________________
વિચારો કરતાં કરતાં લાકડી આદિ શસ્ત્રોથી લડવું તે ભંડન કષાય.
(૧૦) વિવાદ - વિરોધ પક્ષ એટલે કે પ્રતિપક્ષ ભાવ ગ્રહણ કરીને બોલવું તે.
(૧૧) જે બાબતની વાતમાં વિરોધ થાય-વિવાદ થાય તે બાબતને બરાબર ધ્યાનમાં રાખીને તેનો પક્ષ બનાવીને લડ્યા કરવું. તે પક્ષને માટે મનમાં વિચારો કરી કરીને ક્રોધ કર્યા કરવો તેની વાતો ચીતો કર્યા કરવી તે વિવાદ ક્રોધ કષાય કહેવાય છે. એવી જ રીતે તે પ્રતિપક્ષી પક્ષ માટે ગમે તેમ લખવું બોલવું અંતરમાં વિચાર્યા કરવું તે વિવાદ ક્રોધ કહેવાય છે.
આ રીતે ક્રોધ કષાયના ૧૦ ભેદો થયા.
હવે માન કષાયના ૧૧ ભેદો કહેવાય છે.
(૧) માન એટલે અભિમાન કષાય.
સામાન્ય રીતે નારકીના જીવોને ક્રોધ વધારે હોય. તિર્યંચ ગતિમાં રહેલા જીવોને માયા વધારે હોય. મનુષ્યગતિમાં રહેલા જીવોને માન વધારે હોય અને દેવગતિમાં રહેલા જીવોને લોભ વધારે હોય છે. આ કારણથી જ જીવોને સ્વાભિમાન વિશેષ રહેલું હોય છે તે માન કષાય કહેવાય છે.
(૨) મદ - મૂઢતા. એટલે કે પોતાના માન કષાયના ઉદયથી અંતરમાં અને અંતરમાં આનંદ પામતો
જાય તે.
(૩) દર્પ - અહંકાર. પોતાની કાર્ય સિદ્ધિ થાય અને ધારો સફ્ળતા પ્રાપ્ત થતી જાય તો તેમાં અહંકાર કરવો તે.
(૪) સ્તંભ - અ નમન - પોતાના અહંકારમાં એટલો બધો મસ્ત થયેલો હોય કે જેના પ્રતાપે પોતાના જેવો બીજો કોઇ નથી એમ માનીને બીજા મોટાઓને પણ નમન કરે નહિ. બધાથી જાણે હું જ મોટો છું. (૫) આત્મોત્કૃષ્ટ એટલે કે સ્વ (ઉત્કર્ષ) એટલે કે પોતાને થોડું ઘણું કાંઇ પણ આવડે એટલે બીજાની પાસે પોતાની આપ બડાઇ રૂપે પોતાના ગુણગાન ગાયા કરે. જ્યાં જાય ત્યાં પોતાના ગુણની પ્રશંસા કર્યા કરવી તે. આ પણ એક માન કષાયનો જ પ્રકાર છે.
(૬) ગર્વ - અનુશય. ચાલતાં ઉઠતાં બેસતાં કોઇની સાથે વાત કરતા તેના જીવનમાં પોતે કાંઇ કર્યું અથવા મેળવ્યું છે એવું જે દેખાયા કરે તે ગર્વ કહેવાય છે.
(૭) પર-પરિવાદ - બીજાની નિંદા.
પોતાનાથી મોટો હોય યા નાનો હોય તો પણ પોતાના ગર્વના પ્રતાપે તેની ૠધ્ધિ ન ખમાતાં અને નાના માણસ માટે-કાંઇ આવડત નથી એમ વિચારણાઓ કરીને બીજાની નિંદા કર્યા કરવી તે.
(૮) આક્રોશ - તિરસ્કાર.
ગર્વમાં મસ્ત થયેલો જીવ બીજાનો તિરસ્કાર કર્યા વગર રહે નહિ. બીજાની પાસે કોઇની પણ વાત કરતો હોય તો તેની વાતમાં બીજાને ઉતારી પાડવાની જ વાત દેખાય તે આક્રોશ તિરસ્કાર કહેવાય છે. (૯) અપકર્ષ (પરિભવ) અભિમાનથી પોતાના અથવા બીજાના કોઇ કાર્યથી વિરામ પામવું તે. એટલે કે પોતાનો ગર્વ પોષાતો હોય અને ગુણગાન ગવાતાં હોય તો પોતાનું કાર્ય છોડી દેતાં અથવા બીજાનું
પણ કાર્ય છોડી દેતાં આનંદ થાય તે અપકર્ષ કહેવાય.
(૧૦) ઉન્નય - અભિમાનથી નિતીનો ત્યાગ કરવો.
કેટલાક જીવો જગતમાં એવા પ્રકારના હોય છે કે પોતાનો ગર્વ મિત્રવર્ગમાં-સ્નેહી સંબંધીમાં પોષાતો હોય અને માન સન્માન મળતું હોય તો નિતીના નિયમો પણ છોડવા તૈયાર થાય અને અનિતી આદિ પાપો
Page 71 of 126