________________
તો તેને સાધુપણામાં ધર્મ છે તેમ સમજાવ્યું પણ કપિલે કહ્યું કે જો ધર્મ સાધુપણામાં છે તો શું તમારામાં ધર્મ નથી ? આ સાંભળતા ફરીથી મિથ્યાત્વના પુદ્ગલોનો ઉદય થતાં અહીં પણ ધર્મ છે અને ત્યાં પણ ધર્મ છે એમ જણાવ્યું. આથી એક કોટાકોટી સાગરોપમ સંસાર વધાર્યો અને બાર બાર ભવ સુધી સમકીતના દર્શન ન થયા. તેમજ દેવગુરૂ અને ધર્મની સામગ્રી પણ ન મળી.
આત્મામાં હિત અને અહિતનો વિવેક પેદા થવા ન દે તે મોહનીય કર્મ કહેવાય છે. આને જ જ્ઞાની ભગવંતો અજ્ઞાન હે છે. માટે આત્માની વિવેક બુધ્ધિમાં મુંઝવણ પેદા કરાવે તે મોહનીય કર્મ કહેવાય છે. જેમ જેમ જીવ રાગની માત્રા વધારતો જાય છે તેમ તેમ જ્ઞાનાવરણીય કર્મ જોરદાર રસે બાંધતો જાય છે. જ્ઞાનીની દ્રષ્ટિથી સંસારની કોઇ પણ પ્રવૃત્તિ એટલે શરીર-ધન અને કુટુંબની પ્રવૃત્તિ જેમ રાગથી કરતો જાય તો તે જીવ અજ્ઞાનીમાં ખપે છે. અને દેવ, ગુરૂ, ધર્મની પ્રવૃત્તિ શરીર-ધન અને કુટુંબના રાગને ઘટાડવાના હેતુથી કરતો જાય તો જીવ ભલે કાંઇ ભણ્યા ન હોય અને ભણી પણ શકતો ન હોય તો પણ તે જીવ જ્ઞાનીમાં ખપે છે.
વિવેક દ્રષ્ટિ ન હોવાના કારણે જીવોને હિત અને અહિતની બુધ્ધિ પેદા થઇ શકતી નથી અને તે બુધ્ધિ પેદા ન થતાં તેની વિવેક બુધ્ધિ અજ્ઞાન રૂપે કામ કરે છે. આથી એ જીવો જ્ઞાનાવરણીય કર્મ જોરદાર બાંધે છે.
જીવને અજ્ઞાન દૂર કરવાની ઇચ્છા પેદા થતી નથી અને જ્ઞાન મેળવવાની ભાવના થતી નથી આથી જીવ જ્ઞાનાવરણીયનો રસ એવા પ્રકારે બાંધે છે કે તે જીવને પોતાના આત્માની સમજણ બુધ્ધિ પેદા થવા દેતો નથી. જો જીવ પુરૂષાર્થ કરીને સમજણના ઘરમાં દાખલ થાય અને વિવેક દ્રષ્ટિ પેદા કરવાનો પુરૂષાર્થ કરતો જાય તો જ્ઞાનાવરણીય કર્મની સ્થિતિ અને રસ ઓછો બાંધતો જાય. વિવેક દ્રષ્ટિ પેદા થયા સિવાય અને હિતાહિતની બુધ્ધિ પેદા કર્યા વગર જીવ અશુભ પ્રકૃતિઓનો તીવ્ર રસ બાંધે છે અને શુભ પ્રકૃતિઓનો મંદરસ બાંધી તેનો અકામ નિર્જરા દ્વારા નાશ કરે છે.
નિયમ છે કે જ્યારે જીવ મોહનીય કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ બાંધતો હોય ત્યારે બાકીના છ એ કર્મોની પ્રકૃતિઓની ઉત્કૃષ્ટ સ્થિતિ નિયમા બાંધે છે. કારણ કે પરિણામની ક્લિષ્ટતા પેદા થયેલી છે. જ્યારે જ્ઞાનાવરણીય આદિ કર્મોની ઉત્કૃષ્ટ સ્થિતિ જીવ બાંધતો હોય તો મોહનીય કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ બંધાય અથવા ન પણ બંધાય કારણ કે જ્ઞાનાવરણીય આદિ કર્મોની ઉત્કૃષ્ટ સ્થિતિ તેવા તેવા પ્રકારના પરિણામોથી બંધાય છે. માટે બાકીના કર્મોની ઉત્કૃષ્ટ સ્થિતિ તે વખતે બંધાય નહિ. કારણ કે ત્રીશ કોટાકોટી જ્ઞાનાવરણીયની સ્થિતિ છે તેનાથી અધિક જે પ્રકૃતિઓની સ્થિતિ કહેલી છે તે ઉત્કૃષ્ટ સ્થિતિથી બંધાય નહિ. જેમ સોળ કષાયની ઉત્કૃષ્ટ સ્થિતિ ચાલીશ કોટા કોટી સાગરોપમની છે અને મિથ્યાત્વ મોહનીયની સીત્તેર કોટાકોટી સાગરોપમની છે. જ્યારે ત્રીશ કોટાકોટી સાગરોપમથી ઓછી સ્થિતિ જે પ્રકૃતિઓની હોય તેની ઉત્કૃષ્ટ સ્થિતિ બાંધી શકે છે. માટે ઉત્કૃષ્ટ સ્થિતિ બાંધે અથવા ન બાંધે એમ કહેવાય છે.
જ્ઞાની ભગવંતો કહે છે કે સ્થિતિ બંધ ગમે તેટલો પડે તો તેનાથી ગભરાવાનું નથી તે સ્થિતિને નાશ કરતાં જીવને વાર લાગતી નથી તે જલ્દી ખપાવી શકશે પણ તે સ્થિતિ બંધની સાથે રસબંધ જોરદાર ન થઇ જાય તેની સતત કાળજી રાખવાની છે. જો રસ જોરદાર બંધાઇ જાય તો તે જલ્દી નીકળી નહિ શકે.
માટે કહ્યું છે કે ક્ષપક શ્રેણિમાં ચારિત્ર મોહનીયની પ્રકૃતિઓનો ક્ષય કરતાં કરતાં તે દરેક પ્રકૃતિઓનો જે રસ છેલ્લે વધતો હોય છે તે ક્રમસર બીજી પ્રકૃતિઓમાં નાંખતો જાય છે એ રીતે
Page 28 of 126