________________
એકેન્દ્રિય જીવોને મતિ અજ્ઞાન અને શ્રત અજ્ઞાન રૂપે અક્ષરનો અનંતમો ભાગ ખુલ્લો રહે છે. એટલો જ ક્ષયોપશમ ભાવ હોય છે. નિગોદના જીવો અંગુલના અસંખ્યાતમા ભાગ જેટલા શરીરમાં અનંતા. જીવો રૂપે એક સાથે રહે છે તે દરેક જીવો પોતાને મળેલા એ શરીરનું મમત્વ કરતાં કરતાં પોતાનો સંસાર અસંખ્યાતા ભવોનો-સંખ્યાતા ભવોનો કે અનંતા ભવોનો વધારતા જાય છે અને ત્યાં ર્યા જ કરે છે. આથી અનુકૂળ પદાર્થમાં મમત્વ પેદા કરવાના-વધારવાના અને તેમાં આનંદ માનવાના સંસ્કાર જીવ નિગોદના ભવોમાંથી લઇને આવેલો છે. ત્યાં અનુકૂળ સામગ્રી ઓછી હતી માટે ત્યાં અનુકૂળ પદાર્થોની આશામાં કાળ પસાર કરતો હતો અહીં વધારે સામગ્રી મળેલી છે. માટે મમત્વના સંસ્કાર વધારતો દ્રઢ કરે છે અને સંસાર વધારે છે.
આથી જ્યાં સુધી જીવ સમજણના ઘરમાં ન આવે ત્યાં સુધી આ મમત્વથી જ દુ:ખી થાઉં છું એ ખબર પડે નહિ.
એક જીવ અવ્યવહાર રાશીની સૂક્ષ્મ નિગોદમાંથી નીકળીને વ્યવહાર રાશીની સૂક્ષ્મ નિગોદમાં આવેલો હોય અને એક સન્ની પંચેન્દ્રિય પર્યાપ્તપણું પ્રાપ્ત કરી મમત્વ બુદ્ધિ વધારી સૂક્ષ્મ નિગોદમાં ઉત્પન્ન થયેલો હોય તો બેમાંથી જલ્દી નીકળવાનો ચાન્સ જે અવ્યવહાર રાશીમાંથી આવેલો હોય તેને હોય છે. કારણ કે તે જીવોએ મમત્વ બુદ્ધિનો સંસ્કાર દ્રઢ કરેલો નથી માટે જલ્દી બહાર નીકળી શકે. જ્યારે સન્નીમાંથી ગયેલા જીવને મમત્વનો સંસ્કાર દ્રઢ બનેલો હોવાથી અનુબંધ જોરદાર બાંધીને ગયેલો છે આથી ત્યાંથી જલ્દી નીકળવું દુષ્કર થાય છે.
એવી જ રીતે કોઇ જીવ સૂક્ષ્મ નિગોદમાં એકેન્દ્રિયપણામાંથી ઉત્પન્ન થયો હોય અને કોઇ જીવ ચોદ પૂર્વનો અભ્યાસ કરી પ્રમાદને વશ થઇ પતન પામી સૂક્ષ્મ નિગોદમાં ઉત્પન્ન થાય તો તે વખતે બન્નેનું શ્રુતજ્ઞાન એક સરખું હોય છે. પણ તેમાંથી ચીદપૂર્વ ભણી નિગોદમાં ગયેલો હોય તો તે જલ્દી નીકળી શકતો નથી કારણ કે અજ્ઞાન વિશેષ હોય છે.
અનાદિ મિથ્યાદ્રષ્ટિ જીવો એક વાર સમકીતની પ્રાપ્તિ કરે તે સમકીતના કાળથી નિકાચીત કર્મના ઉદય વગર પતન પામે નહિ. સમકીત પામતાં પહેલા વચમાં મિથ્યાત્વ મોહનીય કર્મ નિકાચિત રૂપે બંધાયેલું હોય અને જીવ સમકીત પામે અને તે બંધાયેલું નિકાચીત કર્મ ઉદયમાં આવે તો જ જીવ સમકીતથી પતના પામે છે. બાકી જીવો પતન પામી શકે નહિ.
જેમ શ્રવણ ભગવાન મહાવીર મહારાજાનો આત્મા નયસારના ભવમાં સમકીત પામ્યો તે સમકીત સાચવી રાખ્યું તો સમકીત સાથે ભરત મહારાજને ત્યાં મરિચિ રૂપે ઉત્પન્ન થયો. જુવાન વયમાં સંયમનો સ્વીકાર કરી અગ્યાર અંગ ભણ્યો. હજારો વર્ષો સંયમ સુંદર રીતે પાળ્યું. એકવાર ઉનાળાની ગરમી ના સહન થઇ આથી સર્વવિરતિના પરિણામ જતાં દેશવિરતિના પરિણામ આવ્યા અને ત્રિદંડી વેશમાં સમકીત ટકાવી રાખ્યું. અહીં હજી નિકાચીત મિથ્યાત્વનો ઉદય થયેલો નથી. જ્યારે ભરત મહારાજાએ ત્રિદંડીને પ્રદક્ષિણા આપતા અને વંદન કરતા કહ્યું કે હું તારા ત્રિદંડી વેશને નમસ્કાર કરતો નથી પણ તું આ અવસરપીણીમાં ચોવીશમાં વર્ધમાન નામે તીર્થંકર થવાનો છે તેને વંદન કરું છું એમ જણાવ્યું અને વંદના કરી ઘરે ગયા એટલે મરિચીને મિથ્યાત્વ મોહનીયનો ઉદય થતાં ત્યાં સમકીતથી પતન પામ્યા અને નીચગોત્ર કર્મ નિકાચીત રસે બાંધ્યું કે જે નીચ ગોત્રના દલિકો તે રસરૂપે છેલ્લા ભવમાં પણ ભોગવવા.
ડ્યા. પાછા વચમાં સમકીત પામ્યા અને સુંદર આરાધના કરવા લાગ્યા પાછા તે જ ભવમાં છેલ્લે ઉંમર થવાથી કોઇ સેવા કરનાર નથી માટે શિષ્યની ઇચ્છા થઇ. કપિલ રાજકુમાર તેમના જેવો જ મલતાં પહેલાં
Page 27 of 126