________________
ન
મારે ત્યાં આવેલો આત્મા દુર્ગતિમાં ન જાય અને સદ્ગતિ પ્રાપ્ત કરી શકે એવા સંસ્કાર પેદા કરું. એવું જીવન જીવતો બનાવું એમ વિચારીને મા તેની કાળજી રાખે તેમાં તે દિકરાના હિતની ચિંતા છે પણ તેના સુખની ચિંતા નથી માટે તે વાત્સલ્ય ભાવના પરિણામ કહેવાય પણ રાગનો પરિણામ ન કહેવાય.
જ્યારે મારે ત્યાં જન્મ પામેલો દિકરો, એને એવા સંસ્કાર આપું કે તે હોંશિયાર થાય અને પોતાની જાતે કમાઇ અમારા કરતાં સારો સુખી બને સુખ ભાગવે અને છેલ્લી જીંદગી અમોને સારી રીતે સાચવે એ વિચારોથી તેની કાળજી રાખે તે અવગુણ છે તેનાથી જીવો પોતાનો સંસાર વધારતા જાય.
સમયે સમયે જીવો જે સાત કર્મનો બંધ કરે છે તેને અટકાવવાની આપણામાં શક્તિ નથી તેને રોકવાની તાકાત જીવોમાં નથી તે અટકાવવાની શક્તિ ૧૧-૧૨ અને ૧૩મા ગુણસ્થાનકમાં રહેલા જીવોની હોય છે. દશમા ગુણસ્થાનકમાં રહેલા જીવોની એક મોહનીય કર્મને અટકાવવાની શક્તિ હોય છે. તો પછી ધર્મ પ્રવૃત્તિથી આપણે શું કરી શકીએ ?
જ્ઞાનીઓ કહે છે કે અશુભ પરિણામોને અટકાવીને શુભ પરિણામ પેદા કરી તેમાં સ્થિરતા કેળવી શકીએ અને તે સંસ્કાર દ્રઢ કરવા હોય તો કરી શકીએ એટલી આપણી તાકાત છે. તેનાથી આત્માને આવતાં દુ:ખોનું નિવારણ કરી શકીએ છીએ. કદાચ દુ:ખ આવે એવું કર્મ બાંધેલું હોય તો શુભ પરિણામના સંસ્કારોથી તેમાં સમાધિ ટકાવી શકીએ એવી શક્તિ પેદા કરી શકીએ એટલી તાકાત છે.
બંધાતા સાતે કર્મોમાં વિભાગ થાય છે એટલે કે તે થોડા થોડા પુદ્ગલોમાં તેવા તેવા પ્રકારનો રસ ઉમેરાતા (નાંખતા) તે પુદ્ગલોનો તેવા તેવા પ્રકારનો સ્વભાવ પડે છે તે પ્રકૃતિ કહેવાય છે. આ રીતે આત્માની સાથે જુદા વિભાગી કરણ રૂપે પુદ્ગલોનો સ્વભાવ થવો તે પ્રકૃતિ બંધ કહેવાય છે. જીવોને પ્રકૃતિ બંધ અને પ્રદેશ બંધ યોગથી થાય છે. સ્થિતિ બંધ કષાયથી થાય છે અને રસબંધ લેશ્યા સહિત કપાયથી પેદા થાય છે.
સાત કર્મોથી સાત સ્વભાવ પેદા થાય છે.
આત્માના જ્ઞાન ગુણને આવરણ કરવાનો સ્વભાવ તે જ્ઞાનાવરણીય કર્મ. આત્માના દર્શન ગુણને આવરણ કરવાનો જે સ્વભાવ તે દર્શનાવરણીય કર્મ. સુખ અને દુ:ખની અનુભૂતિ પેદા કરવાનો જે સ્વભાવ તે વેદનીય કર્મ. આત્માના વિવેક ગુણમાં મુંઝવણ પેદા કરાવવાનો જે સ્વભાવ તે મોહનીય કર્મ. શરીર-અંગોપાંગ - ઇન્દ્રિયાદિની વિચિત્રતા પેદા કરવાનો સ્વભાવ તે નામ કર્મ. જીવોને ઉચ્ચપણાનો કે નીચપણાનો જે વ્યવહાર કરવાનો સ્વભાવ તે ગોત્ર કર્મ. (9) દાનાદિ ગુણમાં તથા મન-વચન, કાયાના, વીર્યના વ્યાપારમાં રૂકાવટ કરવા આદિનો જે સ્વભાવ પેદા કરાવે તે અંતરાય કર્મ.
આ રીતે ગ્રહણ કરેલા પુદ્ગલોમાં આત્મા પોતાના શુભાશુભ પરિણામથી તે તે પ્રકારના રસવાળા પુદ્ગલો બનાવે તે, તે તે પ્રકારનું કર્મ કહેવાય છે.
(૧)
(૨)
(3)
(૪)
(૫)
(૬)
કષાયોથી જીવોને સ્થિતિબંધ થાય છે. એટલે કે જે જે સ્વભાવવાળા પુદ્ગલો યોગથી જીવે બનાવ્યા તે સ્વભાવવાળા પુદ્ગલો આત્માની સાથે એકમેક થઇને કેટલા કાળ સુધી એવા ને એવા રહેશે તેનું જે નક્કી કરવું તે સ્થિતિબંધ કહેવાય છે.
સામાન્ય રીતે કષાયોના ૪ ભેદો કહ્યા છે. (૧) સ્વ પ્રતિષ્ઠિત (૨) પર પ્રતિષ્ઠિત
Page 20 of 126