________________
એનો ઉદય વિચ્છેદ થાય છે અને જીવ કેવલજ્ઞાનની પ્રાપ્તિ કરે છે.
ક્ષપકશ્રેણિ પ્રાપ્ત કર્યા પછી જીવ એક મિનિટ માંજ કેવલજ્ઞાનની પ્રાપ્તિ કરી શકે છે.
હંમેશા જ્ઞાનાવરણીય કર્મમાં ચાર ઠાણીયો રસ કડવા લીમડાના જેવો તીવ્ર કડવાસ રૂપે એટલે એક શેર લીમડાના રસના ત્રણ ભાગ ઉકાળીને એક ભાગ રાખવામાં આવે છે. તેવો તીવ્રરસ બંધાય છે. તેમાં પરિણામની ધારાથી કેવલજ્ઞાનાવરણીય પ્રકૃતિ સિવાયની ચાર પ્રકૃતિઓ દેશઘાતી રસરૂપે બની શકે છે અને કેવલજ્ઞાનાવરણીયનો રસ બની શકતો જ નથી. એવો ને એવો તોવ્ર રસ રૂપે જ રહે છે. એક સાથે એવો બંધાય છે અને એક સાથે જ તેનો નાશ થાય છે અને કેવલજ્ઞાન થઇ શકે છે.
પૂર્વભવના પુણ્યોદયે આવી સુંદર સામગ્રી પામ્યા છીએ તેમાં જે કોઇ ચીજો મળેલી છે તે સાથે આવવાની નથી. સાથે આવશે તો જેટલા જ્ઞાનના સંસ્કાર દ્રઢ કરીને સ્થિર કરીશું એજ સાથે આવશે માટે જ્ઞાનનો સદુપયોગ કરતાં કરતાં મતિજ્ઞાનાવરણીયાનો રસ અભ્યરસ થાય એવો પ્રયત્ન કરવો જોઇએ.
મતિ અને શ્રુત જ્ઞાનાવરણીયનો તીવ્રરસ બાંધીએ એનાથી અંતરમાં વેરનો અનુબંધ પેદા થઇ શકે છે માટે એનો જરૂર નાશ કરવાનો છે.
જ્યાં સુધી જીવના અંતરમાં સમજણ ન આવે ત્યાં સુધી એ જ્ઞાનના ક્ષયોપશમ ભાવનો વધારે ને વધારે દુરૂપયોગ કરતો જાય છે. જેટલો દુરૂપયોગ તેટલો તીવરસ વધારે બંધાય.
છોકરાને ભણવાનું કહેવાથી, ભણીશું. મને મન થશે ત્યારે ભણીશ આવો છણકો કરે અજ્ઞાનથી. પણ તોય જ્ઞાનાવરણીયનો તીવ્રરસ બંધાય છે તેનાથી જ્ઞાન પ્રત્યે અવજ્ઞા અને દ્વેષ ભાવ પેદા થાય છે.
એવા જીવો કર્મબંધ વિશેષ ન કરે માટે જ્ઞાની ભગવંતો મોનનું સેવન કરે છે માટે કહેતા નથી.
જાતિસ્મરણ જ્ઞાન જીવને જે પેદા થાય છે તે મતિજ્ઞાનના ક્ષયોપશમ ભાવથી થાય છે માટે તે મતિજ્ઞાનનો ભેદ ગણાય છે. ઘણાની ધારણા શક્તિ ક્ષયોપશમ ભાવ રૂપે જોરદાર હોઇ શકે છે.
હિપ્નોટીઝમ એ સામાને આંજી નાંખવાની એક જાતની વિધા છે. આજે એ પૈસો કમાવાનું સાધન બનાવવામાં આવ્યું છે.
આથી નિશ્ચિત થાય છે કે જીવ જેટલો અશુભ અધ્યવસાયમાં વધારે ટાઇમ રહે તેનાથી પાંચે જ્ઞાનાવરણીય કર્મો તીવ્ર રસે બાંધ્યા કરે છે અને જેટલો શુભ અધ્યવસાયમાંથી શુધ્ધ પરિણામમાં અધિક રહેતો જાય તેમ પાંચેય જ્ઞાનાવરણીય કર્મનો રસ અલ્પ બાંધતો જાય છે માટે જ જેટલું બને
એટલું શુભ પરિણામમાંથી શુદ્ધ પરિણામમાં અધિક રહેવાય તેનો પ્રયત્ન ખાસ કરવો જોઇએ.
આ આઠ કર્મમાંથી એક આયુષ્ય કર્મ સિવાય બાકીના સાત કર્મોને જીવો સમયે સમયે બાંધે છે. નવમાં ગુણસ્થાનક સુધીમાં રહેલા જીવો બાંધે છે અને એક આયુષ્ય કર્મ પોતાના ભોગવાતા આયુષ્ય કાળમાં એક જ વાર બંધાય છે અને તે બંધાય ત્યારે એક સમયથી શરૂ કરી અસંખ્યાત સમયવાળા. અંતર્મુહુર્ત સુધી બંધાયા કરે છે. તે કાળમાં જીવો આઠ કમ બાંધે છે એમ ગણાય છે અને તે કાળ સમયના પછીના કાળમાં આયુષ્ય કર્મ સિવાય સાત કર્મનો બંધ જીવ સમયે સમયે કર્યા કરે છે.
એકેન્દ્રિયથી પંચેન્દ્રિય સુધીનાં સઘળા જીવોને જ્ઞાનાવરણીયના ક્ષયોપશમ ભાવથી જ્ઞાનનો બોધ રહેલો હોય છે. નિગોદમાં રહેલા જીવોને અક્ષરનો અનંતમો ભાગ જે ખુલ્લો રહે છે તે શ્રુત જ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમ ભાવથી ગણાય છે. જો એટલું પણ જ્ઞાન ન હોય તો જીવ અજીવ બની જાય છે માટે ગમે તેટલું ગાઢ જ્ઞાનાવરણીય કર્મ બાંધેલું હોય તો પણ અક્ષરનો અનંતમો ભાગ કોઇ કાળે અવરાતો નથી. એટલે કે જ્ઞાન ગુણ ઢંકાતો નથી.
Page 16 of 126