________________
દેનાર કર્મ અપર્યાપ્ત નામકર્મ છે અને તેની હયાતિ લબ્ધિ અપર્યાપ્ત જીવોમાં હોય છે.
(૪) અનંત જીવોનું એક શરીર નિર્વર્તક કર્મ સાધારણ કહેવાય છે અને તે મૂળા, ગાજર આદિમાં હોય છે.
(૫) પ્રયોગ શૂન્ય કાલમાં ભ્રમર જીવ વગેરેના કમ્પનનું કારણ કર્મ અસ્થિર નામકર્મ છે. મૂનિહ્યાવીનાં વમ્પનહેતુ વર્મ એવું જો લક્ષણ કરીએ તો ઇરાદા પૂર્વક ભ્રમર, જીભ વગેરેને હલાવનારમાં લક્ષણ ચાલ્યું જાય એટલે પ્રયોગશૂન્યDIભ એ વિશેષણ આપ્યું છે.
(૬) નાભિથી અધો અવયવના અશુભપણાનું પ્રયોજક કર્મ અશુભ નામકર્મ કહેવાય છે. (૭) જીવને દેખવા માત્રથી બીજાને ઉદ્વેગ પેદા કરી આપનાર કર્મ દુર્ભાગ્ય નામકર્મ કહેવાય.
(૮) ખરાબ સ્વરને ઉત્પન્ન કરનાર કર્મને દુસ્વર નામકર્મ કહેવાય છે. અને તે ગધેડાં, ઉટ આદિમાં હોય છે.
(૯) વકતૃત્વાદિ ઉચિત ગુણો હોવા છતાં અગ્રાહ્ય વચન બનાવનાર કર્મ અનાદેય નામકર્મ કહેવાય છે.
(૧૦) જ્ઞાન, વિજ્ઞાન આદિએ કરી યુકત હોવા છતાં અયશ આપનારું કર્મ અયશકીર્તિનામકર્મ કહેવાય છે.
પાપ પ્રકૃતિના પરિવાર પૂર્વક જ મુકિત તરફ વિહાર થઇ શકે છે, એ વાતને દરેક આસ્તિક દર્શનોના નેતાઓએ બૂલ રાખી છે
પાપ જ અમાપ દુ:ખનું સાધન થાય છે. તેનો જડામૂલથી નાશ કરીને મુકિતમાં વાસ કરવાને ખાસ તેનું સ્વરૂપ જાણવું જોઇએ. કારણકે “ગાનાર છત્તિ રોતિ' એ નિયમ પ્રમાણે સંસારી આત્મા પ્રથમ વસ્તુના સ્વરૂપને જાણે છે, પછી ઇચ્છે છે, અને ત્યાર પછી કરે છે. અહીં આપણે પાપના સ્વરૂપને જાણી, તે હેય હોવાથી તેનો ત્યાગ કરવાનો છે, એટલે તે પ્રથમ જાણવું જોઇએ. ત્યાર પછી તેના ત્યાગની ઇચ્છા થશે. અને તદનંતર તેના ત્યાગની ક્રિયામાં આપણે પ્રેરાઇશું. એ હેતુથી આપણે પાપના સ્વરૂપનો વિચાર કરી રહ્યા છીએ.
આ અનુપૂર્વીના ઉદય પરભવમાં વક્ર ગતિએ જનાર જીવને હોય છે. તિર્યંચગતિનું આયુષ્ય પુણ્યપ્રકૃતિ હોય છે ત્યારે તેની ગતિ પાપપ્રકૃતિ છે. એમાં પણ કાંઇ કારણ તો હોવું જ જોઇએ, કેમકે બન્ને પ્રકૃતિઓ તિર્યંચ આશ્રિત છે, છતાંય એક પુણ્ય અને બીજું પાપ એ કેમ બને? અને આ પ્રભુ મહાવીરનું તત્ત્વજ્ઞાન છે. એ કોઇ રીતિએ પણ અસત્ય સિદ્ધ થઇ શકતું નથી. સર્વજ્ઞ ભગવાનની વાણી ત્રિકાલાબાધિત છે એટલે વિચાર કરતાં માલૂમ પડે છે કે, તે વાત બરાબર છે. કોઇ પણ માણસને કહેવામાં આવે કે “ તું જાનવર જેવો છે ' ત્યારે તે કોપાયમાન થાય છે. જાનવરપણું એ ગતિ કહેવાય છે અને તે કોઇને પણ ઇષ્ટ નથી એટલે તે ચોકખી પાપ પ્રકૃતિ સાબીત થાય છે. જ્યારે તે ગતિમાં આયુષ્ય દ્વારા દાખલ થાય છે ત્યારે તેને કોઇ મારવા જાય છે તો તે ભાગે છે એટલે તે ગતિના આયુષ્યનું ઇષ્ટપણે સાબીત થાય છે. મતલબ કે જાનવરપણું ઇષ્ટ ન હોવા છતાંય તે મલ્યા પછી ત્યાંના આયુષ્યનું દીર્ધપણું ઇષ્ટ રહે છે એથી તે (આયુષ્ય) પુણ્ય પ્રકૃતિ હોઇ શકે છે. ગતિ અને આયુષ્યમાં આધાર આધેય જેવો ફેર છે. કોડિયું, દીવેલ અને બત્તિને ગતિ માનીએ તો દીપક આયુષ્યના સ્થાન ઉપર છે. ગતિનાં દળીયાં હોવા છતાં આયુષ્ય ખતમ થતાં અન્ય ગતિમાં ચાલ્યો જાય છે. જ્યારે જે ગતિમાં હોય ત્યારે તે ગતિના આયુષ્યનાં દળીયાં ભોગવ્યા સિવાય બીજે જવાતું નથી, આયુષ્યના વિપાક ઉદયમાં ગતિનો વિપાકોદય
Page 97 of 325