________________
(૩) ઉભય પ્રતિષ્ઠિત (૪) અપ્રતિષ્ઠિત.
(૧) સ્વ પ્રતિષ્ઠિત કષાય :- પોતાના ક્રોધાદિ કષાયના ઉદયથી જીવ પોતેને પોતે રીબામણ પામ્યા કરે એટલે કે પોતાના અંતરમાં ક્રોધાદિ કષાય પેદા થતાં કોઇને કહી શકાય એમ ન હોય તો તે કષાયથી જીવ પોતે અંદરથી બળ્યા કરે-લવારો કર્યા કરે-બેસતા ઉઠતાં ચાલતાં જીવ તે કષાયના વિચારોથી અંદરને અંદર પીડા પામ્યા કરે તે સ્વ પ્રતિષ્ઠિત કષાય કહેવાય છે. આ કષાયથી જીવ જે કર્મના પુદ્ગલો બનાવે છે તેની સ્થિતિ આત્માની સાથે નક્કી કરતો જાય છે. આ કષાય કોઇવાર તીવ્રતર હોય, તીવ્રતમ હોય, મંદ હોય અથવા મંદતમ પણ હોઇ શકે છે.
(૨) પ-પ્રતિષ્ઠિત કષાય :- પોતાના નિમિત્તે બીજાને જે કષાય પેદા થાય તે પર પ્રતિષ્ઠિત કહેવાય છે. એટલે કે પોતાના વાક્યોથી અથવા પોતાની પ્રવૃત્તિથી બીજા જીવોને નિમિત્ત રૂપ બનતાં કષાયની એટલે ક્રોધાદિ કષાયો પેદા થાય તે પર પ્રતિષ્ઠિત કષાય કહેવાય છે.
(૩) ઉભય પ્રતિષ્ઠિત કષાય :- જે ક્રોધાદિ કષાયના ઉદયથી પોતાના આત્મામાં કષાય પેદા થાય અને તેની સાથે જ બીજા જીવોના અંતરમાં પણ ક્રોધાદિ કષાય પેદા થાય એમ બન્નેનાં અંતરમાં જે ગુસ્સો આદિ કષાય પેદા થાય તે ઉભય પ્રતિષ્ઠિત કષાય કહેવાય છે.
(૪) અપ્રતિષ્ઠિત કષાય :- ક્રોધાદિ કષાય મોહનીયના ઉદયથી આત્મામાં વિશેષ નુક્શાન ન કરતાં જેવા ઉદયમાં આવ્યા તેવા ઉદયમાંથી નાશ પામે તે અપ્રતિષ્ઠિત કષાય કહેવાય છે.
આ ચારેય પ્રકારના કષાયો તીવ્રતર રૂપે, તીવ્રતમ રૂપે, તીવ્ર રૂપે અને મંદ રૂપે એટલે કે જોરદાર રસવાળા - તેનાથી ઓછા રસવાળા તેનાથી કાંઇક ન્યૂન રસે અને મંદ રસે પણ ઉદયમાં આવી શકે છ. તે સ્વ પ્રતિષ્ઠિત આદિમાં આ ચારેય પ્રકારો રહી શકે છે તેનાથી જીવ સ્થિતિ બંધ કરે છે. લાંબી અને મોટી સ્થિતિ બાંધવામાં અપ્રતિષ્ઠિત કપાય કામ લાગતો નથી. પહેલા ત્રણ કપાયથી મોટી-વધારે સ્થિતિ બંધાય છે. આથી જ્ઞાની ભગવંતોએ કહ્યું છે કે જેટલો કપાય વધારે તેટલો સ્થિતિ બંધ વધારે જેટલો કપાય ઓછો તેટલી સ્થિતિ ઓછી એટલે મંદ બંધાય.
પહેલાગુણસ્થાનકે જ્ઞાન ગર્ભિત વૈરાગ્યવાળા જીવોને અપ્રતિષ્ઠિત કષાય હોઇ શકે છે કે જેનાથી જીવો ઉત્કૃષ્ટ સ્થિતિનો બંધ કરતાં નથી આથી અપુનબંધક દશામાં રહેલા જીવોને ઉત્કૃષ્ટ સ્થિતિ બાંધવાનો અધ્યવસાય પ્રાપ્ત થતો નથી. એમ જ્ઞાની ભગવંતો કહે છે.
જેમ કષાયની સહાયથી સંસારની વૃધ્ધિ થાય છે એટલે સ્થિતિ બંધ થાય છે તેમ તે જ કષાયની સહાય લેતા આવડે તો તે કષાયની સહાયથી જ ધર્મમાં સ્થિરતા પેદા થઇ શકે છે એ ધર્મની ક્રિયાઓમાં સ્થિરતા લાવવા તે ક્રિયાનો રસ વધારવા માટે જેટલો કપાયનો ઉપયોગ કરીએ તેટલો રસ વધારે થાય અને
ગુણોને વિષે અપ્રમત્ત ભાવ પેદા થતો જાય આ રીતે કષાયની સહાયથી જ પહેલા-ચોથા-પાંચમા અને છઠ્ઠા ગુણસ્થાનક સુધી ધર્મ આરાધના કરવાની છે તે કષાયની સહાય લઇને જે ધર્મ પ્રવૃત્તિ થાય તે પ્રશસ્ત કષાયથી ધર્મ કરણી થયેલી કહેવાય જેનાથી બંધાતી અશુભ પ્રકૃતિઓનો રસ ઓછો બંધાય. બંધાતી શુભ પ્રકૃતિઓનો રસ તીવ્ર બંધાય અને બંધાયેલી અશુભ પ્રકૃતિઓની સ્થિતિ અને રસની નિર્જરા થાય છે. માટે પ્રશસ્ત કષાયથી ધર્મ પ્રવૃત્તિ બને તેવો અભ્યાસ પાડવો જોઇએ.
આ પ્રશસ્ત કષાય પુરૂષાર્થથી પેદા થાય છે પણ સ્વભાવિકપણે હોતા નથી જ્યારે અનાદિકાળથી જીવોને અપ્રશસ્ત કષાય રહેલા જ હોય છે. આ રીતે કષાયથી સ્થિતિબંધ કહ્યો.
લેશ્યા સહિત કષાયથી જીવો રસબંધ કરે છે. ચૌદ રાજલોક રૂપ જગતમાં જેમ પુદ્ગલો ઠાંસી
Page 21 of 126