________________
યુકત હાસ્ય નામનો સુભટ છે. તેની પાસે અરતિ નામની સ્ત્રી છે. તેની નજીક હીન સત્વા (હીન બળવાળી) નામની ભાર્યાથી યુકત સાત પુરૂષોથી વિટાયેલો ભય નામનો યોધ્ધો છે. તેની આગળ ભય અવસ્થા નામની ભાર્યાથી યુક્ત શોક નામનો ભટ છે. તેની પાછળ જુગુપ્સા નામની સ્ત્રી છે. વેદીકાની નજીક બેઠેલો સ્પર્શનાદિ પાંચનો પિતા અને રાગ કેશરીનો મંત્રી ભોગ તણા નામની પોતાની ભાર્યાની સાથે બેઠેલો વિષય અભિલાષ છે. તેની નજીક દુષ્ટ અભિસબ્ધિ આદિ સુભટો બેઠેલા છે. મહામોહરાજનું આ અંગત સૈન્ય છે.
વિલોક મંડપમાં બીજા સાત રાજાઓ છે. તેમાં પહેલો મતિજ્ઞાનાવરણીયાદિ પાંચ પુરૂષોથી પરિવરેલો જ્ઞાન સંવરણ રાજા છે. બીજો નિદ્રાપંચક અને ચક્ષુદર્શનાવરણાદિ ચાર મળીને કુલ નવ પુરૂષોથી વિટાયેલો દર્શનાવરણ નામનો રાજા છે. શાતા-અશાતા સહિત ત્રીજો વેદનીય નામનો રાજા છે. ચોથો દેવ, મનુષ્યાદિ ચાર પરિકરવાળો આય નામનો રાજા છે. બેંતાલીશ પુરૂષથી પરિવરેલો પાંચમો નામ નામનો રાજા છે. ઉંચગોત્ર અને નીચગોત્ર નામના બે પુરૂષોથી યુકત છઠ્ઠો ગોત્ર નામનો રાજા છે અને દાન લાભાદિ પાંચ પુરૂષો સહિત સાતમો અંતરાય નામનો રાજા છે એ બધા નો દ્રોહી છે. સર્વજ્ઞ આગમથી ભાવિત પુરૂષો જ માત્ર તેને જીતી શકે છે. બીજા બધાઓ તેનાથી જીતાઇ જઇ આ ભવ ચક્ર નગરમાં અનંતકાળ સુધી અનેક પ્રકારના કષ્ટોને પામે છે. નરકાયુષ્ય કર્મ
આયુ પૂર્ણતાં ચાવર્ક સ્થિતિ હેતુ: કર્મ નરકાયુઃ | આયુષ્ય પૂર્ણ ન થાય ત્યાં સુધી નરની સ્થિતિના કારણરૂપ કર્મ હોય તે નરકાયુ કહેવાય છે. નરકા, બાંધવાના ૧૫ કારણો કહ્યા છે.
(૧) પંચેન્દ્રિય જીવોને હણતાં (૨) ઘણાં સાવદ્ય આરંભો કરતાં. (૩) પરિગ્રહની અતિશય મૂચ્છ ધરાવતાં (૪) ક્રૂરતાને ધારણ કરતાં (૫) માંસ ભક્ષણ કરતાં (૬) રૌદ્રધ્યાન ધ્યાતાં (૭) વૈર બુધ્ધિને સ્થિર કરતાં (૮) અનંતાનુબંધિ કષાયમાં વર્તતાં (૯) કૃષ્ણ લેશ્યા (૧૦) નીલ લેગ્યા (૧૧) કાપાત લેશ્યાને ધારણ કરતાં (૧૨) અસત્ય બોલતાં (૧૩) ચોરી કરતાં (૧૪) ભોગના સાધનોને વારંવાર સેવતા અને (૧૫) ઇન્દ્રિયોને વશ થઇને ઘણાં પ્રકારના પાપોનું આચરણ કરતાં.
નરગતિ નામકર્મ નારકત્વ પર્યાય પરિણતિ પ્રયોજકં કર્મ નરકગતિ ! નારકપણા રૂપ પર્યાયની પરિણતિને પ્રેરનારૂં કર્મ તે નરકગતિ કહેવાય છે. બલાત્રરક નયનાનું ગુણ કર્મ નરકાસુપૂર્વી | વક્રગતિમાં રહેલા જીવને બલથી નરકમાં પહોંચાડવાને અનુકુલ કર્મ હોય તે નરકાનુપૂર્વી કહેવાય.
તિર્યંચગતિ નામર્મ તિર્યકત્વ પર્યાય પરિણતિ પ્રયોજકં કર્મ તિર્યા ગતિઃ | તિર્યંચગતિના પર્યાયને ઉત્પન્ન કરનારું કર્મ તે તિર્યંચગતિ કહેવાય છે.
તિર્થ યાત બલાસયન હેતુ૬ કર્મ તિર્યાનુપૂર્વી | તિર્યંચ ગતિમાં બલાત્કારે ખેંચી નાણું કર્મ તિર્યંચની આનુપૂર્વી હોય છે.
એકેન્દ્રિય વ્યવહાર હેતુ: કર્મ એકેન્દ્રિય જાતિ / અસ્યાં સ્પર્શેન્દ્રિય મેવાં દ્વીન્દ્રિય વ્યવહાર કારણે કર્મ કીન્દ્રિય જાતિ: | સ્પર્શરસને | ત્રીન્દ્રિય વ્યવહાર સાધન કર્મ ત્રીન્દ્રિય જાતિ: | સ્પર્શ રસઘાણાનિ |
Page 94 of 325