________________
તો તે મનુષ્ય રૂપે સ્ત્રી બની ગઇ અને સુંદર રૂપ પેદા થય. આ જોઇને વાંદરો પણ તે પથ્થર ઉપર પડ્યો અને તે મનુષ્ય થયો પણ તે મનુષ્યગતિ પ્રાપ્ત થતાં તેને વિચાર આવ્યો કે મારે મનુષ્યપણું નથી જોઇતું, દેવગતિ જોઇએ છે. તો પોતાની પત્નીએ ના પાડી કે જે આપણને મળ્યું છે તેમાં સંતોષ માનો અધિક લોભ કરવા જેવો નથી. પણ તે મનુષ્યે માન્યું નહિ અને ઝાડ ઉપર ચઢીને ફરીથી તે પથ્થર ઉપર પડતું મુક્યું. તો પહેલાની જેમ વાનર થઇ ગયો. પછી વારંવાર પડતું મૂકે છે પણ તે વાનર ગતિમાંથી બીજી ગતિ થતી નથી અને ઘણો પસ્તાય છે. આમાં પદાર્થની દ્રષ્ટિથી એ રીતે વિચારણા કરી શકાય કે જે વાનરનો જીવ છે તેને પૂર્વ ભવે તિર્યંચ આયુષ્યનો બંધ કરતાં કરતાં વચમાં સારા પરિણામ પેદા કરીને મનુષ્યગતિ બાંધેલી તેથી તે મનુષ્ય થયો પણ તે થોડા કાળની જ બાંધેલી હતી. માટે ીથી પડતું મૂકતા તિર્યંચ બની ગયો. જ્યારે તે વાનરની સ્ત્રીએ પૂર્વ ભવમાં તિર્યંચાયુષ્ય બાંધતા બાંધતા વચમાં સારા પરિણામ પેદા કરીને મનુષ્યગતિનો બંધ લાંબા કાળ સુધીનો કરેલો તેથી તે મનુષ્ય રૂપે રહી આ મનુષ્યગતિનો ઉદય ભોગવતાં તેને તિર્યંચ આયુષ્યનો જ ઉદય ચાલે છે.
આથી જે જીવોને ચંચળ પરિણામ ખૂબ રહેતા હોય અને પરિણામની સ્થિરતા રહી શકતી ન હોય તો તેવા જીવોએ પુરૂષાર્થ કરીને ચચળ પરિણામને દૂર કરવા જોઇએ અને સ્થિર પરિણામ કઇ રીતે રહી શકે તેનો પુરૂષાર્થ કરવો જોઇએ કે જેથી શુભ અનુષ્ઠાનોની ક્રિયાઓમાં એકાગ્રતા પ્રાપ્ત કરી શકે અને તો જ જીવો એવા પરિણામમાં વારંવાર એકાગ્ર અને સ્થિરતાપૂર્વક રહેવાનો અભ્યાસ કરતાં પોતાનું જીવન સુધારી શકે છે અટલે કે આત્મામાં રહેલા દુર્ગુણોને ઓળખીને દૂર કરવાનો પ્રયત્ન કરી શકે છે.
આ કારણથી જ્ઞાની ભગવંતો કહે છે કે પુણ્યથી મળતી અનુકૂળ સામગ્રી એ આત્માને દુઃખી કરનાર સામગ્રીઓ છે માટે તે દુઃખરૂપ છે. દુઃખનું ફ્ળ આપનારી છે અને દુઃખની જ પરંપરા સર્જનારી એટલે દુઃખાનુબંધિ છે. તે સામગ્રીઓને એટલે તે અનુકૂળ પદાર્થોને પોતાના માનીને વિશેષ પાપની આચરણા કરવી તે જીવનું પોતાનું અજ્ઞાન છે. એવી માન્યતા અંતરમાં પેદા ન થાય અને શ્રી જિનેશ્વર પરમાત્માની સુંદરમાં સુંદર રીતે ભક્તિ કરે-સાધુ મહારાજાઓની સેવા કરે અને ધર્મની પ્રવૃત્તિઓ સારી રીતે કરે તથા જ્ઞાનાવરણીયનો ક્ષયોપશમ ભાવ સારો લઇને આવ્યો હોય અને સુંદર જ્ઞાન ભણે તે જ્ઞાનની વિચારણાઓ કરે તેમાં વિશેષ ટાઇમ પસાર કરે તો પણ તે જીવોનું અજ્ઞાન દૂર થતું નથી અને પોતાના દોષોને દૂર કરીને કોઇ પણ ગુણની પ્રાપ્તિ કરી શકતા નથી. વ્યવહારમાં ગુણોનું પાલન દેખાય વેપાર ધંધામાં નિતીનું પાલન કરતાં હોય, સત્ય બોલતા હોય, પણ પોતાના આત્માની દયાનો પરિણામ તે જીવોને પેદા થવા દે નહિ. આથી બીજા જીવોની પણ તે જીવોને દયા આવે નહિ. કારણ કે અનુકૂળ સામગ્રી પ્રત્યે મારાપણાની બુધ્ધિ સ્થિર રૂપે રહેલી છે. આથી તેઓનાં ગુણો ગણાભાસ રૂપે થતાં તે ગુણોનું પાલન પણ દોષોને વધારનારૂં થાય છે. પણ દોષોની ઓળખાણ કરાવી તેનો નાશ કરવામાં તે ગુણ ઉપયોગી થતાં નથી. પહેલા ગુણસ્થાનકના । પરિણામમાં રહેલો જીવ સાતે કર્મની જઘન્ય સ્થિતિ બાંધે તો અંતઃ કોટાકોટી સાગરોપમની બાંધી શકે છે. પણ એથી ઓછી બાંધી શકતો નથી.પણ તે અંતઃ કોટાકોટી સાગરોપમની સ્થિતિ બેથી આઠ ગુણસ્થાનકવાળા જીવોની અપેક્ષાએ સૌથી વધારે સ્થિતિ ગણાય છે.
પહેલા ગુણસ્થાનકમાં રહેલા જીવો જેમ નિયાણું કરી શકે છે તેવી રીતે ચારથી છ ગુણસ્થાનકમાં રહેલા જીવો પણ અપ્રશસ્ત કષાયના ઉદયને કારણે તેને આધીન થતાં નિયાણું કરી શકે છે. તે નિયાણું કરનારા જીવોને જો તેનો તપ અને સંયમ બરાબર નિરતિચારપણે હોય તો માગ્યા પ્રમાણે સુખ સંપત્તિ મળી શકે છે. પણ તે સામગ્રી પ્રાપ્ત કરી તે જીવો નિયમા દુર્ગતિમાં જાય છે. એટલે મોટે ભાગે નરકમાં જવાવાળા
Page 31 of 126