________________
આથી જીવોનો સુખના પદાર્થો પ્રત્યેનો જેવો રસ, જેવો રાગ તેવું તેનું અજ્ઞાન વધારે રસવાળું ગણાય અને એથી જ્ઞાનાવરણીય કર્મ તેવા પ્રકારના રસવાળું એટલે કે તીવ્ર રસવાળું જીવો બાંધી શકે છે.
આ વિચારોના કારણોથી મહાવીર ભગવાને “સમય ગોયમ મા પમાયએ ” એટલે કે હે ગીતમ તું ક્ષણનો પણ પ્રમાદ કરીશ નહિ એમ જણાવેલ છે.
આ અજ્ઞાનથી છૂટવા માટે જ્ઞાની ભગવંતોએ એક જ માર્ગ કહેલો છે કે શુધ્ધ પરિણામનું લફચ. રાખી જેટલી બને એટલી શુભ ક્રિયાઓ જીવ કરતો જાય. તો જ અજ્ઞાન દૂર થાય. જો શુધ્ધ પરિણામનું લક્ષ્ય ન હોય અને શુભ ક્રિયાઓ સારી રીતે કરે તો પણ તેનું અજ્ઞાન ટળે નહિ અર્થાત ઓછું થાય નહિ. એવી જ રીતે શુધ્ધ પરિણામના લક્ષ વગર જૈન શાસનનું જ્ઞાન અગ્યાર અંગ અને બારમાં અંગમાંથી ચોથુ પૂર્વ દ્વાર આવે છે તેના સાડા નવ પૂર્વનું જ્ઞાન ભણે તો પણ તે જીવનું અજ્ઞાન ઓછું થાય નહિ પણ અજ્ઞાન તેનું ગાઢ થતું જાય છે આથી એવા જ્ઞાની જીવોને જ્ઞાની ભગવંતોએ અજ્ઞાની કહેલા છે.
આથી ફલિત થાય છે કે શુધ્ધ પરિણામના લક્ષ્ય વગર કરાતી શુભ ક્રિયાઓનાં અનુષ્ઠાનો જીવને અજ્ઞાની બનવામાં સહાયભૂત થાય છે તેથી પાપાનુબંધિ પુણ્યનો બંધ જીવ કરતો જાય છે અને જે કષ્ટ વેઠે છે તેનાથી અકામ નિર્જરા સાધે છે.
જ્ઞાની ભગવંતોએ કહ્યું છે કે પોતાના જન્મદાતા ઉપકારી માતા-પિતાની નિ:સ્વાર્થ ભાવે સેવા કરવામાં આવે તો જીવ પુણ્યાનુબંધિ પુણ્ય બાંધે છે. તે પુણ્ય જ્યારે જીવને ઉદયમાં આવે ત્યારે દેવ ગુરૂની ઓળખ કરાવે અને જીવનું અજ્ઞાન દૂર કરી તત્વની વાણી સાંભળવા રૂચિ પેદા કરાવે તે તત્વની સન્મુખ બનાવી અપુનબંધક દશાને પેદા કરાવે છે પણ તરત જ અપુનબંધક દશા આવે એવો નિયમ નહિ.
જીવને જ્યાં સુધી શુધ્ધ પરિણામનું લક્ષ્ય ન થાય ત્યાં સુધી મળેલી ધર્મની સામગ્રી આત્મિક ગુણની. સન્મુખ થવામાં સહાયભૂત ન થાય એટલે એ જીવ અપુનર્ભધક દશાને પ્રાપ્ત કરી શકે નહિ.
આથી આંશિક જ્ઞાન જીવને પુણ્યાનુબંધિ પુણ્ય બંધાવે. શુધ્ધ પરિણામના લક્ષપૂર્વકનું હોય તો નિઃસ્વાર્થ બુદ્ધિથી કરેલો દયાનો પરિણામ પણ જીવને પુણ્યાનુબંધિ પુણ્ય બંધાવે અને તે ઉદયમાં આવે તો અપુનબંધક દશા પ્રાપ્ત કરાવે.
આત્મિક ગુણોને વિગ્ન કરનાર ચીજો (પદાર્થો) કઇ કઇ છે તેને ઓળખી લ્યો અને તેને કાઢવાનો પ્રયત્ન કરો તો અંતરમાંથી સ્વાર્થ ઓછો થતો જાય. જે સ્વાર્થ એકાંતે નુક્શાન કરે છે. પાપના ખાડામાં નાંખે છે તેને કાઢીએ તો જ અને તેના પ્રત્યે ગુસ્સો વધારી તેનાથી સાવચેત રહીએ તો જ આત્મિક ગુણો. પેદા થાય અને પેદા થયેલા ગુણો ટકે-તે ગુણોમાં સ્થિરતા આવે અને જ્ઞાન ગર્ભિત વૈરાગ્ય ભાવ જીવને પેદા થાય.
દુઃખ ગર્ભિત અને મોહ ગર્ભિત વૈરાગ્ય તો જીવનમાં ડગલેને પગલે ચાલુ જ છે. દુ:ખથી કંટાળીને સંસાર ત્યાગ કરવાનું મન તે દુ:ખ ગર્ભિત વૈરાગ્ય કહેવાય. મોહના ઉદયથી પોતાની ઇચ્છિત વસ્તુની પ્રાપ્તિ ન થતાં સંસાર ત્યાગ કરવાનું મન તે મોહ ગર્ભિત વૈરાગ્ય ગણાય છે. આવા વૈરાગ્યની જ્ઞાનીઓને કોઇ કિંમત નથી માટે આપણા પોતાના શુભાશુભ પરિણામને ઓળખતા થવાનું છે. જેટલા ઓળખતા જઇએ અને તેનાથી સાવચેત રહી જીવન જીવીએ એટલું કલ્યાણ થાય.
અત્યારે આ ભરત ક્ષેત્રમાં કે જે ક્ષેત્રમાં રહીને આપણે આરાધના કરીએ છીએ તે ક્ષેત્રમાં ઇતર દર્શનમાં રહેલા એટલે ઇતર ધર્મમાં રહેલા કેટલાક સરલ પ્રકૃતિવાળા જીવો નિ:સ્વાર્થ બુદ્ધિથી જીવન જીવતા અહીંથી મરીને મહાવિદેહ ક્ષેત્રમાં ઉત્પન્ન થઇ આઠ વર્ષે સંયમનો સ્વીકાર કરી કેવલજ્ઞાન પામી મોક્ષે
Page 18 of 126