________________
અને ગતિના વિપાકોદયમાં આયુષ્યનો વિપાકોદય જરૂર હોય છે. પ્રદેશોદયમાં તેમ હોતું નથી. અહિયા આયુષ્ય વ્યાપ્ત ઠરે છે જ્યારે ગતિ વ્યાપક સિદ્ધ થાય છે.
એવી રીતે વ્યાસી પ્રકારે પાપના અનુભવો પાપ તત્ત્વ સંલગ્ન પ્રાણીને થયાજ કરે છે. માટે આ પાપ તત્વની પીછાન થતાં તેની હેયતા સમજાતાં જરૂર એનો ત્યાગ કરવો જોઇએ. આ કાર્યરૂપ પાપને અને તેના કારણોને સમજીને દૂર કરી શકાય. જે રોગનું નિદાન હાથમાં ન આવે તે રોગને કેવી રીતે દૂર કરી શકાય ? તેને માટે વૈદ્યો પણ પ્રથમ નિદાન ખોળે છે, અને બાદમાં રોગને નાબૂદ કરી શકે છે. તેવી જ રીતે આપણે આ વ્યાસી ભેદોનાં કારણ જાણવા જોઇએ. તે કારણો પ્રભુ શ્રી મહાવીરે નીચે પ્રમાણે વર્ણવ્યાં છે. पापबन्धहेतवस्तुप्राणातिपातमृषावादादत्तादानमैथुनपरिग्रहाप्रशस्त काधमानमायालोभरागद्वेषक्लेशाम्याख्यानपिशुनतारत्यरतिपरप रिवादमायामृषावाद मिथ्यात्त्वशल्यानि ।
કોઇની પણ હિસા કરવાથી, જુહુ બોલવાથી, ચોરી કરવાથી, મૈથુન સેવવાથી, મૂર્છાધીન થવાથી, અપ્રશસ્ત ક્રોધ, માન, માયા અને લોભ કરવાથી, રાગથી, વેશથી, ખોટા કલંકો ચઢાવવાથી, ચાડી ખાવાથી, પુદગલોમાં ખશી દીલગીરી માનવાથી, અન્યની નિંદા કરવાથી, નાના પ્રકારની ભાષા અને વેશ ભજવવો અને તપૂર્વક મૃષાવાદ સેવવાથી તથા જિનેશ્વરોકત તત્ત્વથી વિપરીત માન્યતારૂપ મિથ્યાત્વ શલ્યને સેવવાથી ઉપર્યુકત પાપોનો અનુભવ કરવો પડે છે. માટે બહેતર છે કે, દરેક આત્માએ ઉપર્યુકત પાપને ત્યજવા માટે વીતરાગોકત ચારિત્રના શરણમાં દાખલ થવું અને વારંવાર ભોગવાતાં દુ:ખોથી અટકી જવું.
આશ્રવ તત્વનું વર્ણન પાપતત્ત્વ પૂર્ણ થતાં, ક્રમ પ્રાપ્ત આશ્રવ તત્ત્વ પર હવે નજર નાખીએ છીએ. પહેલાં આશ્રવ કઇ ચીજ છે તે આપણે જાણવું જોઇએ, એટલે પ્રથમ તેનું લક્ષણ બતાવાય છે.
શુમાશુમjર્મદા હેતુનાશ્રવ: | શુભ કે અશુભ કર્મને ગ્રહણ કરવાનું જ કારણ હોય તેને આશ્રવ કહે છે. અહીં પ્રશ્ન એવો ઉત્પન્ન થાય છે કે જ્યારે પુણ્ય અને પાપનું આગમન એજ આશ્રવ છે તો પછી તે બે તત્ત્વમાં આનો સમાવેશ કરી શકાય અને તેથી જુદું આશ્રવ તત્વ માનવાની જરૂર રહેતી નથી. આના જવાબમાં સમજવાનું કે પાપમાં કેવલ અશુભ કર્મનો સમાવેશ છે અને પુણ્યમાં શુભ કર્મનો સમાવેશ છે જ્યારે આશ્રવમાં બન્નેનો સમાવેશ છે, આથી આશ્રવ જુદું પડે છે. વળી આશ્રવ સાધન છે જ્યારે પુણ્ય અને પાપ સાધ્ય છે. સાધ્ય અને સાધનને એક માની લેવા એ કોઇ રીતે વ્યાજબી નથી. હાં, કોઇ અપેક્ષાવાદથી આશ્રવમાં પુણ્ય અને પાપનો સમાવેશ કરવો એ વ્યાજબી છે જેમકે તત્ત્વાર્થસૂત્રકાર ઉમાસ્વાતી મહારાજે તેમ કરેલ છે. જ્યાં સુધી કર્મનો બંધ ન હોય ત્યાં સુધી આશ્રવનો સંભવ હોઇ શકતો નથી. જો બંધ વગર પણ આશ્રવ મનાય તો મુકતાત્માઓ કે જેઓ આઠે કર્મ રહિત છે તેઓને પણ તેવો પ્રસંગ આવશે. જો આશ્રવ વગર બંધ માનીએ તો તે પણ બની શકે તેમ નથી, કારણ કે સિદ્ધ ભગવંતો આશ્રવથી રહિત છે તો તેઓમાં પણ બંધનો પ્રસંગ આવે. એટલે એમ જ માનવું રહ્યું કે જેમ જેમ આશ્રવની હીનતા તેમ તેમ પુણ્ય અને પાપના બંધની પણ હીનતા થાય છે. આથી પુણ્ય અને પાપ તથા આશ્રવના વચ્ચે રહેલું ઉત્પાદ્ય ઉત્પાદકપણું સિદ્ધ થાય છે અને તેથી પિતા પુત્રની જેમ આ તત્ત્વોની પણ પૃથકતા સિદ્ધ થાય છે.
Page 98 of 325