________________
હોય છે. માટે જ્ઞાનીઓએ કહ્યું છે કે જે જીવો ચક્રવર્તીપણાનું નિયાણું કરીને ચક્રવર્તિપણાને પ્રાપ્ત કરે તે મરીને નિયમા નરકમાં જાય છે અને નિયાણું કર્યા વગર જે જીવો ચક્રવર્તિપણાને પ્રાપ્ત કરે તે છેલ્લે સંયમનો. સ્વીકાર કરીને દેવલોકમાં જાય અથવા મોક્ષે જાય છે. એવી જ રીતે જે વાસુદેવ અને પ્રતિ વાસુદેવપણાને પ્રાપ્ત કરે છે તેણે પૂર્વભવમાં નિયાણું કરેલું હોય છે માટે પ્રાપ્ત થાય છે, અને એ જીવો નિયમા નરકે જ જાય
આ અવસરપીણીમાં બાર ચક્રવર્તિઓ જે થયા છે તેમાં સુભમ અને બ્રહ્મદત્ત ચક્રવર્તિ બન્ને નિયાણું કરીને ચક્રવર્તી થયેલા હતા. તેથી તેઓ મરીને સાતમી નારકીએ ગયેલા છે
મનુષ્ય અને તિર્યંચો નિરતિચાર સમકીતની હાજરીમાં આયુષ્યનો બંધ કરે તો નિયમા વૈમાનિક દેવલોકનું આયુષ્ય બાંધે છે અને જો તે જીવો સાતિચાર સમકીતની હાજરીમાં આયુષ્યનો બંધ કરે તો ભવનપતિનું કે વ્યંતર જાતિનું આયુષ્ય બાંધી શકે છે. કારણ કે ભગવતી સૂત્રમાં કહેલું છે કે સાતિચાર સમકતો જીવો આયુષ્યનો બંધ કરે તો નિયમા ભવનપતિ અને વ્યંતરનું બાંધે એમ જણાવેલ છે.
કુમારપાલ મહારાજાએ સમઝીત પામતા પહેલા વ્યંતરનું આયુષ્ય પહેલા ગુણસ્થાનકે બાંધેલું હોય અથવા સમકીતની હાજરીમાં જો આયુષ્ય બાંધેલું હોય તો સાતિચાર સમકીતની હાજરીમાં આયુષ્ય બાંધેલું હોય એમ લાગે છે. કારણ કે તે વ્યંતર જાતિમાં ગયેલા છે માટે એમ કહી શકાય.
જે જીવોનો શુભ પરિણામનો ઢાળ વિશેષ હોય તે બંધાતી શુભ પ્રકૃતિઓનો રસ તીવ્ર બાંધે છે. અને તે વખતે બંધાતી અશુભ પ્રકૃતિઓનો રસ મંદ બાંધે છે તેવી રીતે અશુભ પ્રકૃતિ એટલે અશુભ પરિણામનો ઢાળ વિશેષ હોય તો તે જીવો બંધાતી અશુભ પ્રકૃતિઓનો રસ તીવ્ર બાંધે છે અને તે વખતે બંધાતી શુભ પ્રકૃતિઓનો રસ મંદ બાંધે છે. સ્થિતિ ગમે તે બંધાય તીવ્ર એટલે નિકાચીત રૂપે બાંધે એવો નિયમ નથી.
- જ્ઞાનાવરણીયની પાંચે પ્રકૃતિઓ ધ્રુવબંધી રૂપે બંધાતી હોવાથી તે પાંચે પ્રકૃતિઓનો બંધ એક સાથે સતત દશમાં ગુણસ્થાનક સુધી હોય છે. આ પાંચે પ્રકૃતિઓનો રસ સદા માટે સર્વઘાતી રસ રૂપે બંધાય છે એટલે કે શાસ્ત્રોમાં જેટલી સર્વઘાતી કે દેશઘાતી પ્રકૃતિઓ કહેલી છે તે સઘળી ઘાતી પ્રકૃતિઓનો રસ દરેક જીવો સર્વઘાતી રસ રૂપે જ બાંધે છે. તેમાંથી જીવ પોતાના અધ્યવસાયથી, જે સર્વઘાતી પ્રકૃતિઓ હોય છે તેનો રસ સર્વઘાતી રસ રૂપે જ ઉદયમાં લાવે છે. સર્વઘાતી એટલે જે પ્રકૃતિઓનાં રસના ઉદયકાળમાં આત્માનાં સર્વ ગુણોનો ઘાત કરે એટલે કે તે ગુણ દેશથી પણ પેદા થવા ન દે તે સર્વઘાતી પ્રકૃતિઓ કહેવાય છે અને જે દેશઘાતી પ્રકૃતિઓ હોય છે કે જે પ્રકૃતિનાં ઉદય વખતે જીવોને સંપૂર્ણ ગુણોની પ્રાપ્તિ થવા ન દે પણ દેશથી થોડા થોડા ગુણોની પ્રાપ્તિ થવા દે તે દેશઘાતી પ્રકૃતિઓ કહેવાય છે. તે દેશઘાતી પ્રકૃતિઓનો રસ સર્વઘાતી રસ રૂપે જીવો બાંધે છે અને તે ઉદયમાં આવતાં જીવ પોતાના અધ્યવસાયના પુરૂષાર્થથી. દેશઘાતી રૂપ કરીને ઉદયમાં લાવે છે. એ દેશઘાતી પ્રકૃતિઓનો રસ બે પ્રકારનો હોય છે. (૧) દેશઘાતી અધિક રસવાળા પુદગલો અને (૨) દેશઘાતી અભ્યરસવાળા પુદ્ગલો. જ્યારે જીવોને દેશઘાતી અધિક રસવાળા પુલોનો ઉદય ચાલતો હોય ત્યારે જીવોને તે તે પ્રકૃતિઓનો ઉદયભાવ ચાલતો હોય છે અને
જ્યારે જીવોને દેશઘાતી અલ્પ રસવાળા પુદગલોનો ઉદય ચાલતો હોય ત્યારે જીવોને તે તે પ્રકૃતિઓનો ક્ષયોપશમ ભાવ પેદા થતો જાય છે. આ કારણથી જ્ઞાનાવરણીય પાંચ પ્રકૃતિઓમાં એક કેવલજ્ઞાનાવરણીય પ્રકૃતિ સર્વઘાતી રસવાળી ઉદયમાં હોય છે. જેના કારણે તે બધા પુગલો નાશ પામે ત્યારે જીવને કેવલજ્ઞાન પ્રાપ્ત થાય તે પહેલા સર્વઘાતી રસના ઉદયકાળમાં કેવલજ્ઞાનનો ઉદય ભાવ હોય છે.
જ્યારે મતિજ્ઞાનાવરણીય-શ્રુતજ્ઞાનાવરણીય-અવધિજ્ઞાનાવરણીય અને મન:પર્યવજ્ઞાનાવરણીય
Page 32 of 126