________________
જશે એવા જીવો ઇતર દર્શનમાં વધારે છે એમ જ્ઞાની ભગવતોએ કહેલું છે.
અત્યારે કોઇ કોઇ જીવ દેખાય પણ છે કે જેને એકનો એક દિકરો હોય-ભણાવીને તૈયાર કરેલો હોય ઓફીસે બેસતો કર્યો હોય અને અચાનક મરણ પામી જાય તો તે સરલ જીવો કહે છે કે જેમ મારે ખપ હતો એમ ભગવાનને એનો ખપ પડ્યો હશે માટે ભગવાને બોલાવી લીધો છે. પણ મનમાં જરાય દુઃખ લગાડે નહિ એવી જ રીતે પુણ્યથી જે સામગ્રી મળેલી છે તે એકદમ નાશ પામી જાય કે કોઇ લઇ જાય તો તેઓ બોલે છે કે મારું પુણ્ય પુરૂં થયું માટે ગઇ તેને ખપ હશે માટે લઇ ગયો છે. મારે હાથ પગ છે ફ્રીથી મહેનત કરીશ. ગઇ તો જંજાળ ઓછી તેની હાય વોય કે ચિંતા નહિ. આવા જીવો મહાવિદેહમાં જઇ શકે.
દેવ, ગુરૂ, ધર્મની આરાધના કરનારામાં આવા પરિણામો આજે છે ? દેખાય છે ? લાવવાની ભાવનાવાળા પણ મલે છે ? અરે ઉપરથી કહે આવા વેવલાપણાના વિચારો ન કરાય ! વિચારો કે મહાવિદેહ ક્ષેત્ર ક્યાંથી મળે ?
જો મહાવિદેહ ક્ષેત્રમાં ઉત્પન્ન થવું જ હોય તો સરલ પ્રકૃતિ અને નિ:સ્વાર્થ બુદ્ધિ પેદા કર્યા વગર ચાલે જ નહિ.
નિ:સ્વાર્થ બુદ્ધિથી માતા પિતાની સેવા કરતાં કરતાં સદાચારી જીવન અને કારણ કે માતા પિતા જે આજ્ઞા કરે તે પાલન કરવાનું બનતું જ હોય તેથી અનાચારી જીવન અટકી જાય. આ સદાચારી જીવન જીવતા જીવતા જે કાઇ સહન કરવાનો અભ્યાસ પડે તેનાથી બાહ્ય અને અત્યંતર પ્રકારના તપના સેવનની એટલે આચરવાની શક્તિ પેદા થતી જાય છે અને ત્યાર પછી જીવન સુખમય સંસાર પ્રત્યેનો રાગ ઓછો થતો જાય તે અપુનબંધક દશા કહેવાય છે.
આ કારણથી નિ:સ્વાર્થ બુધ્ધિ-સદાચાર અને બાહ્ય અત્યંતર તપ આ ત્રણ ગુણ જીવોને ગુણહીના ગુણસ્થાનકમાં પ્રાપ્ત થતાં જાય એટલે હૈયાની સરલતા પેદા થતી જાય અને પછી જીવને મોક્ષના અભિલાષ રૂપે અપુનર્ભધક દશા પેદા થાય છે.
નિ:સ્વાર્થ બુદ્ધિથી જીવ અશુભ પરિણામોનો ત્યાગ કરતો જાય, શુભ પરિણામ પેદા કરતો જાય, અને તે શુભ પરિણામની સ્થિરતા પેદા કરતો જાય છે અને એ સ્થિરતાથી જીવ શુધ્ધ પરિણામ પેદા કરતો જાય. આ દશા જીવને જેમ જેમ પ્રાપ્ત થતી જાય તેમ તેમ એ જીવ પોતાના દોષને દોષ રૂપે ઓળખતો જાય એટલે જાણતો જાય છે.
એક કોટાકોટી સાગરોપમમાં પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ ન્યૂન સ્થિતિ જીવ બાંધે તેને અંતઃકોટાકોટી સાગરોપમની સ્થિતિ કહેવાય છે. આ સ્થિતિ બંધનો અબાધાકાળ એક અંતર્મુહૂર્તનો હોય છે. એટલે કે તે બાંધેલું કર્મ એક અંતર્મુહૂર્ત સુધી ઉદયમાં આવતું નથી તે પછી તે બાંધેલા કર્મ પુદ્ગલોનો ઉદય ચાલુ થઇ શકે છે એટલે કે ઉદયમાં આવે છે.
જે જીવો માતા-પિતા-પતિ-પત્ની-દિકરા-દિકરી સ્નેહી-સંબંધી પ્રત્યેનો રાગ રાખીને ધર્મ ક્રિયાની આચરણા કરે છે તેનાથી જીવોને એકેન્દ્રિયપણામાં ઉત્પન્ન થવા લાયક કર્મ બંધ થાય છે. એમ જ્ઞાની ભગવંતોએ કહેલું છે.
આ કારણથી મળેલા પદાર્થોની આસક્તિ-રાગ અને દ્વેષ ઓછા થાય એ પ્રમાણે આરાધના કરવાનું વિધાન કહેલું છે.
આસક્તિ રાગના કારણથી થાય છે માટે તે અવગુણ કહેવાય છે જ્યારે વાત્સલ્ય ભાવ આસક્તિ ના હોય ત્યારે પેદા થાય છે માટે તે ગુણ કહેવાય છે.
Page 19 of 126