________________
મત્સ્ય આ આશ્રવથી યમરાના ધામમાં પ્રયાણ કરે છે.
गन्धविषयकरागद्वेषजन्याश्रवः ध्राणेन्द्रियाश्रवः ।
ગન્ધને વિષય કરનાર રાગદ્વેષથી ઉત્પન્ન થયેલ આશ્રવ ધ્રાણેન્દ્રિયાશ્રવ છે. નાના પ્રકારનાં પુષ્પની ગંધમાં લીન બનેલો ભમરો આ આશ્રવથી વિનાશને નોતરે છે.
रुपविषयकरागद्वेषजन्याश्रवः चक्षुरिन्द्रियाश्रवः |
રૂપને વિષય કરનાર રાગદ્વેષથી નિત આશ્રવ ચક્ષુરિન્દ્રિયાશ્રવ કહેવાય છે. સુંદર જાતિનાં પુષ્પની કળીની જેમ સમજી ચમકતા દીપકમાં રૂપથી આકર્ષાઇ પતંગીઉં મરણ પામે છે, તેમાં આ આશ્રવ જ કારણ છે.
शब्दविषयकरागद्वेषजन्याश्रवः श्रोत्रेन्द्रियाश्रवः ।
શબ્દને વિષય કરનાર રાગ અને દ્વેષથી પેદા થયેલ આશ્રવને શ્રોત્રેન્દ્રિયાશ્રવ હે છે. વનમાં આનંદપૂર્વક ક્રીડા કરનાર હરણ આ આશ્રવના વશે મરણને શરણ થાય છે. શબ્દના પ્રેમમાં ફસાઇ કોઇ પણ બુદ્ધિશાળીએ હરણની જેમ પોતાનો નાશ કરવો એ યોગ્ય નથી. જ્યારે આ એક એક આશ્રવને વશે જુદા જુદા પ્રાણીઓ નાશ પામે છે તો પછી પાંચે આશ્રવના વશે પડેલો પ્રાણી નાશ પામે તેમાં આશ્ચર્ય નથી.
पुठ्ठे सुणेइ सद्दं, रुवं पुण पासइ अपुठ्ठे तु ।
મંઘ રસું વ ણસં ૫, વન્દ્વપુરું વિયારે 11911
અર્થ :- શ્રોત્રંદ્રિય સ્પર્શ થયેલા શબ્દને સાંભળે છે, ચક્ષુઇંદ્રિય સ્પર્શ થયા વિનાના પુદ્ગલાદિના રૂપને જુએ છે અને ગંધ, રસ, તથા સ્પર્શ ને ધાણેદ્રિય, રસેંદ્રિય અને સ્પર્શેન્દ્રિય સ્પષ્ટ અને બધ્ધ થાય ત્યારે જાણે છે.
વિશેષાર્થ :- આ ગાથાનો અર્થ કરતાં શ્રી મલયગીરીજી મહારાજે ટીકામા ઘણો વિસ્તાર કરેલો છે. તેમાંથી માત્ર સ્વરસાર તરીકે સંક્ષેપમાં જ આ નીચે જ્ગાવવામાં આવેલ છે.
શિષ્ય પ્રશ્ન કરે છે કે વ્યંના વગ્રહની પ્રરૂપણા કરતાં શ્રોત્રેન્દ્રિયાદિકની પ્રાપ્તા પ્રાપ્ત વિષયતાપૂર્વક કહેલ છે. તો અહીં ફરીને શા માટે પ્રયાસ કરો છો ? તેને ઉત્તર આપે છે કે-પૂર્વે ગાથાના વ્યાખ્યાનમાં એ હકીકત કહી છે.
વ્યાખ્યાનમાં એ હકીકત કહી છે, અહીં સૂત્રથી જ તે વાત કહેવામાં આવેલ છે તેથી પુનરૂક્ત દોષ નથી. શ્રોતેંદ્રિય શબ્દને સ્પર્શમાત્રથી ગ્રહણ કરે છે. શબ્દદ્રવ્ય સકળ લોક્થાપી છે તેથી તે દ્રવ્યંદ્રિયમાં પ્રવેશ કરે છે. વળી તે અન્ય દ્રવ્યને વાસિત કરવાના સ્વભાવવાળા છે. શ્રોત્રંદ્રિય બીજી ઇંદ્રિયોની અપેક્ષાએ અત્યંત પટુ છે તેથી તે સ્પર્શમાત્રથી જ શબ્દદ્રવ્યના સમૂહને ગ્રહણ કરે છે. બૌદ્ધમતાનુયાયી શ્રોત્રને પણ અપ્રાપ્યકારી માને છે. પરંતુ અપ્રાપ્યકારી તેને વ્હેવાય કે જેને વિષયકૃત અનુગ્રહ ને ઉપાઘાતનો અભાવ હોય. જેમ ચક્ષુ ને મન. શ્રોત્રને તો શબ્દકૃત ઉપાઘાત ણાય છે. જુઓ ! તરતનું જન્મેલું બાળક જોરથી વગાડેલ ઝાલરના શબ્દથી બધિર થઇ જાય છે. શબ્દના પરમાણુ ઉત્પત્તિદેશથી આરંભીને જળતરંગની જેમ પ્રસાર પામતા શ્રોત્રૈદ્રિય પાસે આવે છે. તેનાથી ઉપઘાત થવાનો સંભવ છે. કોઇ પ્રશ્ન કરે કે · જો શ્રોતેંદ્રિય પ્રાપ્ત શબ્દને જ ગ્રહણ કરે છે તો તેને ગંધાદિના ગ્રણની જેમ દૂર-નજીકનો બોધ થવો ન જોઇએ અને તેવી ખબર તો પડે છે. વળી જો પ્રાપ્તશબ્દને જ શ્રોતેંદ્રિય ગ્રહણ કરે છે તો ચંડાળના કહેલા શબ્દનો પણ શ્રોત્રેદ્રિયને સ્પર્શ થશે તા તેથી ચાંડાળસ્પર્શનો દોષ લાગશે,
-
Page 100 of 325
-