________________
આઘોપાછો થઇ જાય કે મનમાં ઉદ્વેગ થાય-ગ્લાની થાય-શોક પેદા થાય તેના કારણે ખાવા-પીવા આદિની બધી પ્રવૃત્તિઓ બંધ કરીને તેની જ વિચારણા કરતો કરતો એકાગ્ર થતો જાય. આક્રંદ કરે-માથા પછાડે-હાથ અફ્ળાવે. ઇત્યાદિ ચેષ્ટા કરતો કરતો તે પદાર્થનું રક્ષણ કર્યા કરે તે સંરક્ષણાનુબંધિ રૌદ્રધ્યાન ગણાય છે.
આજે પાંચમા આરામાં વર્તમાન કાળમાં જન્મેલા જીવોમાં જે અનુકૂળ સામગ્રીઓ મલતી જાય છે તેમાં મોટાભાગે અત્યંત રાગ અને મમત્વ વધારતાં વધારતાં આ ધ્યાન પેદા થતું જણાય છે. નાનામાં નાનો પદાર્થ હોય અને તે ઘણો જ ગમતો હોય, સારો લાગતો હોય તો તે પદાર્થના રાગે સંરક્ષણાનુબંધિ નામનું રૌદ્રધ્યાન પેદા થતું જણાય છે. અને આ અત્યંત રાગી જીવ તે પદાર્થના રાગે ચોરી-જુઠ અને હિંસાદિ કરવાનો વખત આવે તો તે કાર્ય કરવામાં અચકાતો નથી. પોતાની જેટલી શક્તિ હશે ત્યાં સુધી તે નાશવંત પદાર્થની રક્ષા કરવામાં ખર્ચી નાખશે. અરે ! એનાથી આગળ વધીને તે નાશવંત પદાર્થ માટે પ્રાણ આપવાનો વખત આવે તો પ્રાણ પણ આપવા તૈયાર થઇ જશે. આવા પરિણામમાં જીવો એકાગ્ર થઇને રહેતા હોય તેમાં જો આયુષ્યનો બંધ પડે તો નિયમા નરકનું આયુષ્ય બાંધી શકે છે. આ ચારે પ્રકારના રૌદ્ર ધ્યાનના પરિણામને જાણવા માટે જ્ઞાની ભગવંતોએ તેના લક્ષણો બતાવેલ છે તે ચાર છે તે આ પ્રમાણે.
(૧) ઓસન્ન દોષ :- પ્રવૃત્તિની બહુલતા રૂપ દોષ એટલે તે રૌદ્ર ધ્યાનની પ્રવૃત્તિ જીવો વારંવાર કર્યા જ કરે તેમાં જરાય અરેરાટી કે પાછા ફરવાનું મન ન થાય.
આજે લગભગ જૂઠ બોલતાં કે ચોરો કરતાં સફ્ળતા મલતી દેખાય છે. તેમ તેમ જીવો તે પ્રવૃત્તિથી અટકવાને બદલે વારંવાર વધારે ને વધારે પોતાની શક્તિ મુજબ કરતાં જ જાય છે. અને તે પ્રવૃત્તિઓ વધારે વાર કરવાથી આનંદ પેદા થતાં તે પ્રવૃત્તિમાં ઘૃણા થતી નથી આ રૌદ્રધ્યાનનું લક્ષણ ગણાય છે.
(૨) બહુ દોષ :- હિંસાદિ અનેક પ્રકારે દોષ. અનુકૂળ પદાર્થોની અત્યંત આસક્તિ અને મમત્વના પ્રતાપે જીવોને બીજા જીવોની હિંસા કરતાં તે પ્રવૃત્તિ વારંવાર આચરતાં આનંદ આનંદ પેદા થતો જાય છે. પણ તે હિંસાદિ પ્રવૃત્તિના દોષોથી પાછા ફરવાનું અને તે પ્રવૃત્તિ ઓછી કરતાં કરતાં સદંતર આ હિંસાદિ પ્રવૃત્તિથી છૂટી અહિંસામય જીવન જીવતો થાઉં એવી વિચારણા પેદા થતી નથી.
(૩) અજ્ઞાન દોષ :- જ્ઞાની ભગવંતો કહે છે કે પોતાનું શરીર સારૂં નિરોગી રહે તેની ચિંતા કર્યા કરવી. મળેલા ધન-કુટુંબ પરિવારની ચિંતાઓ વિચારણાઓ કર્યા કરવી અને શક્તિ મુજબ સારી રીતે ભોગવતાં આનંદ માનતા જવા એ જીવનું અનાદિ કાળનું અજ્ઞાન છે.
એ અજ્ઞાનને વધારવા પોષવા અને સ્થિર કરવા માટે મોટા ભાગના જીવો મળેલા મનુષ્ય જન્મને ફોગટ ગુમાવી બેસે છે. તેને ખબર પડતી નથી કે મારે આ જ પ્રવૃત્તિ કર્યા કરવાની. એમાં જ સર્વસ્વ માનવાનું આવી વિચારણા પણ, અજ્ઞાન દોષ પેદા થવા દેતી નથી. અને આથી આ અજ્ઞાન દોષના પ્રતાપે હિંસાદિ પ્રવૃત્તિ કરતાં કરતાં આનંદ માની પોતાનું જીવન જીવતો જાય છે. આ પણ રૌદ્ર ધ્યાનને લાવનારું કહેલું છે.
(૪) આમરણાંત દોષ :- મરણ પર્યંતનો હિંસાદિ દોષ.
પોતાની અને કુટુંબની સુખાકારી રાખવા-જાળવવા માટે જીવનમાં થતી જે જે હિસાઓ છે તે આ જીવન પર્યંત ચાલુ રહે એવી ગોઠવણ કરી તેમાં આનંદ માની અને ગોઠવણ સારી રીતે થઇ શકે તેવો શક્તિ મુજબનો જે પ્રયત્ન કરવો એ પણ રૌદ્ર ધ્યાનને લાવનારૂં લક્ષણ કહેલું છે.
આજે લગભગ વિચારણા કરીએ તો ધર્મમાં દાન આપવાવાળા જીવો પૈસાનો ખર્ચો કર્યા બાદ તે
Page 93 of 126