________________
કોઇ જીવ મનુષ્યપણુ પામીને જ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમ ભાવથી ચૌદ પૂર્વનું જ્ઞાન ભણી શ્રુતકેવલી અને દેશના લબ્ધિ પેદા કરે. અનેક જીવોનાં અસંખ્યાતા અસંખ્યાતા ભવોને પણ જ્ઞાનથી જાણી શકે. રોજ ચૌદ પૂર્વનો અડતાલીશ મિનિટમાં સ્વાધ્યાય કરી જાય અથવા પાઠ કરી જાય એવી શક્તિ પણ પ્રાપ્ત કરે પણ કોઇ નિકાચિત કર્મના ઉદયથી છટ્ટા સાતમાં ગુણસ્થાનમાં પ્રમાદને આધીન થઇ જ્ઞાન ભૂલતા નીચે પડતાં ચોથા ગુણસ્થાનકને પ્રાપ્ત કરે ત્યાંથી નીચે પતન પામતાં પહેલા મિથ્યાત્વ ગુણસ્થાનકને પ્રાપ્ત કરે ત્યાં જ્ઞાનને ભૂલી કર્મને પરવશ બની નિગોદનું આયુષ્ય બાંધીને સૂક્ષ્મ નિગોદમાં પણ ઉત્પન્ન થાય ત્યાં આવી રીતે સૂક્ષ્મ નિગોદમાં ચૌદપૂર્વ ભણી પતન પામી અનંતા જીવો ગયેલા છે અને અત્યારે ત્યાં વિધમાન
છે.
આનો અર્થ એ થાય છે કે શ્રુતકેવલીપણું પ્રાપ્ત કર્યા બાદ પ્રમાદને આધીન ન થાય તો જ્ઞાન ટકી રહે નહીંતર પ્રમાદને પરવશ બની જીવ સર્વ જઘન્ય શ્રુતજ્ઞાની રૂપે અક્ષરના અનંતમા ભાગ જેટલા શ્રુતજ્ઞાન સુધી પણ જઇ શકે છે અને ત્યાં ગયા પછી કેટલાક જીવો અર્ધ પુદ્ગલ પરાવર્ત કાળ સુધી પણ રહી શકે છે એટલે કે અનંતી ઉત્સરપિણી-અનંતી અવસરપિણી કાળ સુધી પણ રહી શકે છે અને જ્યારે મોક્ષે જવાનો કાળ આવે ત્યારે છેલ્લા ભવે ત્યાંથી નીકળી મહાવિદેહ ક્ષેત્રમાં ઉત્પન્ન થઇ કેવલજ્ઞાન પામી મોક્ષે જઇ શકે છે. કેટલાક જીવો અસંખ્યાત કાળ રહે-કેટલાક જીવો સંખ્યાત કાળ પણ રહે આથી સમજવાનું છે કે પ્રમાદ બહુ જ ભયંકર છે તેનાથી સાવચેત થવાનું છે.
જ્યાં સુધી જીવના અંતરમાં અજ્ઞાન બેઠેલું હોય છે ત્યાં સુધી પ્રમાદને પ્રમાદ રૂપે ઓળખવા ન દે. જીવને એ અજ્ઞાન જ્યાંસુધી સારું લાગે ત્યાંસુધી જ્ઞાન પ્રત્યે રૂચિ ભાવ પેદા થવા દે નહિ જેટલે અંશે અજ્ઞાન નાશ પામે એટલે અંશે જ્ઞાન પ્રત્યે રૂચિભાવ પેદા થાય તો જ પ્રમાદ ખટકે ખરાબ લાગે અને તે પ્રમાદને કાઢવાનું મન થાય.
જ્યાં સુધી અજ્ઞાન હોય ત્યાં સુધી જ્ઞાનની રૂચિ ન થાય પ્રમાદ ગમાડે અને પ્રમાદ ખરાબ છે એમ લગાડવા ન દે ત્યાં સુધી જેટલા જેટલા પદાર્થો પ્રમાદને વધારનારા છે તે ખરાબ લાગતા નથી અને તે પદાર્થો ગમી જાય છે.
જીવને અનુકૂળ પદાર્થો ગમે છે તે પણ એક પ્રકારનો પ્રમાદ છે અને તે અનુકૂળ પદાર્થ પ્રત્યેનો ગમો. એ અજ્ઞાન છે અને તે અજ્ઞાન જ જીવના અંતરમાં જ્ઞાન આવવા અને જ્ઞાન પ્રત્યે રૂચિ ભાવ પેદા થવા દેતું નથી.
આ આપણી પોતાની પરિણતી જ્યાં સુધી હોય છે ત્યાં સુધી સાતેય કર્મ બંધાયા જ કરે છે. તેમાં સુખના રાગથી જ્ઞાન પ્રત્યે રૂચિ નથી તેથી અશુભ ભાવ બેઠેલો છે તેનાથી જીવોને જ્ઞાનાવરણીયકર્મ સમયે સમયે બંધાયા જ કરે છે.
જીવને મોહનીય કર્મનો ઉદય સતત ચાલને ચાલુ જ રહે છે અને તે ધ્રુવ બંધી અને ધ્રુવોદયી. પ્રકૃતિવાળો જીવ હોય છે તેથી શુભાશુભ કર્મપ્રકૃતિઓને બાંધ્યા જ કરે છે.
આ કારણથી કહેવાય કે જીવ જ્ઞાનની કે જ્ઞાનીની આશાતના ન કરતો હોય-તેવા વિચારો પણ ના કરતો હોય-તેવા વચનો પણ ન બોલતો હોય અને એમને એમ બેઠેલો હોય છતાં પણ અનુકૂળ પદાર્થોનાં રાગના પરિણામના કારણે-પ્રતિકૂળ પદાર્થોના દ્વેષના કારણે અજ્ઞાન ગમે છે આથી જ્ઞાન પ્રત્યેનો રૂચિભાવ ન હોવાથી-અજ્ઞાનની ખટક ન હોવાથી જીવે સમયે સમયે અશુભ પ્રકૃતિરૂપે જ્ઞાનાવરણીય કર્મ બાંધ્યા જ કરે છે.
દત નંદ
Page 17 of 126