________________
આત્મીકૃત થાય ત્યારે જ ગ્રહણ કરી શકે છે; અન્યથા ગ્રહણ કરી શકતી નથી. આ પ્રમાણે પ્રજ્ઞાપક પોતાના શિષ્યો ભણી કહે છે. આ પ્રમાણે જ ભાષ્યકારે પણ આ ગાથાનું વ્યાખ્યાન કરેલું છે તે કહે છે કે
સ્પષ્ટ એટલે શરીર પર લાગેલી રજ અને બદ્વ એટલે આત્મપ્રદેશો એ આત્મીકૃત કરેલ. એમાં શબ્દદ્રવ્ય માત્ર સ્પર્શ થવાથી જ ગ્રહણ કરાય છે, કારણ કે તે દ્રવ્યો બહુ સૂક્ષ્મ હોય છે, ભાવુક હોય છે અને શ્રોત્રંદ્રિય પટુતર હોય છે. ગંધાદિ દ્રવ્ય તેથી વિપરીત સ્વભાવવાળા હોય છે; તેથી તેનો સ્પર્શ થયા બાદ આત્મપ્રદેશો આત્મીકૃત કરે ત્યારે જ તે જાણી શકે છે કારણકે ધાનેંદ્રિયાદિ ઇંદ્રિયો પટુતર નથી.
આ પ્રમાણે તેના વિષય સંબંધી કહા પછી રૂપ, યોગ્ય દેશ અવસ્તિત વસ્તુને જ દેખે છે તેથી યોગ્ય દેશ અવસ્થિત કોને કહીએ ? ચક્ષનો કેટલે દૂરથી દેખવાનો વિષય છે? તેમ જ કેટલે દૂરથી આવેલા શબ્દાદિકને શ્રોત્રાદિ ઇંદ્રિયો ગ્રહણ કરી શકે છે ? એના ઉત્તરમાં કહ્યું છે કે- “ શ્રોત્ર જઘન્ય અંગુળના સંખ્યાતમા ભાગથી આવેલાને અને ઉત્કૃષ્ટ બાર યોજનથી આવેલા શબ્દને સાંભળે છે. ચક્ષુ જઘન્ય અંગુળના સંખ્યાત ભાગ દૂર રહેલને અને ઉત્કૃષ્ટ સાતિરેક લક્ષ યોજન દૂર રહેલાને જોઇ શકે છે. ઘાણ, રસના અને સ્પર્શના તો જઘન્ય અંગુળના અસંખ્યાતમા ભાગથી આવેલ અને ઉત્કૃષ્ટ નવ યોજનથી આવેલને જાણી શકે છે.”
અહીં ત્રણ પ્રકારના અંગુળનું સ્વરૂપ કહ્યા પછી શિષ્ય પૃચ્છા કરી છે કે - “ઉપર કહેલ ઇંદ્રિયોના વિષયનું પરિણામ કયા અંગુળ વડે જાણવું ?' ઉત્તર - “ આત્માંગુળ વડે જાણવું.' ફરીને પ્રશ્ન કર્યો છે કે- “દેહનું પ્રમાણ તો ઉત્સધાંગુને કહેલ છે તો ઇંદ્રિયોના વિષયનું પ્રમાણ આત્માંગુળ કેમ કહો છો ?' આ બાબતનો કર્તાએ બહુ સારી રીતે ખુલાસો કર્યો છે. તે લેખ વિસ્તૃત થઇ જવાના કારણથી અહીં લખેલ નથી.
ઉપર જણાવેલા વિષયના પરિમાણમાં ચક્ષુઇંદ્રિયનો વિષય ઉત્કૃષ્ટ લાખ યોજન સાતિરેક કહેલ છે તે ઉત્તરવૈયિની અપેક્ષાએ સમજવાનો છે. અહીં શિષ્ય શકા કરે છે કે- “તમે ચક્ષુઇંદ્રિયનો વિષય લાખ યોન ઝાઝેરો જ જ્હો છો પરંતુ પુષ્કરાર્ધદ્વીપના મનુષ્યો જે માનુષોત્તર પર્વત સમીપે રહેલા છે તે કર્ક સંક્રાંતિએ પ્રમાણાંગુળ નિષ્પન્ન સાતિરેક એકવીશ લાખ યોન દૂર રહેલા સૂર્યને જોઇ શકે છે એમ કહેલું છે. તેનું શું સમવું?’ આનો ઉત્તર આપે છે કે- “ તારું કહેવું સત્ય છે પરંતુ અમે કહેલ વિષયપરિમાણ પ્રકાશ્ય વિષયના અંગનું છે' પ્રકાશના અંગનું નથી તેથી પ્રકાશક વસ્તુ માટે અધિકતર વિષયપરિમાણ હોઇ શકે છે.
વળી પ્રશ્ન કરે છે કે- “ઉપર પ્રમાણે કહેલા વિષયના પરિમાણનું ઉલ્લંઘન કરીને શ્રોત્રાદિ ઇંદ્રિયો શબ્દાદિકને કેમ ગ્રહણ ન કરે ?' ઉત્તર - “ સામર્થ્યના અભાવથી ઉત્કૃષ્ટ પણ શ્રોત્રાદિની એટલી જ શકિત છે કે જેથી બાર વિગેરે યોનોથી આવેલા શબ્દાદિકને જ તે ગ્રહણ કરી શકે છે. તે કરતાં દૂરથી; ગ્રહણ કરી શકતી નથી. બાર યોજન અને નવ યોન કરતાં વધારે દૂરથી આવેલ શબ્દાદિ દ્રવ્યોને તથાવિધ પરિણામના અભાવથી તે તે ઇંદ્રિયો જાણી શકતી નથી. તે કરતાં દૂરથી આવેલા શબ્દાદિ પુદગળો સ્વભાવથી જ મંદ પરિણામવાળા થઇ જાય છે તેથી પોતાના વિષયભૂત શ્રોત્રાદિ જ્ઞાન ઉત્પન્ન કરી શકતા નથી.
ચાર કષાયોના અશ્વવોનું વર્ણન છોધ કષાય.
પ્રીય ભાવપ્રયુક્તા શ્રવ: ક્રોધાશ્રવ: |
Page 102 of 325