________________
તેથી પ્રાપ્યકારીપણું શ્રોત્રને લાભકારી થશે નહીં.'
આ બધું મોહથી મલીન થયેલા માનસનું કથન છે, કારણકે શબ્દ જો કે શ્રોત્રંદ્રિય વડે પ્રાપ્ત જ ગ્રહણ થાય છે પરંતુ જ્યાંથી તે શબ્દ ઉક્યો હોય તેના દૂર નજીકપણાનો બોધ પોતાના ને પરના શબ્દની જેમ જરૂર થાય છે. દૂરથી આવેલો શબ્દ ફીણ શકિતવાળો હોય છે, અસ્પષ્ટ હોય છે તેથી લોકમાં પણ આ શબ્દ દૂરથી આવે છે એવો વ્યવહાર કરાય છે. અહીં કોઇ કહે કે “ ચક્ષને પણ એવી રીતે દૂર નજીકનો બોધ થાય છે, તેથી તેને પણ પ્રાપ્યકારી કહેવાશે?' પરંતુ ચક્ષુને રૂપકૃત અનુગ્રહ ઉપઘાત થતો નથી અને શ્રોત્રંદ્રિયને થાય છે.
વળી નજીક રહેલો મનુષ્ય પણ પવનનું પ્રતિકૂળપણું હોય છે તો શબ્દને સાંભળતો નથી અને બરાબર અનુકૂળ પવનના માર્ગમાં રહેલો મનુષ્ય દૂર રહ્યાા છતાં પણ સાંભળે છે. વળી જો અપ્રાપ્ત શબ્દનું ગ્રહણ થતું હોત તો જેમ યોગ્ય દેશ અવસ્થિત વસ્તુ દૂર હોય કે નજીક હોય પણ નેત્ર સમકાળે જુએ છે તેમ શબ્દ પણ દૂરવાળાનો ને નજીવાળાનો સમકાને સંભળાવો જોઇએ; પરંતુ તેમ થતું નથી. નજીકવાળાનો તરત સંભળાય છે ને દૂરવાળાનો વિલંબે સંભળાય છે.
વળી ચાંડાળના સ્પર્શનો દોષ કહ્યો તે પણ ચેતનાવિકળ પુરૂષના ભાષિતની જેમ સમિચીન નથી. ણ કે સ્પર્શા-સ્પર્શની જે વ્યવસ્થા છે તે લોકકલ્પનાની છે; પારમાર્થિક નથી. જુઓ ! જે માર્ગે થઇને ચાંડાળ ગયો હોય છે તે જ મા શ્રોત્રિય શુદ્ધ બ્રાહ્મણ પણ ચાલે છે, જે નાવમાં ચાંડાળ બેઠેલો હોય તે નાવમાં શુદ્ધ બ્રાહ્મણ પણ બેસે છે; તથા પવન ચાંડાળને સ્પર્શ કરીને તરત જ શુદ્ધ બ્રાહ્મણને પણ સ્પર્શ છે. એમાં લોકોની અંદર સ્પર્શદોષ ગણાતો નથી, તેમ શબ્દપુદગળના સ્પર્શથી પણ દોષ ગણી શકાતો નથી; તેથી એ કથન મૂર્ખના કથન જેવું છે.
વળી શબ્દને પ્રાપ્યકારી કહેતાં છતાં પણ કેટલાક તેને આકાશનો ગુણ છે એમ કહે છે, પરંતુ તેમ કહેવાથી શબ્દને પણ અરૂપીપણું પ્રાપ્ત થશે. કારણકે ગુણ ગુણી એક ધર્મવાળા હોય છે. જેમ અત્મા અરૂપી છે તો તેનો ગુણ જ્ઞાન પણ અરૂપી છે તેમ. વળી અમૂર્તમાં મૂતિનો વિરહ હોય છે, શબ્દમાં તેમ નથી. તે તો સ્પર્શવાળો હોવાથી મૂર્તિમાનું છે. અહીં બીજા પણ શંકા-સમાધાન ટીકામાં કહ્યા છે તે અત્ર લખવામાં આવ્યા નથી.
હવે નેત્ર છે તે રૂપને અસ્પષ્ટને જુએ છે. કારણ કે તે અપ્રાપ્યકારી છે. અસ્પષ્ટ એવાને પણ યોગ્યદેશાવસ્થિત ને જુએ છે, અયોગ્ય દેશાવસ્થિત સ્વર્ગ-લોકાદિને જોઈ શકતા નથી.
ગંધ, રસ અને સ્પર્શ -એ ત્રણને ઘાનેંદ્રિય, રસેંદ્રિય ને સ્પર્શેન્દ્રિય બદ્ધ-સ્પષ્ટને જાણી શકે છે. એટલે માત્ર સ્પર્શ થયેલને નહીં પણ સ્પષ્ટ ઉપરાંત બ4 (આશ્લિષ્ટ) થાય ત્યારે જાણી શકે છે. કોઇ કહે - “ગંધાદિ દ્રવ્ય જે બદ્ધ થયું તે સ્પષ્ટ તો થયેલ હોય જ. કારણકે અસ્પષ્ટ બદ્ધ થઇ શકે જ નહી એટલે સ્પષ્ટ શબ્દ કહેવાની જરૂર નથી. તેને ઉત્તર આપે છે “ કે સ્પષ્ટ શબ્દ કહેવામાં દોષ નથી, કારણ કે શાસનો આરંભ સર્વ શ્રોતાઓને સાધારણ હોય છે. શ્રોતાઓ ત્રણ પ્રકારના હોય છે. કેટલાક ઉઘટિતજ્ઞ-સહજમાં સમજે તેવા, કેટલાક મધ્યમ બુદ્ધિ-પ્રયાસે સમજે તેવા અને કેટલાક પ્રપંચિતજ્ઞ-વિસ્તારથી હેવાય ત્યારે સમજે તેવા-એટલે પ્રપચિતજ્ઞને સમજાવવાને માટે સ્પષ્ટ શબ્દનું પણ ગહણ કરેલું છે. હવે પ્રકૃત ત્રણ ઇંદ્રિયોના વિષય સંબંધે કહે છે.
ગંધાદિ દ્રવ્યો સ્વલ્પ હોય છે, સ્થળ હોય છે અને ઘાણાદિ ઇંદ્રિયો શ્રોત્રંદ્રિયની અપેક્ષાએ અપટુ હોય છે તેથી પ્રારેંદ્રિયાદિ ઇંદ્રિયો ગંધાદિ દ્રવ્યોને આલિંગિત થયા પછી અનંતર આત્મપ્રદેશો વડે
Page 101 of 325