________________
નાખતાં-નાખતાં સૌથી છેલ્લે રસ સંજ્વલન લોભમાં જે સૂક્ષ્મ રૂપે છે તેમાં પડે છે તે લોભની ચીકાસને કાઢવા માટે તે વખતે જીવ જે પુરૂષાર્થ કરે છે. તેમાં કહ્યું છે કે સ્વયંભૂ રમણ સમુદ્ર જે અસંખ્યાતા કોટાકોટી યોજનનો છે. એક યોજન એટલે બત્રીશો માઇલ ગણાય છે એવા એ સમુદ્રને કોઇ મનુષ્ય પોતાની શક્તિથી તરતા તરતા સામે કાંઠે પહોંચે તેમાં જે થાક લાગે એટલો થાક આ સંજ્વલન સૂક્ષ્મ લોભના રસને કાઢવામાં લાગે છે. કારણ કે જીવ સમયે સમયે તે સૂક્ષ્મ લોભના રસના અનંતા અનંતા ટૂકડા કરે છે તેમાંનો એક ટૂકડો રાખી અનંતાનો નાશ કરે એ એક ટૂકડાના અનંતા ટૂકડા કરે તેમાંથી એક ટૂકડો રાખી અનંતાનો નાશ કરે આ રીતે હજારોવાર કરતો જાય ત્યારે સૂક્ષ્મ લોભનો દરેક આત્મપ્રદેશો પરથી નાશ થાય. આ પરિશ્રમથી શ્રમિત થયેલો આત્મા હોય છે માટે દશમાથી બારમા ગુણસ્થાનકમા જીવ પ્રવેશ કરે ત્યારે ત્યાં એને વિશ્રાંતિ જેવું જણાય. માટે રસ બંધ જોરદાર ન થઇ જાય તેની કાળજી રાખવી જોઇએ.
જે જીવોએ પહેલા મિથ્યાત્વ ગુણસ્થાનકે રહીને નરકનું આયુષ્ય બાંધેલ હોય અને પછી એ જીવો ક્ષયોપશમ સમકીતની પ્રાપ્તિ કરે તે સમકીતના કાળમાં પુરૂષાર્થ કરીને ક્ષાયિક સમકીતની પ્રાપ્તિ કરે તો તે ક્ષાયિક સમકીત લઇને જીવ ત્રીજી નારકીથી આગળની નારકીમાં જઇ શકતો નથી. ત્રીજી નારકીમાં પણ જઘન્ય ત્રણ સાગરોપમનું આયુષ્ય વત્તા પલ્યોપમના અસંખ્યાતમા ભાગ જેટલા અધિક આયુષ્યમાં જાય પણ એથી અધિક આયુષ્યમાં જતાં નથી.
કૃષ્ણ મહારાજાના જીવે મિથ્યાત્વ ગુણસ્થાનકમાં રહીને સાતમી નારકીનું આયુષ્ય બાંધેલું હતું. પછી નેમનાથ ભગવાન મલતાં તેમના અઢાર હજાર સાધુ ભગવંતોને ભાવથી વંદન કરતાં ક્ષાયિક સમકીતની પ્રાપ્તિ કરી અને ચાર નારકીનું આયુષ્ય ઓછું કર્યું. અહીં એ વિચારવા યોગ્ય છે કે જ્યારે વંદન કરી ચાર નારકી નિવારી તો તેમાં સાતમી નારકીનું આયુષ્ય બંધાયેલું તેમાં ત્રણ નારકી નિકાચીત કરેલ અને ચાર નારકી અનિકાચીત કરેલ હતી કે જેથી તેની સ્થિતિ અને રસ ઘટાડીને ત્રણ નારકીનું જઘન્ય આયુષ્ય વત્તા પલ્યોપમના અસંખ્યાતમાં ભાગ અધિક આયુષ્ય ભોગવવા લાયક રહ્યું. જ્યારે નેમનાથ ભગવાને કૃષ્ણને કહ્યું કે તેં ચાર નારકોના દુઃખોનો નાશ કર્યો તે સાંભળીને કૃષ્ણ કહે છે કે હે ભગવાન્ હું ફરી ફરીને સાધુને વંદના કરું ! જો મારી નારકી તૂટી જતી હોય તો ? ત્યારે ભગવાને કહ્યું કે કૃષ્ણ હવે એ તૂટે નહિ એવા ભાવ હવે ફરીથી આ ભવમાં આવવાના નથી. આથી માની શકાય કે તે ત્રણ નારકીનું નિકાચીત બાંધેલું હતું.
આથી જીવ અપવર્તના કોઇપણ કર્મની કરી શકે તે તે કર્મની સ્થિતિ અને રસની અપવર્તના કરી શકે છે. પણ પ્રકૃતિ અને પ્રદેશ બંધની અપવર્તના થતી નથી.
આ ઉપરથી જ્ઞાની ભગવંતો જણાવે છે કે પાંચમા આરામાં જે દેવ, ગુરૂ અને ધર્મની સામગ્રી મળેલી છે તે જૈન શાસનની કિંમત કટલી છે ? એ જો ખબર પડી જાય તો સુખનો રાગ ઘટાડવામાં વાર લાગે નહિ કહ્યું છે કે કોઇ જીવે આ ભવમાં અત્યારે બીજી નારકીનું ઉત્કૃષ્ટ આયુષ્ય ત્રણ સાગરોપમનું અનિકાચીત રૂપે બાંધ્યું હોય અને પાછળથી શુધ્ધ પરિણામ પેદા કરીને ચિત્તની પ્રસન્નતા અને એકાગ્રતાપૂર્વક દેવ, ગુરૂ અને ધર્મની આરાધના કરે તો તે આરાધનાથી તે બાંધેલું આયુષ્ય ઓછુ કરીને પહેલી નારકીનું જઘન્ય દશ હજાર વરસનું આયુષ્ય કરી શકે છે. એવી જ રીતે કોઇ જીવે ક્રૂર અને ઘાતકી પરિણામવાળા તિર્યંચનું એટલે સિંહ-વાઘ-આદિનું આયુષ્ય બાંધેલું હોય અને તે પૂર્વક્રોડ વરસનું આયુષ્ય બંધાયેલું હોય અને પાછળથી શુધ્ધ પરિણામ પેદા કરીને ચિત્તની પ્રસન્નતા પૂર્વક એકાગ્ર ચિત્તે આરાધના કરે તો તે પૂર્વક્રોડ વરસનું અનિકાચીત બંધાયેલ આયુષ્ય ઓછું કરીને એક અંતર્મુહૂર્તનું કરી શકે છે. એટલે અહીંથી
Page 29 of 126