનંતાનુબંધિ કષાય રહેલા હોય છે તેના
Page 95 of 126