________________
કષાયોનો ઉદય હોય છે. પણ અપ્રત્યાખ્યાનીય-અનંતાનુબંધિનો ઉદય હોતો નથી આથી આ દેવો પોતાનો જીવનકાળ સ્વાધ્યાયમાં તત્વની વિચારણામાં પૂર્વભવમાં જેટલો અભ્યાસ કરીને આવ્યા હોય તેમાં પોતાનો કાળ પસાર કરે છે.
આ ક્રોધાદિ ચાર કષાયોનું જે વર્ણન કર્યું તેના શ્રીસ્થાનાંગ સૂત્રને વિષે કુલ ૫૨ (બાવન) ભેદો પાડેલા છે તે આ પ્રમાણે,
ક્રોધ કષાયના - ૧૦ ભેદો, માન કષાયના-૧૧ ભેદો, માયા કષાયના-૧૭ ભેદો અને લોભ કષાયના ૧૪ ભેદો કહેલા છે.
આ જે ભેદો અહીં કહેવાશે તે જુદા જુદા જીવોને પોતાના ક્રોધાદિ કષાયના ઉદયથી કેવા કેવા. પરિણામ થાય છે અથવા એ ક્રોધાદિ કષાયોનો રસ જીવોએ કેવો કેવો જુદો જુદો બાંધેલો હોય છે તેની વિચિત્રતા રૂપે જણાવવા માટે આ ભેદો કહેલા છે. આ દરેક ભેદો અપ્રશસ્ત કષાય રૂપે અને પ્રશસ્ત કષાય રૂપે પણ હોઇ શકે છે.
ક્રોધ કષાયના ૧૦ નામો.
(૧) ક્રોધ - જેના ઉદયકાળમાં જીવોને કૃત્ય (કરવા લાયક) અને અકૃત્ય (ન કરવા લાયક) નુ ભાન ન રહે તે.
(૨) કોપ - જેના ઉદયથી જીવો પોતાના સ્વભાવથી ચલિત થાય એટલે કે જે વિચારોમાં રહેલા હોય તે વિચારોમાંથી જીવોને ચલિત કરે તે.
(૩) રોષ - ક્રોધની પરંપરા - એટલે કે જેવો ક્રોધ ઉદયમાં આવેલો હોય તેવોને તેવો વારંવાર ઉદયમાં ચાલ્યા જ કરે એવી રીતે જે ક્રોધ ઉદયમાં રહ્યા કરે તે રોષ કહેવાય છે.
(૪) દ્વેષ - જેનાથી પોતાને કે બીજાને દૂષણ અપાય એટલે કે પોતાના છતાં દોષ બોલે અને બીજાના અછતાં દોષો પ્રગટ કરવા એકબીજાને જણાવવા તે દ્વેષ પરિણામ કહેવાય છે. અનાદિ કાળથી ભટકતાં. એવા જીવોને બીજાનાં છિદ્રો જોવાની-દેખવાની અને તે દેખીને જેની તેની પાસે પ્રગટ કરવાની જે વિચારણાઓ ચાલ્યા કરે છે તે ક્રોધના ભેદનો એક પ્રકાર દ્વેષ રૂપે જ્ઞાની ભગવંતોએ કહેલ છે.
(૫) અક્ષમાં - અસહનશીલતા. કોઇ પણ બાબતમાં જરાય સહન જ ન થાય દરેક બાબતમાં જીવને ઓછું પડ્યા જ કરે અને આ અસહનશક્તિ એટલે સહન કરવાનો અભ્યાસ પાડ્યો ન હોય તો તેમાં ઓછું લાવતા લાવતા આ કષાય અંતરમાં ચાલ્યા જ કરે એટલે સહન નહિ કરવાની જે વૃત્તિ તે અક્ષમાં.
(૬) સંજ્વલન - વારંવાર ક્રોધથી બળવું તે એટલે કે ક્રોધાદિ કષાયનું જરાક નિમિત્ત મલે અને બોલી શકે એવી શક્તિ ન હોય તો પોતાના ક્રોધથી જીવ પોતાના આત્મામાં લાંબા કાળ સુધી બળ્યા કરે. એકવાર નિમિત્ત મળ્યા પછી ફ્રીથી નિમિત્ત ન મળે તો પણ અંતરમાં બળાપો ચાલુ રહ્યા કરે તે સંજ્વલન.
(૭) કલહ - મોટેથી બૂમ પાડી પાડીને બોલવું તે. ક્રોધમાં ને ક્રોધમાં મોટેથી બૂમો પાડી પાડીને બોલવું કલહ એટલે કજીયો થાય તે પ્રમાણે બોલવું તે પણ ક્રોધનો જ એક પ્રકાર છે.
(૮) ચાંડિક્ય - રીદ્રાકાર. જે બાબતમાં કજીયો થયો હોય ક્રોધ થયો હોય તે પદાર્થને વારંવાર ચિંતન કરી સ્થિર કરી કરીને ક્રોધ કર્યા કરવો અને તે ક્રોધના સ્વરૂપને ન છોડવું તે ચાંડિક્ય કષાય કહેવાય છે.
(૯) ભડન - લાકડીથી લડવું એટલે કે ક્રોધ પેદા કરતાં કરતાં મારો કાપો ખતમ કરો એવા
Page 70 of 126