________________
પૈસાને મેળવવા અને પહેલાની જેમ સરખાઇ લાવવા માટે જે પ્રમાણે વેપાર-ધંધા કરી તે પૈસા ભેગા કરે છે
તેમાં તે જીવો ધર્મ કરતાં જાય અને હિંસાદિના પાપ વ્યાપારોની પ્રવૃત્તિ પણ સારી રીતે કરતા જાય છે એમ દેખાય છે. તેમાં કોક જ જીવ એવા દેખાય કે ધર્મમાં ખર્ચ્યા પછી હિંસાદિની પ્રવૃત્તિ ઓછી કરી નિવૃત્તિ લઇ પોતાનું જીવન ધર્મમય રીતે જીવતા થાય. આથી આ રૌદ્ર ધ્યાન પેદા કરાવનારી પ્રવૃત્તિ કહેલી છે. માટે જ્ઞાની ભગવંતોએ કહ્યું છે કે ધર્મમાં દાન દેતા દેતા જેટલું દાન દીધેલું હોય તેનાથી અધિક પોતાની પાસે જે ધન રહેલું છે તેનું મમત્વ અને આસક્તિ ઓછી કરવામાં તે દાન સહાયભૂત થાય તો જ તે દાન સદ્ધર્મ રૂપે બનીને રૌદ્રધ્યાનના પરિણામથી બચાવે અને જીવ પુણ્યાનુબંધિ પુણ્ય ઉપાર્જન કરી જ્ઞાનગર્ભિત વૈરાગ્ય ભાવ પેદા કરી મોક્ષનો અભિલાષ પેદા કરી શકે. નહિતર દાન દેવું-હિંસાદિ પાપો કરીને પૈસા મેળવવા અને તે પૈસાની આસક્તિ મમત્વ વધારતા જવું એ તો સંસારમાં રૌદ્રધ્યાનનો પરિણામ પેદા કરવાનો રસ્તો છે અને તેનાથી દુ:ખમય સંસાર વધતો જાય છે.
આ રૌદ્રધ્યાન નરક આયુષ્ય બાંધવાનું કારણ કહેલ છે. તેવી જ રીતે નરક આયુષ્ય બાંધવાના
જ્ઞાની ભગવંતો એ વિશેષ રીતે પંદર કારણો જણાવેલા છે.
(૧) પંચેન્દ્રિય જીવોનો વધ કરતાં એટલે હિંસા કરતાં જીવોને આયુષ્ય બંધાય તો નરકાયુ બંધાય. પૃથ્વીકાય-અકાય-તેઉકાય-વાયુકાય જીવોની હિંસા કરતાં જે પાપ લાગે છે તેના કરતાં નાનામાં નાની વનસ્પતિની હિંસા કરતાં અનંતગણું અધિક પાપ લાગે છે એમ જ્ઞાની ભગવંતોએ કહ્યું છે તેનું કારણ એ જણાય છે કે પૃથ્વીકાયાદિ ચારમાં ચેતના જે રીતે રહેલી છે તેના કરતાં વનસ્પતિમાં ચેતનાનો ઉઘાડ વધારે હોય છે.
તે વનસ્પતિની હિંસા કરતાં નાનામાં નાનાં બેઇન્દ્રિય જીવની હિંસા કરવામાં અસંખ્યાતગણું અધિક પાપ લાગે છે. તેના કરતાં નાનામાં નાના તેઇન્દ્રિય જીવની હિંસા કરવામાં લાખગણું અધિક પાપ લાગે છે તેના કરતાં ચઉરીન્દ્રિય નાનામાં નાના જીવની હિંસા કરવામાં હજારગણું અધિક પાપ લાગે છે અને તેના કરતાં નાનામાં નાના પંચેન્દ્રિય જીવની હિંસા-વધ કરવામાં સો ગણું અધિક પાપ લાગે છે. આથી પંચેન્દ્રિયની હત્યામાં નરકાયુષ્ય બંધાય.
(૨) ઘણાં સાવધ આરંભોની પ્રવૃત્તિ કરતાં. સાવધ = પાપની પ્રવૃત્તિ.
પોતાનું જીવન જેમ બને તેમ ઓછી હિંસાથી જીવાય એવું લક્ષ્ય ગૃહસ્થોએ રાખવાનું હોય છે. પોતાનો નિર્વાહ અને કુટુંબનો નિર્વાહ જેમ બને તેમ ઓછી હિંસા કરતાં કરતાં જીવાય અને નિર્વાહ થતો હોય તો અધિક હિંસાદિ પ્રવૃત્તિનો વિચાર પણ ગૃહસ્થને કરવાનો નિષેધ છે. પણ અનાદિકાળથી જીવ અનાદિ કર્મના સંયોગવાળો છે તેના પ્રતાપે અનુકૂળ પદાર્થોના ગાઢ રાગના કારણે અને પ્રતિકૂળ પદાર્થના ગાઢ દ્વેષના કારણે તે અનુકૂળતા મેળવવા આદિના લોભના કારણે ઘણાં સાવધ આરંભાદિ કરવામાં આંચકો લાગતો નથી અને પોતાની શક્તિ મુજબ તે સાવધ આરંભો વધારતો જ જાય છે અને તેનાથી જીવ નરકમાં જવા લાયક કર્મો ઉપાર્જન કરતો જાય છે. એ સાવધ આરંભોની વિચારણાઓમાં-પ્રવૃત્તિમાં એકાગ્ર થયેલા જીવોને આયુષ્યનો બંધ પડે તો નરક આયુષ્ય બંધાય છે. માટે જ્ઞાનીઓએ તે વર્ષનીય કહેલ છે.
(૩) પરિગ્રહની અતિશય મૂર્છા.
પરિગ્રહમાં-શરીરનો રાગ-મમત્વ-મૂર્છા અને તેની સાથે શરીરને સુખાકારી રાખનારા જે પદાર્થો ધન-આદિ તથા શરીરના રાગે સહાયભૂત થતાં એટલે શરીરના રાગની સુખાકારી જાળવનારા કુટુંબ
Page 94 of 126