________________
આ આશ્રવના દ્રવ્ય અને ભાવ રૂપે બે ભેદો છે. (૧) કથાશ્રવ :
આત્મપ્રદેશેષ કર્મ પ્રાપિશ ક્રિયા દ્રવ્યાશ્રવ: I આત્માના પ્રદેશો વિષે કર્મદલને પ્રાપ્ત કરી આપનારી ક્રિયા તે દ્રવ્યાશ્રવ છે.
આત્માના આઠ આત્મ પ્રદેશો એક એક આકાશ પ્રદેશ રૂપે દરેક જીવોનાં મધ્યભાગમાં સંપૂર્ણ કર્મથી રહિત સિધ્ધપરમાત્મા જેવા કેવલજ્ઞાનથી યુકત સદા માટે હોય છે. તેની આજુ બાજુ જે શરીરની અવગાહના રૂપે જીવ રહેલો હોય છે તે અસંખ્યાત આકાશ પ્રદેશમાં રહેલો હોય છે અને તે દરેક આકાશ પ્રદેશમાં અસંખ્યાતા અસંખ્યાતા આત્મપ્રદેશો રહેલા હોય છે તે દરેક આત્મ પ્રદેશો કર્મપુદગલોથી સદા માટે યુકત હોય છે. તે દરેક આકાશ પ્રદેશ ઉપર રહેલા કાશ્મણ વર્ગણાના પુદગલોને ગ્રહણ કરી આપનાર અને કર્મ રૂપે બનાવનાર જે ક્રિયા તે દ્રવ્યાશ્રવ કહેવાય છે. આ ક્રિયા જીવોને જ્યાં સુધી, યોગ નિરોધ કરી ચૌદમા ગુણસ્થાનને ન પામે ત્યાં સુધી ચાલુ જ હોય છે. (૨) ભાવ આશ્રવ :
કમપાર્જન નિદાનાધ્યવસાય: ભાવાશ્રવ: | કર્મ ઉપાર્જનના કારણરૂપ અધ્યવસાય તે ભાવાશ્રવ કહેવાય છે.
કાર્પણ વગણાના પુદગલોને ગ્રહણ કરવા યોગ્ય જીવોનો જે પરિણામ એટલે અધ્યવસાય તે અધ્યવસાયથી કાર્પણ વર્ગણાના પુદગલોને ગ્રહણ કરી કર્મરૂપે આત્માની સાથે દૂધ અને પાણીની જેમ કરવાનો અધ્યવસાય તે ભાવાશ્રવ કહેવાય છે. ટૂંકમાં જીવ જે જે અને જેવા જેવા અધ્યવસાયો કરીને પોતાનું જીવન જીવે છે. તે ભાવાશ્રવ કહેવાય.
આખાય જગતનું અનેક પ્રકારનું નાટક આ આશ્રવતત્વથી બને છે. જો આ નાટકથી બચવાની ઇચ્છા હોય તો આશ્રવ તત્વને જાણી તેનો ત્યાગ કરવાની અત્યંત આવશ્યકતા છે.
આશ્રવતત્વનાં ૪૨ ભેદો કહ્યાા છે. તેમાં મૂળ આશ્રવનાં ભેદો ૧૭ કહેલા છે અને બાકીની ૨૫ ક્રિયાઓ કહેલી છે કે જે એ સત્તરભેદોમાંથી મોટા ભાગે પેદા થયેલી હોય છે. આથી સત્તર ભેદને વિશેષ સમજવા માટે જ્ઞાની ભગવંતોએ ૨૫ ક્રિયાઓનાં ભેદો બતાવેલા હોય એમ જણાય છે. ટુંકમાં સત્તરભેદોનું વર્ણન. :૫-ઇન્દ્રિય + ૪ કષાય + પ અવત + ૩ યોગ = ૧૭.
પાંચ ઇન્દ્રિયોનાં આશ્રવોનું વર્ણન
स्पर्शविषयकरागद्वेषजन्याश्रव: स्पर्शेन्द्रियाश्रवः । સ્પર્શને વિષય કરનાર રાગદ્વેષથી ન્ય આશ્રવને સ્પર્શેન્દ્રિયાશ્રવ કહે છે. આ સ્પર્શેન્દ્રિયથી થતા કોમલ સ્પર્ધાદિમાં મોહ પામનારા અધોગતિને પામે છે, જેમકે સ્થલપર ચાલતા હાથીનું ગર્તામાં ગબડવું, સુધાદિની વેદના સહન કરવી, અંકુશ આદિ પ્રહારોથી પીડાવું, અલ્પ શકિતવાલા મહાવતને આધીન રહેવું, એ બધું સ્પર્શેન્દ્રિયાશ્રવને આભારી છે. તેવી જ રીતે અનિષ્ટ સ્પર્શથી દ્વેષ કરનાર પણ દુ:ખી થાય
रसविषयकरागद्वेषजन्याश्रव: रसनेन्द्रियाश्रवः । રસને વિષય કરનાર રાગદ્વેષથી ઉત્પન્ન થયેલ આશ્રવનો બીજો ભેદ રસનેન્દ્રિયાશ્રવ છે. અતિ વિમલ અને વિપુલ જલમાં યથેચ્છ વિચરનાર, કોઇ પણ પ્રકારના ભયથી રહિત, સુખથી રમી રહેલો
Page 99 of 325