________________
પ્રીતિના અભાવથી ઉત્પન્ન થયેલ આશ્રવ ક્રોધાશ્રવ.
ક્રોધથી અંધ બનીને નહિ બોલવા યોગ્ય વચનના બોલવાથી પ્રીતિનો જોત જોતામાં નાશ થઇ જાય છે એ સૌ કોઇના અનુભવની વાત છે. ક્રોધ એ એવો કારમો કષાય છે કે એને આધીન થયેલો આત્મા અંધ જ બની જાય છે અને એથી પોતે શું બોલે છે તેનું પણ તેને ભાન નથી રહેતું. એ ભાન હિનતાના પ્રતાપે પ્રીતિ તો નાશ પામીજ જાય છે પણ એથી આગળ વધીને પુન: પ્રીતિ થવા ન પામે એવા કારમા વિચારો પણ ઉભા થાય છે. આથી સ્પષ્ટ છે કે ક્રોધ એ પ્રીતિનો જડમૂળથી નાશ કરનાર છે.
ક્રોધ ઉપર વિજય મેળવવાના ઉપાય આ પ્રમાણે છે. ક્રોધ ઉપર વિજય મેળવવાનો ઉત્સવ :
શ્રી વીતરાગ શાસનની આરાધના વીતરાગ બનવા માટે છે અને વીતરાગ બનવા માટે કષાયાદિનો ક્ષય જરૂરી છે. એ સિદ્ધ થયા પછી, કષાયાદિનો વિનાશ સાધવા માટેના ઉપાયો શું છે, એ વિચારવાનું પ્રાપ્ત થાય છે. સાધક વિના સાધ્યસિદ્ધિ થતી નથી. કષાય રહિત બનવું એ સાધ્ય છે અને કષાયરહિત બનવાના ઉપાયોનું ચિત્વન, મનન અને પરિશીલન એ સાધન છે. ચારે કષાયોમાં પ્રથમ કષાય ક્રોધ છે અને એ ક્રોધને ઉપશમાવવા માટે શ્રી સાંવત્સરિક પર્વનું વિધાન છે. ક્રોધ ઉપર વિજય મેળવવાના ઉપાયો -
ક્રોધ ઉપર વિજય પ્રાપ્ત કરવાને માટે, શાસકારોએ અનેક ઉપાયો દર્શાવ્યા છે. તે સર્વ ઉપાયોનો સંગ્રહ કરી સમર્થ શાસ્ત્રકાર સુવિહિતપુરંદર વાચકમુખ્ય શ્રી ઉમાસ્વાતિજી મહારાજા, સ્વરચિત શ્રી અહ...વચનસંગ્રહમાં પાંચ ઉપાયોનો નિર્દેશ કરે છે. ક્ષમા શા માટે કરવી જોઇએ, એ પ્રશ્નના ઉત્તરમાં તેઓશ્રી ફરમાવે છે કે
(૧) બીજાઓ તરફથી પોતાને ક્રોધ થવાનું નિમિત્ત આપવામાં આવે, તે વખતે તે નિમિત્તનો પોતાના આત્મામાં સદ્ભાવ છે કે અભાવ છે, એમ વિચારવું. બીજાએ આપેલા નિમિત્તનો પોતામાં સદુભાવ હોય, તો વિચારવું કે- “આ દોષો મારામાં વિદ્યમાન છે, તો પછી સામો ખોટું શું કહે છે, કે જેથી મારે કોપ કરવો ?' આવો વિચાર કરીને ક્ષમા ધારણ કરવી. પોતામાં તે દોષોનો અભાવ હોય, તો પણ વિચારવું કે- “ તેને ક્ષમા કરવી એ જ ઉચિત છે : કેમકે-અજ્ઞાનથી ખોટા દોષોનું આરોપણ કરનારાઓને ક્ષમાં કરવી એ જ યોગ્ય છે.
(૨) ક્રોધના દોષોનું ચિત્વન કરવાથી ક્રોધનો નિગ્રહ થાય છે. ક્રોધી આત્મા વૈરને વધારે છે, ન કરવાનું કાર્ય કરે છે, સ્મૃતિથી ભ્રષ્ટ થાય છે તથા વ્રતાદિકનો પણ લોપ કરે છે, માટે ક્રોધના નિમિત્ત વખતે ક્ષમા ધારણ કરવી, એ જ હિતકર છે.
(૩) ક્રોધનો નિગ્રહ કરવા માટેનો ત્રીજો ઉપાય એ છે કે- “બાલસ્વભાવનું ચિંતન કરવું.” બાલ એટલે મૂઢ આત્માનો સ્વભાવ જ એવો હોય છે, એમ વિચારવું. પરોક્ષમાં આક્રોશ, પ્રત્યક્ષમાં આક્રોશ, તાડન, મારણ અને ધર્મબંશાદિના વિચારથી ઉત્તરોત્તર લાભની ચિત્વના કરવી. પરોક્ષમાં કોઇ આક્રોશ કરે, ત્યારે વિચારવું કે- “બાલનો એ સ્વભાવ જ છે. પ્રત્યક્ષમાં આક્રોશ નહિ કરતાં મને પરોક્ષમાં આક્રોશ કરે છે, તેટલો મારા ભાગ્યનો ઉદય છે. મારે તો એટલો લાભ જ માનવો જોઇએ. પ્રત્યક્ષ રીતિએ આક્રોશ કરનાર બાલને પણ ક્ષમા જ કરવી જોઇએ : અને - “બાલજીવોને એ સુલભ છે. ભાગ્યની વાત છે કે-મને પ્રત્યક્ષમાં આક્રોશ કરે છે, પણ તાડન કરતો નથી. બાલનો એ સ્વભાવ છે.' એમ વિચારી લાભ માનવો જોઇએ. આપણને તાડન કરનાર બાલને પણ ક્ષમા જ કરવી જોઇએ અને- બાલ આત્મા એવા જ
Page 103 of 325