________________
તિર્યંચમાં જાય અને ત્યાં એક અંતર્મુહૂર્ત રહી પાછો મનુષ્ય જન્મ પ્રાપ્ત કરી શકે છે. આનો અર્થ એ થાય છે કે પૂર્વક્રોડ વરસ સુધી તિર્યંચપણામાં એ જીવ રહીને ક્રૂર અને ઘાતકી પરિણામોથી અશુભ કર્મો તીવ્રરસે ચીકણા બાંધીને પોતાની ભવની પરંપરા વધારવાનો હતો અને સંસારમાં રખડપટ્ટી કરવાનો હતો તે માત્ર આ ભવમાં શુધ્ધ પરિણામ પેદા કરી એકાગ્રચિત્ત અને પ્રસન્નતાની સ્થિરતા પેદા કરી દેવ, ગુરૂ અને ધર્મની આરાધના કરતાં કરતાં તે સઘળાંય ચીકણાં કર્મો ન બંધાય અને ભવની પરંપરા ન વધે અને રખડપટ્ટી ન કરવી પડે એ રીતે તે આયુષ્ય ઓછું કરી શકે છે.
વિચારો ધર્મની કિંમત કેટલી છે ? થોડા કાળમાં જીવને પ્રત્યક્ષ ફ્ળ જ્ઞાની ભગવંતોએ કેટલું કહેલું છે ? કેટલા બધા દુઃખોનો નાશ કરવા સમર્થ છે ? આ રીતે કિંમત સમજીને શુધ્ધ પરિણામ પેદા કરવાનો પુરૂષાર્થ કરવો જ જોઇએ.
એવી જ રીતે કોઇ જીવે શુભ પરિણામ પેદા કરીને મનુષ્યનું મહાવિદેહ ક્ષેત્રનું પૂર્વક્રોડ વરસનું અનિકાચીત આયુષ્ય બાંધ્યું હોય અને પાછળથી જીવ અશુભ પરિણામવાળો બનીને ક્રૂર અને ઘાતકી પરિણામવાળો થાય તો તે મનુષ્યનું આયુષ્ય ઓછું કરીને એક અંતર્મુહૂર્તનું કરી શકે છે. પછી અહીંથી મરણ પામી ત્યાં ઉત્પન્ન થઇ એક અંતર્મુહૂર્તમાં દુર્ગતિનું આયુષ્ય બાંધી દુર્ગતિમાં ભટકવા માટે ચાલ્યો જાય છે. આવું પણ આ કાળમાં બની શકે છે.
એવો જ રીતે આ કાળમાં સારા પરિણામથી વૈમાનિક દેવલોકનું ચોથા દેવલોક સુધી આયુષ્ય બાંધી શકે છે. એ આયુષ્ય બાંધ્યા પછી પાછળથી અશુભ પરિણામ પેદા થઇ જાય. અને એકાગ્રતાવાળા પરિણામથી પાપ કર્યા કરે તો વૈમાનિકના ચોથા દેવલોકનું બાંધેલું આયુષ્ય ઓછું થતાં થતાં પહેલા દેવલોકનું જઘન્ય આયુષ્ય પણ કરી શકે છે. આ કારણથી જ્ઞાની ભગવંતો કહે છે કે સમયે સમયે ચેતતા રહેવું જોઇએ. અને આત્માનું કામ સાધી લેવું જોઇએ.
પરિણામની ધારા સંકલિષ્ટ ન થઇ જાય તેની સતત કાળજી રાખવાની છે અને અત્યારથી શરીરને કષ્ટ આપીને સહન કરવાની ટેવ પાડી હશે તો મરતી વખતે જે વેદના આવશે તેમાં સમાધિ રાખી શકાશે. આ સહન શક્તિનો અભ્યાસ પાડવા માટે જ્ઞાની ભગવંતોએ બાહ્ય છ પ્રકારના તપની આચરણા કહેલી છે. જ્ઞાની ભગવંતો કહે છે કે આયુષ્ય બંધની શરૂઆત કરે એટલે એક અંતર્મુહૂર્ત સુધી જીવને તે જ આયુષ્ય બંધાય છે અને તેની સાથે મોટે ભાગે તેજ ગતિ બંધાતી હોય છે પણ કેટલાક જીવોને આયુષ્ય બંધ વખતે કલીષ્ટ પરિણામ વચમાં પેદા થઇ જાય તો બીજી ગતિનો બંધ વિપાકોદયથી ભોગવવા લાયક બંધાય છે. જેમ કે કોઇ જીવ મનુષ્ય આયુષ્યનો બંધ કરતો હોય તેની સાથે મનુષ્યગતિનો બંધ કરી રહ્યો છે તેમાં પરિણામની કલીષ્ટતા પેદા થઇ જાય તો મનુષ્ય આયુષ્ય જ બંધાય પણ તેની સાથે તિર્યંચ ગતિ તે મનુષ્યના ઉદયકાળમાં ભોગવવા લાયક બાંધતો જાય, અને તે બાંધેલી તિર્યંચગતિ એ જ મનુષ્ય આયુષ્યના ઉદયકાળમાં અવશ્ય ભોગવવી જ પડે.
જેમ કે ચંદરાજાનો જીવ કૂકડો બન્યો અને તે કૂકડા રૂપે તિર્યંચગતિ અઢાર વર્ષ સુધી ભોગવવી પડી તો તે જીવે પૂર્વ ભવમાં મનુષ્ય આયુષ્યના બંધ કાળમાં તિર્યંચગતિ અઢાર વર્ષ સુધી ભોગવવા લાયક બાંધેલી માટે અવશ્ય ભોગવવી પડી. પછી મનુષ્ય ગતિનો ઉદય શરૂ થયો છે. એટલે તે ચંદરાજાના જીવને કૂકડા રૂપે તિર્યંચગતિ ઉદયમાં છે અને મનુષ્ય આયુષ્ય ઉદયમાં છે. એવી જ રીતે જંબૂવામીજીના ચરિત્રમાં વાત આવે છે કે જંગલમાં રહેલા ઝાડ ઉપર કૂદાકૂદ કરતાં વાંદરાનું યુગલ પોતાનું જીવન પસાર કરે છે તેમાં રતાં ફરતાં કોઇ એવી ભૂમિ તરફ આવ્યા કે યુગલમાંથી સ્ત્રીનો જીવ ઝાડ ઉપરથી નીચે પથ્થર ઉપર પડી
Page 30 of 126